CIA ALERT

kiss of Odisha Archives - CIA Live

September 10, 2022
cia_edu-1280x925.jpg
1min415

ભુવનેશ્વર

કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થા (KISS)ને યૂનેસ્કો અંતરરાષ્ટ્રીય સાક્ષરતા પુરસ્કાર 2022માં સર્વોચ્ચ વૈશ્વિક માન્યતાથી સન્માનિત કરાઈ છે. આ પુરસ્કારમાં 20 હજાર અમેરિકી ડોલર, એક ચંદ્રક અને એક પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. 8 સપ્ટેમ્બર 2022ના રોજ કોટે ડી આઈવરમાં યૂનેસ્કો દ્વારા આયોજીત એક વૈશ્વિક પુરસ્કાર સમારોહમાં એનાયત કરાયો. રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશથી એક જમીની સ્તર સંગઠન તરીકે KISSને ભારતમાંથી આ પ્રકારની પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરના પાંચમી સંસ્થા છે. જ્યારે આ અંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનારી ઓડિશાની પહેલી અને એકમાત્ર સંસ્થા છે. આ ભારતીય બિન સરકારી સંસ્થામાં પુરસ્કાર પ્રાપ્ત કરનાર ત્રીજી સંસ્થા છે.

કોઈ આદિવાસી આધારિત સંસ્થાને આ સન્માન મળ્યું હોય એવી દેશની આ પહેલી સંસ્થા છે. જે ભારત માટે ગૌરવની વાત છે. KISS માટે યૂનેસ્કો પુરસ્કારની જાહેરાત KISSના સંસ્થાપક ડૉ. અચ્યુત સામંતે KISS પરિસરમાં આયોજીત અંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસના અવસરની ઉજવણી દરમિયાન કરી હતી. આ જાહેરાતને 30 હજાર KISS વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સવ તરીકે ઉજવવામાં આવી. KISS સંપૂર્ણપણે નિઃશૂલ્ક આવાસીય શિક્ષણ સંસ્થા છે. જેની સ્થાપના પ્રસિદ્ધ શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર્તા ડૉ.અચ્યુત સામંતે કરી હતી.

KISSમાં અભ્યાસ કરતા 30 હજાર વિદ્યાર્થીઓ અને 40 હજાર પૂર્વ વિદ્યાર્થીઓ મળી કુલ 70 હજાર વિદ્યાર્થીઓ માટે KISS વ્યાપક વિકાસ, વ્યાવસાયિક અને રમત ક્ષેત્રે કુશળ બનવાનું માધ્યમ પ્રદાન કરે છે.. 1993માં 15 વિદ્યાર્થીઓ સાથે સ્થાપિત આ સંસ્થા આજે આદિવાસી બાળકો માટે દુનિયાની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા બની ગઈ છે. KISSનો સંયુક્ત રાષ્ટ્રની વિભિન્ન શાખાઓ અને અંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સહયોગ છે. આ 2015થી ECOSOC સાથે વિશેષ પરામર્શની સ્થિતિમાં રહ્યું છે. જે જનજાતીય સશક્તિકરણ અને શિક્ષણમાં પોતાની પહેલ માટે સંયુક્ત રાષ્ટ્રના જન સૂચના વિભાગ સાથે સંકળાયેલા હોવા ઉપરાંત અગણ્ય પ્રશંસા અને પુરસ્કારોથી સન્માનિત થઈ ચૂકી છે. KISS કલિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (KIIT)ની એક ઘટક સંસ્થા છે. જે ડૉ.અચ્યુત સામંત દ્વારા સ્થાપિત ટેકનોલોજી યુનિવર્સિટી છે.