ટીજીબી ખાતે પેન એશિયન ફૂડ ફેસ્ટીવલનો આરંભ
સુરત. સુરતની સ્વાદ પ્રિય જનતા વિવિધ દેશોની ખાણી-પીણી નો ઘરગણે જ જયાફત માણી શકે તે માટે ડૂમ્મસ રોડની ટીજીબી હોટલ સતત અવનવા ફૂડફેસ્ટીવલનું આયોજન કરતી રહે છે. ટીજીબીની જીબારે સ્ટોરન્ટ ખાતે પેન એશિયન ફૂડ ફેસ્ટીવલનો આરંભ થયો છે. જેમાં એશિયાના વિભિન્ન દેશોનીઅલગ-અલગ 22 જેટલી વાનગીઓનો સ્વાદ માણી શકાશે.

ટીજીબીના પ્રકાશ પરમારે જણાવ્યું હતું કે પેન એશિયન ફૂડ ફેસ્ટીવલનો આજથી આરંભ થયો છે જે આગામી એક સપ્તાહ સુધી ચાલશે. ફેસ્ટીવલમાં જાપાનીઝ, ઇન્ડોનેશિયન, મલેશિયા, થાઇલેન્ડ, બર્મા, વિએતનામ સહીતના એશિયન દેશોની વિખ્યાત વાનગીઓ અને સ્ટ્રીટફૂડની 22 જેટલી ડિશેસ પીરસવા આવી રહી છે. એટલું જ નહિ પણ આગંતુકોને જે તે દેશના માહોલની અનુભૂતિ થાય તે માટે રેસ્ટોરન્ટને પણ અલગ-અલગ થીમ મુજબ સજાવવામાં આવી છે.
એશિયાના વિવિધદેશોના વ્યંજનોની જયાફત માણવા સુરતીઓને અવસર
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


