આજે ધનતેરસ અને ત્રિપુષ્કર યોગ

આજે ધનતેરસથી પાંચ દિવસનો દીપોત્સવ શરૂ થઈ ગયો છે. મંગળવારે દરેક પ્રકારની ખરીદદારી, રોકાણ અને નવી શરૂઆત માટે આખો દિવસ શુભ મુહૂર્ત રહેશે. ત્રિપુષ્કર યોગ બનવાથી ત્રણ ગણો ફાયદો મળવાની શક્યતા છે. ધનતેરસના દિવસે સોના-ચાંદી અને વાસણ ખરીદવાની પણ પરંપરા છે. આ દિવસે સાંજે પ્રદોષકાળમાં ભગવાન ધન્વંતરિ સાથે કુબેર અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્યની કામના સાથે ઘરની બહાર યમરાજ માટે દક્ષિણ દિશામાં એક દીવેટનો દીવો પ્રગટાવવામાં આવે છે.
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે શરદ પૂર્ણિમાએ ચંદ્ર, વાઘ બારસે કામધેનુ ગાય, તેરસના દિવસે ભગવાન ધન્વંતરિ, ચૌદશે માતા કાળી અને અમાસના દિવસે લક્ષ્મી માતા સમુદ્રમાંથી ઉત્પન્ન થયાં હતાં. આસો વદ તેરસના દિવસે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયા હોવાથી ધનતેરસ પર્વ ઊજવવામાં આવે છે. કહેવાય છે કે, સમુદ્ર મંથન સમયે ધન્વંતરિએ સંસારને અમૃક આપ્યું હતું.
ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે. સાથે જ, અનેક રોગથી છુટકારો મેળવી શકાય છે. આ દિવસે મનથી ભગવાનની પૂજા કરવામાં આવે તો આયુર્વેદનો લાભ મળી શકે છે. કહેવાય છે કે, જે વ્યક્તિની રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થઇ ગઇ છે અને દવા અસર કરી શકતી નથી તો તેમણે ધન્વંતરિની વિધિવત પૂજાથી લાભ પ્રાપ્ત કરી શકાય છે.
ધનતેરસના દિવસે ત્રિપુષ્ક યોગ બની રહ્યો છે. એટલે આ શુભ યોગમાં કરવામાં આવતા રોકાણ, ખરીદદારી અને શરૂઆતમાં ત્રણ ફાયદો મળશે. આ યોગ સવારે 6..35 કલાકથી બપોરે લગભગ 12 વાગ્યા સુધી રહેશે. પરંતુ ખરીદી માટે વણજોયું મુહૂર્ત હોવાના કારણે આખો દિવસ શુભ રહેશે. આ દિવસે ચંદ્ર પોતાના જ નક્ષત્રમાં રહેશે અને ગુરુની દૃષ્ટિ તેના ઉપર રહેશે. આ સ્થિતિ પણ સુખ-સમૃદ્ધિ અને શુભફળ આપનારી રહેશે.
સમુદ્ર મંથન સમયે ભગવાન ધન્વંતરિ હાથમાં સોનાનો કળશ લઈને પ્રગટ થયાં હતાં. જેમાં અમૃત હતું. તેમના બીજા હાથમાં ઔષધી હતી અને તેમને આયુર્વેદનું જ્ઞાન હતું. આ કારણે જ આ દિવસે આયુર્વેદના દેવતા ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે.
ધન્વંતરિના હાથમાં સોનાનો કળશ હતો એટલા માટે આ દિવસે વાસણ અને સોવું ખરીદવાની પરંપરા શરૂ થઈ. તે પછી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ચાંદી અને અન્ય ધાતુઓની ખરીદદારી થવા લાગી. ત્યારથી જ પરિવારમાં સમૃદ્ધિ જાળવી રાખવાની કામના સાથે આ દિવસે ચાંદીના સિક્કા, ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિઓ અને ઘરેણાંની ખરીદદારી કરવામાં આવે છે. સાથે જ પીત્તળ, કાંસુ, સ્ટીલ અને તાંબાના વાસણ પણ ખરીદવાની પરંપરા છે.
ધનતેરસના દિવસે પ્રદોષ કાળમાં ભગવાન ધન્વંતરિ સાથે જ લક્ષ્મીજી અને કુબેરની પણ પૂજા કરવી જોઈએ. પ્રદોષ કાળ સાંજે 5.35 થી રાતે 8.10 સુધી રહેશે. આ સમયે યમ માટે દીપદાન કરવાની પરંપરા છે.
સ્કંદ પુરાણ પ્રમાણે, ધનતેરસના દિવસે યમદેવ માટે દીપદાન કરવાથી પરિવારમાં બીમારી આવતી નથી અને અકાળ મૃત્યુનો ભય પણ રહેતો નથી.
સૂર્યાસ્ત પછી યમરાજ માટે દીપદાન માટે લોટનો દીવો બનાવવો. તેમાં સરસિયાનું અથવા તલનું તેલ મિક્સ કરીને ઘરની બહાર દક્ષિણ દિશામાં રાખવો જોઈએ. આવું કરીને યમરાજ પાસે પરિવારના લોકોની લાંબી ઉંમર માટે કામના કરવી જોઈએ.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
