NEET UG 2025 Archives - CIA Live

February 9, 2025
neet-ug-25.png
2min234

NEET UG ટાઈ-બ્રેકિંગ માપદંડ

નીટ યુજી 2025ની પરીક્ષાથી ટાઈ-બ્રેકિંગ માપદંડોમાં NEET UG અરજી નંબર અને ઉંમર કે જન્મતારીખના માપદંડોને રિમુવ કરવામાં આવ્યા છે. NTA NEET UG 2025 માહિતી પુસ્તિકા અનુસાર, જો બે કે તેથી વધુ ઉમેદવારો NEET UG 2025 માં સમાન ગુણ અથવા પર્સેન્ટાઈલ સ્કોર મેળવે છે, તો ઇન્ટર-સે-મેરિટ નીચે મુજબ નક્કી કરવામાં આવશે:

  • a. પરીક્ષામાં જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર) માં ઉચ્ચ ગુણ અથવા પર્સેન્ટાઈલ સ્કોર મેળવનાર ઉમેદવાર, ત્યારબાદ
  • b. પરીક્ષામાં રસાયણશાસ્ત્રમાં ઉચ્ચ ગુણ અથવા પર્સેન્ટાઈલ સ્કોર મેળવનાર ઉમેદવાર, ત્યારબાદ,
  • c. પરીક્ષામાં ભૌતિકશાસ્ત્રમાં ઉચ્ચ ગુણ અથવા પર્સેન્ટાઈલ સ્કોર મેળવનાર ઉમેદવાર, ત્યારબાદ,
  • d. પરીક્ષામાં બધા વિષયો બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં ખોટા જવાબો અને સાચા જવાબોની સરખામણી કરવામાં આવશે, સાચા વધુ સાચા જવાબ લખનારને પ્રાયોરિટીમાં ગણવામાં આવશે
  • e. પરીક્ષામાં જીવવિજ્ઞાન (વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર) માં ખોટા જવાબો અને સાચા જવાબોના પ્રયાસોની સંખ્યાના ઓછા પ્રમાણ ધરાવતો ઉમેદવાર, ત્યારબાદ
  • f. રસાયણશાસ્ત્રમાં ખોટા જવાબો અને સાચા જવાબોના પ્રયાસોનું પ્રમાણ ઓછું ધરાવતો ઉમેદવાર, ત્યારબાદ
  • g. ભૌતિકશાસ્ત્રમાં ખોટા જવાબો અને સાચા જવાબોના પ્રયાસોનું પ્રમાણ ઓછું ધરાવતો ઉમેદવાર, ત્યારબાદ
    h. જો, a-g માપદંડ પૂર્ણ થઈ ગયા હોય અને ટાઈ હજુ પણ ચાલુ રહે, તો સ્વતંત્ર નિષ્ણાત સમિતિના માર્ગદર્શન હેઠળ રેન્ડમ પ્રક્રિયા દ્વારા તેનું નિરાકરણ લાવવામાં આવશે.

નીટ યુજી 2025થી કોઇ વિકલ્પ નહીં અને કોઇ વધારાનો સમય નહીં મળે

NTA એ NEET UG 2025 ના વિભાગ B માં વૈકલ્પિક પ્રશ્નો આપવાનું બંધ કર્યું છે. 4 મે 2025ના રોજ NEET UG આપનારા ઉમેદવારોને કોઈ વૈકલ્પિક પ્રશ્નો મળશે નહીં. વૈકલ્પિક પ્રશ્નો કોવિડ સમયગાળા દરમિયાન આપવામાં આવતા હતા અને વધારાનો સમય પણ આપવામાં આવતો હતો. પણ આ વર્ષથી હવે નીટ યુજી પરીક્ષા પ્રી-COVID ફોર્મેટમાં પાછી ફરશે. વૈકલ્પિક વિભાગ કોવિડ રોગચાળા દરમિયાન ઉભા થયેલા પડકારોને સમાવવા માટે કામચલાઉ પગલા તરીકે રજૂ કરવામાં આવ્યો હતો અને 2024 સુધી વ્યવહારમાં છે. NEET UG 2025 ના પેપરમાં હવે 180 ફરજિયાત પ્રશ્નો હશે – ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં 45-45 પ્રશ્નો અને જીવવિજ્ઞાનમાં 90 પ્રશ્નો, એમ તમામ પ્રશ્નો વિદ્યાર્થીઓએ એટેન્ડ કરવાના રહેશે.

પરીક્ષાનો સમય અને રિપોર્ટિંગ સમય

NEET UG 2025 પરીક્ષા કેન્દ્ર પરીક્ષા શરૂ થવાના ત્રણ કલાક પહેલા ખુલશે. બપોરે 1.30 વાગ્યા પછી કોઈપણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પરીક્ષાઓ બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી લેવામાં આવશે.