સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને સ્પર્શતા પાવરના પ્રશ્નો હલ કરવાની જવાબદારી મયુર ગોળવાલાના શિરે

SGCCI વીજળી કમિટીના ચેરમેન બન્યા મયુર ગોળવાલા
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની દક્ષિણ ગુજરાત વીજકંપની તેમજ ટોરન્ટ પાવર કંપનીને લગતા કામકાજ માટેની કમિટીના ચેરમેન તરીકે સચિન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના યુવા ઉદ્યોગપતિ મયુરભાઇ ગોળવાલાની વરણી કરવામાં આવી છે.
સુરતના મુખ્ય ઉદ્યોગ ટેક્સટાઇલમાં ખાસ કરીને પ્રોડકશન સેક્ટરમાં વીજ કંપનીઓને લગતા અને પ્રશ્નો છાશવારે ઉપસ્થિત થાય છે. નવા જોડાણો, મીટર, મીટર રિડિંગ, ફોલ્ટ રિપેરિંગ વગેરે પ્રશ્નોથી સુરતના વિવર્સ, પ્રોસેસર્સ સમેતના ઉદ્યોગકારો વાજ આવી ગયા છે. આવી સ્થિતિમાં ઇલેક્ટ્રીસિટીના લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ઘણા વર્ષોથી સતત સંઘર્ષ કરતા આવેલા મયુરભાઇ ગોળવાલાની નિમણૂંક ચેમ્બર ઓફ કોમર્સે પોતાની વીજકંપનીઓ માટેની ખાસ કમિટીના ચેરમેન તરીકે કરી છે.
સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં કાર્યરત મયુરભાઇ ગોળવાલાની સિદ્ધિ એ છે કે સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના વિશાળ વિસ્તારમાં વીજ સમસ્યાના કાયમી નિરાકરણ માટે અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગના પ્રોજેક્ટમાં રૂ.47 કરોડની પ્રોજેક્ટ કોસ્ટ પૈકી રૂ.25 કરોડની માતબર રકમની ગ્રાન્ટ સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી માટે મંજૂર કરાવી લાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. તેમના આ પ્રયાસોને કારણે સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઝીરો ટ્રીપિંગ પાવર ઉપલબ્ધ બની શકશે.
આ ઉપરાંત સુરતના ટેકસ્ટાઇલ ઉદ્યોગકારોને વીજળીના પોષણક્ષમ રેટ મળે તે માટે મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, હૈદરાબાદ વગેરે રાજ્યોના વીજદરોનો ઘનિષ્ઠ સરવે પણ તેમણે કરીને સરકારમાં ધારદાર રજૂઆતો કરી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
