CIA ALERT

UG NEET Archives - CIA Live

July 22, 2024
neet-ug-scam.png
1min146

આ છોકરીએ 11 માં અને 12 માં ધોરણ માટે કોચિંગ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તે માત્ર ડમી સ્ટુડન્ટ તરીકે જ સ્કૂલમાં રજીસ્ટર થઈ હતી

Image
Image

દેશભરમાં NEET UG પરીક્ષાના પેપર લીક અને તેમાં થયેલા ઘોટાળાને (NEET UG Exam) લઈને વિવાદ શરૂ થયો છે. આટલી મહત્ત્વની પરીક્ષાના પેપર લીક થતાં અનેક વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા લેવાની માગણી કરી છે તો અનેક વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા સામે વિરોધ દર્શાવ્યો છે. પેપર લીક મામલે સીબીઆઇએ તપાસ હાથ ધરી છે અને અનેક લોકોની ધરપકડ પણ કરી છે. આ બધા વચ્ચે ગુજરાતથી NEET UG એવો મામલો સામે આવ્યો છે જેને લઈને આ પરીક્ષા બાબતે ફરી પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતના એક વિદ્યાર્થીનીએ એવું અદ્ભુત કામ કર્યું છે જે દેશના તમામ વિદ્યાર્થીઓ માટે એક ઉદાહરણ બની ગયું છે. ગુજરાતમાં એક વિદ્યાર્થીનીએ NEET UG પરીક્ષામાં 720માંથી 705 માકર્સ મેળવ્યા છે. આ અંગે ચોંકાવનારી વાત એ છે કે આ વિદ્યાર્થીની 12 માં ધોરણમાં (NEET UG Exam) નાપાસ થઈ હતી. શનિવારે NEET UG પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. મળેલી માહિતી મુજબ આ પરાક્રમ અમદાવાદની એક વિદ્યાર્થીનીએ કર્યું છે. 12 માં ધોરણ અને NEET UG ની પરીક્ષા આપનાર આ વિદ્યાર્થીનીની માર્કશીટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં બંને માર્કશીટ વચ્ચે આટલો તફાવત જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે, આ માર્કશીટ ગુજરાતના એક જ વિદ્યાર્થીનીની જ છે કે નહીં તે બાબતે કોઈપણ માહિતીનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

આ વિદ્યાર્થીનીની 12 માં ધોરણની માર્કશીટ મુજબ તેને ફિઝિક્સમાં 21 તો કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં (NEET UG Exam) અનુક્રમે 31 અને 39 માકર્સ મળ્યા હતા તેમ જ અંગ્રેજીમાં તેને માત્ર 59 માકર્સ મળ્યા હતા. જેથી તેને કુલ 700 માકર્સમાંથી 352 માકર્સ મળ્યા હતા. રિપોર્ટ અનુસાર, સ્કૂલે તેના ખરાબ પ્રદર્શન વિશે વાત કરવા માટે તેના માતાપિતાને પણ બોલાવ્યા હતા. તેના કોચિંગ સેન્ટરે જણાવ્યું કે તે 12માં ધોરણમાં ભણતી હતી ત્યારે તેણે બે વાર ભણવાનું છોડી દીધું હતું. અહેવાલો અનુસાર, છોકરીએ 11 માં અને 12 માં ધોરણ માટે કોચિંગ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તે માત્ર ડમી સ્ટુડન્ટ તરીકે જ સ્કૂલમાં રજીસ્ટર થઈ હતી.

દરમિયાન, શનિવારે NEET UG પરીક્ષાના પરિણામ જોઈને શાળા પ્રશાસન પણ આશ્ચર્યચકિત થઈ (NEET UG Exam) ગયું હતું. ધોરણ 12માં નાપાસ થયેલી છોકરીએ NEET UG પરીક્ષામાં 720 માંથી 705 માકર્સ મેળવ્યા, જેનાથી તેને ગુજરાતની ટોચની વિદ્યાર્થી બની ગઈ છે. તેણે NEET પરીક્ષામાં ફિઝિક્સમાં 99.1 ટકા માકર્સ મેળવ્યા હતા. આ ઉપરાંત તેણે કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં 99.1 ટકા મેળવ્યા છે અને તેની કુલ ટકાવારી 99.8 ટકા થઈ ગઈ છે જેથી બધા ચોંકી ગયા છે.

April 20, 2023
neet-UG.jpg
1min764

Jayesh Brahmbhatt 98253 44944

આ વર્ષે મેડીકલ, પેરામેડીકલમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (NEET-UG 2023) પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યાએ 20 લાખનો આંકડો પાર કર્યો છે. નીટ યુજી આપનારા વિદ્યાર્થીઓની આ વિક્રમી સંખ્યા છે. સમગ્ર ભારતમાં લગભગ MBBS/BDSની 1 લાખ 40 હજાર જેટલી બેઠકો માટે આ વર્ષે રેકોર્ડ 20 લાખ 87 હજારથી વધુ અરજીઓ મળી છે. મહત્વની વાત એ છે કે 11 લાખ 80 હજારથી વધુ મહિલા ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ વર્ષે મહિલા ઉમેદવારોની સંખ્યા ગયા વર્ષ કરતા 2 લાખ વધુ છે અને આ વર્ષે પુરૂષ ઉમેદવારો કરતાં પણ 2.8 લાખ વધુ છે.

આ વર્ષે 2023માં NEET-UG પરીક્ષા તા. 7 મે એ લેવાનાર છે.

નીટ યુજી 2023ના રજીસ્ટ્રેશન ડેટા અનુસાર, મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ માટે 20,87,445 ઉમેદવારોએ નોંધણી કરાવી છે, જે ગયા વર્ષે નોંધાયેલા ઉમેદવારોની સરખામણીમાં આ વર્ષે 2023માં 2.57 લાખ ઉમેદવારો વધુ નોંધાયા છે.

ભારતના રાજ્યોમાં સૌથી વધુ 2.77 લાખ ઉમેદવારો મહારાષ્ટ્રમાંથી પરીક્ષા આપશે, ત્યારબાદ ઉત્તર પ્રદેશ 2.73 લાખ એ નીટ યુજી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રાજસ્થાન, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ (ઉમેદવારોની સંખ્યાના ઉતરતા ક્રમમાં) – સાત રાજ્યો છે જેમાં પ્રત્યેક એક લાખથી વધુ નોંધણી છે.

2023ની પરીક્ષા માટે કુલ 11,84,502 મહિલા ઉમેદવારોએ નોંધણી સામે પુરુષ ઉમેદવારોની સંખ્યા 9,02,930 છે. કેટેગરી મુજબ ઓબીસીમાં 8.9 લાખ સાથે અનામત કેટેગરીમાં સૌથી વધુ ઉમેદવારો છે અને ત્યારબાદ 3 લાખથી વધુ ઉમેદવારો સાથે અનુ. EWS કેટેગરીના 1.5 લાખ અને ST કેટેગરીના 1.3 લાખ ઉમેદવારો છે. 6 લાખથી વધુ ઉમેદવારો જનરલ કેટેગરીમાં છે.

NEET-UG પરીક્ષાના સ્કોરથી બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી (MBBS), બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS), બેચલર ઓફ આયુર્વેદ, મેડિસિન અને સર્જરી (BAMS), બેચલર ઓફ સિદ્ધ મેડિસિન એન્ડ સર્જરી (BSMS), બેચલર ઓફ યુનાની મેડિસિન એન્ડ સર્જરી (BUMS), અને બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી (BHMS) અને BSc (H) નર્સિંગ અભ્યાસક્રમો માં પ્રવેશ આપવામાં આવે છે.