CIA ALERT

બ્રિટનમાં Pfizer ફાઇઝરની કોરોના રસીને મંજૂરી

Share On :
UK approves Pfizer-BioNTech Covid-19 vaccine: Who gets it first? - world  news - Hindustan Times

દુનિયાભરમાં કોરોના વાયરસની આતુરતાથી રાહ જોઈ રહેલા કરોડો લોકો માટે હરખાવાનો સમય આવ્યો છે.બ્રિટને ફાઇઝર-બાયોટેકની કોરોના વેક્સિનના ઉપયોગને મંજૂરી આપી છે જે સાથે આવું કરનાર બ્રિટન દુનિયાનો પહેલો દેશ બન્યો છે. ફાઇઝર-બાયોટેકની કોરોના વેક્સિનનો આવતા સપ્તાહથી બ્રિટનમાં ઉપયોગ શરૂ કરી દેવાશે. બ્રિટિશ સરકારે બ્રિટિશ નિયામક, મેડિસિન એન્ડ હેલ્થ પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીની ભલામણો સ્વીકારતાં વેક્સિનને મંજૂરી આપી છે. રેગ્યુલેટરી એજન્સીના મતે ફાઇઝરની વેક્સિન કોરોના પીડિતો માટે સુરક્ષિત છે.
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈનકેકે ટ્વિટ કરી માહિતી આપી કે રેગ્યુલેટરી એજન્સીએ ઔપચારિક રીતે કોવિડ 19 માટે ફાઇઝર-બાયોટેકની વેક્સિનને માન્ય કરી છે. રેગ્યુલેટરી દેશમાં રસીકરણ માટે તૈયાર છે. તેમણે કહ્યું કે કોરોના વેક્સિનની ચિકિત્સકીય મંજૂરી આપનાર બ્રિટન દુનિયાનો પહેલો દેશ છે.

ફાઇઝરે પ્રતિભાવમાં જણાવ્યું કે બ્રિટનનો આ નિર્ણય કોરોના સામેની લડાઈમાં ઐતિહાસિક પગલું છે. અમે દુનિયાના અન્ય દેશો પાસે પણ આવી જ અપેક્ષા રાખીએ છીએ અને ઉચ્ચ ગુણવત્તાવાળી વેક્સિન ઉપલબ્ધ કરાવવા પર અમારું ફોકસ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :