Jayesh Brahmbhatt 98253 44944
હાલમાં ધો.12 સાયન્સ બાયોલોજી ગ્રુપની પરીક્ષા આપી ચૂકેલા ઘણાં વિદ્યાર્થીઓ મેડીકલ-પેરામેડીકલની એન્ટ્રન્સ એક્ઝામ, નીટ-2022ના ફોર્મ ભરી શક્તા નથી. અનેક વિદ્યાર્થીઓ અને તેમના પેરેન્ટસના ટેલિફોનિક ફોન શિક્ષણ સર્વદાને મળ્યા, તેમના ફોર્મ કેમ નથી ભરી શકાતા તેનું કારણ તેમને જાણવા મળ્યું નહીં. આથી તેમને સ્પષ્ટીકરણ મેળવી આપ્યું કે જે વિદ્યાર્થીઓની ઉંમર 31-12-2022 સુધીમાં 17 વર્ષ કે તેથી ઉપર હશે તેમને જ આ વર્ષે નીટ પરીક્ષામાં બેસવા દેવાશે અને તેમને જ મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ આપવામાં આવશે.
ટૂંકમાં કહીએ તો જે વિદ્યાર્થીઓની જન્મ તારીખ 31-12-2005 કે એ પહેલાની છે તેઓ જ નીટ કે મેડીકલમાં પ્રવેશ માટે લાયકાત પાત્ર છે. જેમની જન્મતારીખ 31-12-2005 પછીની છે તેઓ નીટના ફોર્મ જ ભરી શકશે નહીં, એટલે સ્વાભાવિક છે કે તેમને મેડીકલ ડેન્ટલમાં પ્રવેશ મળી શકશે નહીં. આવા વિદ્યાર્થીઓ એક વર્ષ પછી પ્રવેશપાત્ર બની શકશે.
મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લઘુત્તમ વય 17 વર્ષની ઉંમર હોવી જરૂરી, ઉપલી વય મર્યાદા હટાવી લેવામાં આવી છે, હવે 17 વર્ષની વય ધરાવતા હોય અને નીટ ક્લીયર કરી હોય તેવા કોઇપણ વયના વ્યક્તિઓ નીટ આપી શકે છે અને મેડીકલમાં અભ્યાસ કરી શકે છે

For One to one career counseling
