CIA ALERT

Test Cricket : ભારતનો ઈંગ્લૅન્ડ સામે ઐતિહાસિક વિજય

Share On :

ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેની ચોથી ટૅસ્ટમાં ભારતનો ૧૫૭ રનથી વિજય થયો હતો. ભારતે ઓવલ મેદાન પર પચાસ વર્ષ પછી વિજય મેળવ્યો છે.

ફાસ્ટબૉલર જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાએ ઈંગ્લૅન્ડની ટીમના મધ્યમક્રમના બૅટ્સમેનોને પેવેલિયનભેગા કરીને ભારતનો વિજય નિશ્ર્ચિત કરી લીધો હતો. બીજી ઈનિગ્સમાં ૧૨૭ રન કરનારા રોહિત શર્માને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો. ૩૬૮ રનના વિજયી લક્ષ્યાંકને પાર પાડવા ઊતરેલી ઈંગ્લૅન્ડની ટીમ ૯૨.૨ ઑવરમાં ૨૧૦ રન બનાવીને પૅવેલિયનભેગી થઈ જતા ભારતનો ૧૫૭ રનથી વિજય થયો હતો.

ઈંગ્લૅન્ડની ટીમના બે વિકેટે ૧૩૨ રન થયા હતા અને મૅચનું પલડું કઈ બાજુએ નમશે તે કળી 
શકાતું નહોતું. જોકે, ત્યાર બાદ બુમરાહ અને જાડેજાની બૉલિંગ સામે ઘૂંટણ ટેકવી દીધા હતા અને માત્ર ૬૨ રનમાં વધુ છ વિકેટ ગુમાવી દીધી હતી. બુમરાહે ઑલી પૉપે (બે રન) અને જૉની બૅરિસ્ટો (શૂન્ય રન)ની વિકેટ તો જાડેજાએ હાસિબ હમીદ (૬૩ રન) અને મોઈન અલી (શૂન્ય રન)ની વિકેટ ઝડપી હતી. શાર્દૂલ ઠાકુરે જૉ રૂટ (૩૬ રન)ની ચાવીરૂપ વિકેટ ઝડપી હતી. 
ઉમેશ યાદવે ક્રિસ વૉક્સ (૧૮ રન), ક્રૅગ ઑવરટન (૧૦ રન) અને જૅમ્સ ઍન્ડરસન (બે રન)ની વિકેટ ઝડપી હતી. 

ચાના સમયે ઈંગ્લૅન્ડની ટીમ ૮૪.૧ ઑવરમાં આઠ વિકેટે ૧૯૩ રન બનાવી ઝઝૂમી રહી હતી. 
ભારત વતી ઉમેશ યાદવે ૬૦ રનમાં ત્રણ, બુમરાહ ૨૭ રનમાં બે, રવીન્દ્ર જાડેજા ૫૦ રનમાં બે અને શાર્દૂલ ઠાકુરે બાવીસ રનમાં બે વિકેટ ઝડપી હતી. 

ઈંગ્લૅન્ડ વતી બર્ન્સ (૫૦ રન), હાસિબ હમીદ (૬૩ રન), ડૅવિડ માલન (પાંચ રન), જૉ રૂટ (૩૬ રન), ઑલી પૉપે (બે રન), જૉની બૅરિસ્ટો (શૂન્ય રન), મોઈન અલી (શૂન્ય રન), વૉક્સ (૧૮ રન), ક્રૅગ ઑવરટન (૧૦ રન), ઑલી રૉબિન્સન (અણનમ ૧૦ રન) અને જૅમ્સ ઍન્ડરસને બે રન બનાવ્યા હતા. 

ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેની પાંચમી અને અંતિમ ટૅસ્ટ માન્ચેસ્ટર ખાતે ૧૦ સપ્ટેમ્બરે શરૂ થશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :