Twitter એ માગી India પાસે માફી

Share On :
Circle Twitter Logo Photo PNG Transparent Background, Free Download #47460  - FreeIconsPNG

ડૅટા પ્રૉટેક્શન બિલ માટેની સંસદની સંયુક્ત સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ મિનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે લદાખને ચીનનો ભાગ બતાડવા બદલ અમેરિકાસ્થિત ટ્વિટરે સમિતિ સમક્ષ લેખિતમાં માફીનામું રજુ કર્યું છે અને આ મહિનાના અંત સુધીમાં પોતાની ભૂલ સુધારવાનું વચન આપ્યું છે.

આ માફીપત્ર પર અમેરિકાસ્થિત ટ્વિટરની મુખ્ય કંપનીના ચીફ પ્રાઇવસી ઑફિસર ડેમીયન કેરીયને સહી કરી છે. લેખીએ જણાવ્યું હતું કે એમણે પોતાના માફીપત્રમાં જણાવ્યું છે કે ભારતના લોકોની ભાવના દુભવવા બદલ તેઓ દિલગીર છે અને ૩૦મી નવેમ્બર સુધીમાં પોતાની ભૂલ સુધારી લેશે.

લદાખને ચીનનો ભાગ બતાડવા બદલ અમેરિકાસ્થિત ટ્વિટરની મુખ્ય કંપનીના સીઇઓ જેક ડોરસીને મંત્રાલય તરફથી લખવામાં આવેલા પત્રમાં ટ્વિટરને ઠપકારતા જણાવાયું હતું કે આવા કૃત્યને દેશદ્રોહનો ગુનો ગણવામાં આવે છે અને એમની પાસેથી માફી માગતો જવાબ શપથપત્રના રૂપમાં જવાબ તરીકે રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

લદાખ મામલે ભાજપના સાંસદ મિનાક્ષી લેખીની અધ્યક્ષતાવાળી ડૅટા પ્રૉટેક્શન બિલ માટેની સંસદની સંયુક્ત સમિતિ સમક્ષ હાજર થયેલા ટ્વિટર ઇન્ડિયાના પ્રતિનિધિએ માફી માગી હતી, પણ એમને સભ્યોએ જણાવ્યું હતું કે ભારતના સ્વાતંત્ર્ય પર સવાલ કરતો આ ક્રિમિનલ ગુનો છે અને આ મામલે એની માર્કેટિંગ કંપની ટ્વિટર ઇન્ડિયા પાસેથી નહીં, પણ ટ્વિટર ઇન્ક.એ પોતાની ભૂલ શપથપત્ર પર લખીને આપવી પડશે. ભારતનો નકશો અયોગ્ય અને ખોટી રીતે દર્શાવવો એ રાજદ્રોહ છે અને એ માટે સાત વર્ષની સખત કેદની સજાની જોગવાઇ છે.

તાજેતરમાં ૯ નવેમ્બરના રોજ લેહને લદાખને બદલે જમ્મુ અને કાશ્મીરનો હિસ્સો બતાડવા બદલ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે ટ્વિટરને નૉટિસ ફટકારી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :