CIA ALERT

PM Modi at Mahakumbh Archives - CIA Live

February 5, 2025
CiA_Live_Mahakumbh.jpg
1min101

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તા.5 ફેબ્રુઆરીએ 2025ની સવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પહોંચ્યા અને ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું. પી.એમ. મોદીની આ મુલાકાતમાંથી રાજકારણીઓ અને બ્યુરોક્રેટ્સએ એ બોધપાઠ લેવો જોઇએ કે સામાન્ય લોકોને, ભીડને ડિસ્ટર્બ કર્યા વગર પી.એમ. મોદી પ્રયાગરાજ પહોંચ્યા અને તેમણે કુંભમાં ડુબકી લગાવી રહેલા સામાન્ય લોકોને ખલેલ ન પહોંચે તે રીતે કુંભમાં ડુબકી લગાવી હતી.

આ અવસરે તેમણે મહાકુંભમાં પવિત્ર સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. આ દરમિાયન તેઓ માતા ગંગાની પૂજા અર્ચના કરી. તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડુબકી લગાવી ત્યારે તેમણે ભગવા રંગના વસ્ત્રો પહેર્યા હતા. તેમના ગળા અને હાથમાં રુદ્રાક્ષની માળા પણ જોવા મળી. તેમણે મંત્રોચ્ચાર સાથે સંગમમાં ડુબકી લગાવી હતી.

આ અગાઉ પીએમ મોદીનું વિમાન જ્યારે ઉત્તર પ્રદેશના બમરૌલી એરપોર્ટ પહોંચ્યું હતું. એ સમયે તેમને આવકારવા માટે રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના બંને નાયબ મુખ્યમંત્રીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી હેલિકોપ્ટરથી પીએમ મોદી ડીપીએસના હેલિપેડ પહોંચ્યા હતા. અહીંથી તેમનો કાફલો અરૈલના વીઆઈપી ઘાટ પહોંચ્યો હતો. જ્યાંથી તેઓ બોટ દ્વારા સંગમ પહોંચ્યા હતા.

અત્રે જણાવવાનું કે મહાકુંભમાં અત્યાર સુધીમાં 38.29 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી. જ્યાં તેમણે પવિત્ર સંગમ સ્થાન ખાતે સ્નાન કર્યા બાદ આસ્થાની ડૂબકી લગાવી હતી. તેમની સાથે આ સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા.

પીએમ મોદીના પ્રયાગરાજ પ્રવાસને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. માહિતી અનુસાર પીએમ મોદીની સાથે બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત પ્રદેશ સરકારના ઘણા વરિષ્ઠ મંત્રી પણ હાજર છે.

13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધી 14 કરોડથી વધુ શ્રદ્ધાળુ પવિત્ર ડુબકી લગાવી ચૂક્યા છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ, યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત તમામ મોટા નામ પણ સામેલ છે. આ સિવાય ઘણા દેશોના પ્રતિનિધિ પણ મહાકુંભમાં ડુબકી લગાવી ચૂક્યા છે.