India Republic Day : UKના વડા પ્રધાન અતિથિવિશેષ બનશે
બ્રિટિશ વડા પ્રધાન બૉરિસ જૉન્સન પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાનારી પરેડમાં અતિથિવિશેષ તરીકે હાજર રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાનારી પરેડમાં અતિથિવિશેષ તરીકે હાજર રહેવા આપેલા આમંત્રણનો બ્રિટનના વડા પ્રધાન બૉરિસ જૉન્સને સ્વીકાર કર્યો હતો.
જયશંકરે કહ્યું હતું કે જૉન્સને આમંત્રણ સ્વીકાર્યું એ દ્વિપક્ષી સંબંધોના નવા યુગનો આરંભનું પ્રતીક હશે. જૉન્સને પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવતા વરસે યુકેમાં યોજાનારી જી-૭ શિખરમંત્રણામાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. યુકેના વિદેશ પ્રધાન ડૉમનિક રાબ અને ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.
બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા જયશંકરે કહ્યું હતું કે ચાર કલાક લાંબી ચાલેલી આ
બેઠકમાં દ્વિપક્ષી સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા સહિતના મુદ્દે વ્યાપક ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.
તમે જાણો જ છો કે તાજેતરના વરસોમાં વૈશ્ર્વિક રાજકારણમાં મોટું પરિવર્તન થયેલું જોવા મળી રહ્યું છે અને બંને દેશનું માનવું છે કે સાથે કામ કરવાથી બંને દેશના હિતોનું વધુ અસરકારક રીતે રક્ષણ થશે, એમ તેમણે કહ્યું હતું.
અફઘાનિસ્તાન, અખાતના દેશો અને ઈન્ડો-પેસિફિક રિજનમાં આકાર લઈ રહેલી પરિસ્થિતિ, આતંકવાદ તેમ જ કટ્ટરવાદને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિ અને ઊભા થયેલા પડકારો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
ઈન્ડો-પૅસિફિક રિજનમાં ભારતને મહત્ત્વના અને વિશ્ર્વસનીય ભાગીદાર લેખાવતા જૉન્સને કહ્યું હતું કે હું ભારતના પ્રવાસે આવવા ઉત્સુક છું અને મારો ભારતપ્રવાસ નવા વર્ષની ઉત્સાહજનક શરૂઆત હશે.
દ્વિપક્ષી સંબંધો માટે મારી ભારત મુલાકાત ચાવીરૂપ હશે, એમ તેમણે કહ્યું હતું.
ગયા વરસે હોદ્દો સંભાળ્યા બાદ જૉન્સનની પ્રથમ મહત્વની દ્વિપક્ષી મુલાકાત અને બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી ખસી ગયા બાદ ભારતની આ પહેલી મુલાકાત હશે.
ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ જૉન્સન પ્રજાસત્તાક દિનની પરેડમાં અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેનાર બીજા બ્રિટિશ નેતા હશે.
અગાઉ વર્ષ ૧૯૯૩માં બ્રિટનના વડા પ્રધાન જૉન મૅજરે પ્રજાસત્તાક દિનની પરેડમાં હાજરી આપી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


