CIA ALERT

UGC Archives - CIA Live

April 10, 2022
cia_edu-1280x925.jpg
1min587

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના તાજેતરના નિર્દેશો મુજબ, જે વિદ્યાર્થીઓ ચાર વર્ષની (ઓનર્સ) ગ્રેજ્યુએટ  ડિગ્રી પૂર્ણ કરે છે તેઓ તેમના ઇચ્છિત પસંદગીના કોર્સમાં પીએચડી (ડોક્ટરેટ) ડિગ્રી મેળવવા માટે સીધી અરજી કરી શકશે. આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓને સંશોધન ઇકોસિસ્ટમમાં પ્રવેશવામાં બે વર્ષ જેટલો અમૂલ્ય સમય બચશે. ઓછા સમય તેઓ શિક્ષણ જગતની સર્વોચ્ચ પદવી પ્રાપ્ત કરી શકશે. અગાઉની સિસ્ટમ મુજબ, વિદ્યાર્થીઓએ પીએચડી કરતા પહેલા પીજી પૂર્ણ કરવા માટે બે વર્ષ ફાળવવા પડતા હતા. દિલ્હી યુનિવર્સિટી અને જેએનયુ જેવી કેન્દ્રીય યુનિવર્સિટીઓએ ભૂતકાળમાં એમફિલની ડિગ્રી રદ કરી છે.

આરપી તિવારી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ પંજાબના વાઇસ ચાન્સેલર કહે છે, “ઓનર્સ ડિગ્રી એટલે કે ચાર વર્ષના ગ્રેજ્યુએશન પછી પીએચડી કરી શકાય એ સંદર્ભના યુજીસીના આ નિર્ણયથી ઉચ્ચ શિક્ષણ ઇકો સિસ્ટમમાં ફરજિયાત વિતાવવા પડતા વર્ષોની સંખ્યામાં ઘટાડો થશે. પીએચડી પૂર્ણ કરવા માટેનો લઘુત્તમ સમયગાળો પણ ત્રણથી ઘટાડીને બે વર્ષ કરવામાં આવ્યો છે. જો કે, પીએચડી પૂર્ણ કરવા માટે મહત્તમ વર્ષ છ વર્ષ તરીકે યથાવત છે.

અગાઉના નીતિ નિયમો મુજબ વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષની સ્નાતકની ડિગ્રીનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કરવો પડતો એ પછી બે વર્ષની પીજી ડિગ્રી પાસ કરવી પડતી અને તે પછી જ તેઓ ડોક્ટરેટ ડિગ્રી મેળવવા માટે લાયક બનતા હતા. NEP 2020માં હિમાયત કરવામાં આવી છે કે ચાર વર્ષની સ્નાતકની ડિગ્રી ધરાવતા સ્નાતકોને પીએચડી પ્રોગ્રામ માટે સીધી અરજી કરવાની મંજૂરી આપવામાં આવે.

“વિદ્યાર્થીઓ ચાર વર્ષમાં UG ડિગ્રી મેળવશે તે જ્ઞાનનું પ્રમાણ આવશ્યક છે કારણ કે તે એક મજબૂત શૈક્ષણિક પાયો નાખશે. આનાથી વિદ્યાર્થીઓને ફાયદો થશે જ્યારે તેઓ ચાર વર્ષ પછી પીએચડી કરશે. સ્નાતકની ડિગ્રીનું ચોથું વર્ષ મુખ્યત્વે સંશોધન ક્ષેત્રને સમર્પિત છે, જે UG સ્તરે જ વિદ્યાર્થીઓને સંશોધનનું એક્સપોઝર આપશે. જો કે, વિદ્યાર્થીઓના એક વર્ગને લાગે છે કે તેઓને તેમની ચાર વર્ષની UG ડિગ્રીમાં સંશોધન ડોમેન માટે જરૂરી એક્સપોઝર મળ્યું નથી, તેમને PGમાં એક વર્ષ આગળ વધવાની અને પછી PhD પ્રોગ્રામમાં જોડાવાની છૂટ હોવી જોઈએ,” એમ આર.પી. તિવારી સમજાવે છે.

આ સિસ્ટમ વિવિધ શીખનારાઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સ્થાપિત સિસ્ટમ હોવી જોઈએ. આ નિર્ણયને લીધે, PG કોર્સમાં નોંધણી ઘટશે, પરંતુ તે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) પર અસર કરશે નહીં,” તિવારી વધુમાં ઉમેરે છે.

અનિલ જોસેફ પિન્ટો, રજિસ્ટ્રાર, ક્રાઇસ્ટ યુનિવર્સિટી, બેંગ્લોર, કહે છે, “UGC દ્વારા લેવાયેલો નિર્ણય વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક રહેશે, જેઓ તેમના 20 ના દાયકાની શરૂઆતમાં સંશોધનમાં સક્રિયપણે નોંધણી કરાવી શકે છે. સંશોધન ઇકોસિસ્ટમમાં વહેલા પ્રવેશવાથી, વિદ્યાર્થીઓને વધુ સારી પાયો મળશે.” જો કે, હવે મૂળભૂત અને સામાજિક વિજ્ઞાનના મોટાભાગના માસ્ટર પ્રોગ્રામ્સમાં નોંધણીમાં ઘટાડો જોવા મળશે. પિન્ટો ઉમેરે છે કે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓમાં આ પ્રકારની સિસ્ટમ અનુસરવામાં આવે છે.