આજે તા.29મી ડિસેમ્બર 2022ની વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા મોદીનું 100 વર્ષની વયે અવસાન અમદાવાદની હોસ્પિટલમાં થયું છે. અગાઉ ચાલુ સપ્તાહે તેમની તબિયત લથડતાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે,
શાનદાર સદીનું ઈશ્વરના ચરણોમાં વિરામ… માતામાં હંમેશામાં ત્રિમુર્તિની અનુભૂતિ કરી છે.
માતાના નિધનના ખબર મળતા જ પીએમ મોદી પણ તરત દિલ્હીથી ગાંધીનગરના રાયસણ પહોંચ્યા હતા. તેમણે અંતિમ યાત્રા કરી રહેલા માતા હીરાબાની અર્થીને કાંધ આપી હતી.
ગાંધીનગરના સેક્ટર 30માં આવેલા સ્મશાનગૃહમાં હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમયે ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, “શ્રીમતી હીરાબા મોદીનું 30/12/2022ના રોજ સવારે 3.30 વાગ્યે (વહેલી સવારે) યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.’ બીજી તરફ, હીરાબાના નિધન બાદ મોદી પરિવારમાં ભારે શોક જોવા મળી રહ્યો છે.
