CIA ALERT
29. March 2024

kiran hospital Archives - CIA Live

September 25, 2023
WhatsApp-Image-2023-09-24-at-17.55.43.jpeg
1min147

સુરતના કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલ દ્વારા 7 મહિના અગાઉ પીડીયાટ્રીક કાર્ડિયાક વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. 7 મહિનાના સમયમાં જ નવજાત બાળકોના અખરોટ જેટલા કદના હ્રદયની 125 જેટલી ક્રિટીકલ હાર્ટ સર્જરી કરીને બાળકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે.

ઓપરેશન પૂર્વે, ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી નવજાત દર્દીની સારવારમાં જીવ રેડીને કામ કરનાર કિરણ હોસ્પિટલની ટીમમાં ડો. વિશાલ અગ્રવાલ, ડો.સ્નેહલ પટેલ, ડો.વિકેશ રેવડીવાલા, ડો.પવન માંડવીયા, ડો. રાહુલ સાવલિયા સહિતના સ્ટાફે સાત મહિનામાં જ સવાસો જેટલા બાળકોના જીવ બચાવીને તેમના પરિવારને હર્યોભર્યો કર્યો છે.

કિરણ હોસ્પિટલના પીડીયાટ્રીક કાર્ડિયાક વિભાગના સર્જન ડો.વિશાલ અગ્રવાલ અને ડો.સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે હાલના સમયમાં જન્મ લેતા દર 100 બાળકે 1 બાળકના હ્રદયમાં ખામી હોય છે જેને આર્ટિરિઅલ સ્વીચ ઓપરેશન્સ કરીને દૂર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે એક ઓપરેશન એટલું જટીલ હતું કે બાળક ફક્ત એક જ દિવસનું હતું અને તેના હ્રદયમાં ખામી હોવાનું  નિદાન થયું. 1 દિવસના બાળકની ઓપન હાર્ટ સર્જરી કરવી અત્યંત જટીલ અને ક્રિટિકલ રહેતી હોય છે. આથી એ બાળકની સર્જરી 5માં દિવસે કરવામાં આવી હતી અને એ સર્જરી સફળ રહી હતી. આ બાળકની ધમનીની અદલાબદલીનું ઓપરેશન કરવામાં આવ્યું છે. એ બાળકે જન્મ લીધો ત્યારે તેની ધમનીમાંથી અશુદ્ધ લોહી હ્રદયમાં જઇ રહ્યું હતું, આથી સમય નીકળતા બાળકની જીદંગી સામે જોખમ ઉભું જ હતું, જે સર્જરી પાંચમા દિવસે જ સફળતાપૂર્વક દૂર કરીને તેની ધમનીની અદલાબદલી કરવામાં આવી હતી.

ડો. સ્નેહલ પટેલ અને ડો. વિશાલ અગ્રવાલે જણાવ્યું કે અનેક બાળકોના માતાપિતા આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા હતા આથી તેમની મોટા ભાગની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવ્યો છે. વધુમાં નવજાત બાળકોમાં હ્દયની જુદી જુદી બિમારીઓ તેની માતા અથવા તો તબીબો જ જાણી શકે છે. મોટા ભાગના કિસ્સામાં બાળકને વારંવાર શરદી ખાંસી થતી હોય, બાળકને વારેઘડીયે ન્યુમોનિયા થતો હોય, બાળક ભૂરું પડી રહ્યું હોય, થાકી જતું હોય તેવા લક્ષણોથી પણ હાર્ટ ડિસિઝ જાણી શકાય છે.

August 21, 2023
WhatsApp-Image-2023-08-20-at-20.30.50.jpeg
4min225

“વર્લ્ડ સીનીયર સીટીઝન ડે” ની પૂર્વ સંધ્યાએ કિરણ હોસ્પિટલ દ્વારા ભારત વડીલ વંદના કાર્યક્રમ

“કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન કેલ્થ કેર” યોજનામાં સુરતમાં રહેતા ૨૬ રાજયના ૧૫ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા

કિરણ હોસ્પિટલ દ્વારા “સીનીયર સીટીઝનો” માટે એક અનોખી યોજના બનાવવામાં આવી છે તે યોજના થકી સીનીયર સીટીઝનો ને હોસ્પિટલમાં તેમજ ઘર બેઠા આરોગ્ય સારવાર આપવા માટેની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ યોજનાનો પ્રારંભ માનનીય આરોગ્યમંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલના વરદ હસ્તે રવિવાર તા.20મી ઓગસ્ટે સુરતના સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ કન્વેન્સન સેન્ટર ખાતે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજીને કરવામાં આવ્યો હતો.

“કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન કેલ્થ કેર” યોજનામાં સુરતમાં રહેતા ૨૬ રાજયના ૧૫ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા છે.

આરોગ્યમંત્રી રૂષિકેશભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો.

સુરતમાં રહેતા ૨૬ રાજયના સીનીયર સીટીઝન આ યોજનામાં જોડાયેલા હોવાથી આ કાર્યક્રમનું નામ “ભારત વડીલ વંદના” રાખવામાં હતુ. “વર્લ્ડ સીનીયર સીટીઝન ” ની સમગ્ર દુનિયામાં ઉજવણી થાય છે ત્યારે કિરણ હોસ્પિટલ દ્વારા ૨૦ ઓગષ્ટ ને રવિવાર ના રોજ સુરત ખાતે કંઇક અલગ પ્રકારે સીનીયર સીટીઝનોને મદદરૂપ થવાય તેવા ઉદેશ થી “કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજના” લોન્ચ કરીને “વર્લ્ડ સીનીયર સીટીઝન ડે” ની ઉજવણી કરવામાં આવી.

આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માનનીય આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલ, તેમજ મહેમાન તરીકે પદ્મશ્રી પઝદીભાઈ કરજીયા, સદભાવના ટ્રસ્ટના વિજયભાઇ ડોબરીયા, ઉપરાંત કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણી, શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, શ્રી લાલજીભાઈ પટેલ, શ્રી રવજીભાઈ મોણપરા, શ્રી મનભાઇ લખાણી તેમજ કિરણ હોસ્પિટલના ટ્રસ્ટીદાતાશ્રીઓ, શહેરના મહાજનો અને યોજનામાં જોડાયેલા ૧૪ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

આજના કાર્યક્રમમાં કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સાવણી દ્વારા આ યોજનાની ઉડાણ પૂર્વક માહિતી આપી અને યોજનામાં સીનીયર સીટીઝનોને કેવી રીતે લાભ મળશે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ માનનીય આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલે કિરણ હોસ્પિટલ દ્વારા સીનીયર સીટીઝનો માટે આવી યોજના બનાવવા બદલ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણી તેમજ સૌ ટ્રસ્ટીદાતાશ્રીઓને આવા ઉમદા કાર્ય બદલ બિરદાવ્યા હતા.

કિરણ હોસ્પીટલ દ્વારા લાખો લોકોને ક્વોલીટી સેવા પૂરી પાડવામાં આવી છે, આપણે સૌ જાણીએ છીએ કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે આપણે દેશના મોટા મેટ્રો સીટીની હોસ્પિટલોમાં જવું પડતું હતું. તે બધાજ ટ્રાન્સપ્લાન્ટ ઘર બેઠા કિરણ હોસ્પિટલે સુરતમાં શરુ કર્યા અને બહુ મોટી સંખ્યામાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઓ પણ કરવામા આવી.

કિરણ હોસ્પિટલની વિવિધ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર ટીમનું આરોગ્યમંત્રીશ્રી ના વરદ હસ્તે આપણે સન્માન કરવામાં આવ્યું હતું જેમ કે

૧- કિરણ હોસ્પીટલમાં ૩૩ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ટીમ-  ડો. રવિ મોહ્ન્કા (લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. ગૌરવ ચોબાલ (લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. ધર્મેશ ધાનાણી (લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. જયારામ કે (લીવર ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. સ્મિત વઘાસિયા (લીવર ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. ભાવિન લશ્કરી (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ),  ડો. આનંદ પ્રસ્તાગીયા (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ) અને ડો. દર્શન ત્રિવેદી (ટ્રાન્સપ્લાન્ટ ઇન્ટેનસીવીસ્ટ)

૨- કિરણ હોસ્પીટલમાં ૧૧૨ કીડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ટીમ-  ડો. કલ્પેશ ગોહેલ (કીડની ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. પ્રમોદ પટેલ (કીડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. મુકેશ આહીર (કીડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. વિમલ કરગથરા (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ), ડો. કૃતિ પટેલ (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ), ડો. અપેક્ષા પારેખ (ટ્રાન્સપ્લાન્ટ ઇન્ટેનસીવીસ્ટ)

૩- કિરણ હોસ્પીટલમાં ૧૨૦ બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ટીમ-  ડો. હસમુખ બલર  (બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. ધર્મેશ વઘાસીયા (બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. કપિલ દીવેકર (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ ), ડો. હિતેશ નાથાણી (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ ) અને ડો. રાહુલ સાવલિયા (પીડીયાટીક  ટ્રાન્સપ્લાન્ટ ઇન્ટેનસીવીસ્ટ)

૪-કિરણ હોસ્પીટલમાં ૩૫૦ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરનાર  ડોક્ટર ટીમ-  ડો. સંકીત શાહ (કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. હર્ષ જોષી (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ) અને ડો. પરેશ પટેલ (ટ્રાન્સપ્લાન્ટ ઇન્ટેનસીવીસ્ટ)

૫- કિરણ હોસ્પીટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ટીમ-  ડો. આલોક રંજન  (કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. વિશાલ વાનાણી (કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. નિકિતા ચતુર્વેદી (કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. માલ્કેશ તરસરિયા (કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ સર્જન) અને ડો. વિકેશ રેવડીવાલા (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ)

૬-કિરણ હોસ્પિટલમાં  હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ટીમ-  ડો. અરવિંદ પટેલ (હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. આશુતોષ શાહ (હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. આશિષ ચૌધરી (હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન) અને ડો. અંકિત વર્મા (હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન)

૭-કિરણ હોસ્પીટલમાં  ઓર્ગન ડોનેશન અવેરનેશ કરનાર ડોક્ટર ટીમ-   ડો. ભૌમિક ઠાકોર (ન્યુરો સર્જન), ડો. હીના ફળદુ (ન્યુરો ફીઝીશ્યન) અને ડો. અલ્પા પટેલ ( ટ્રાન્સપ્લાન્ટ કો ઓર્ડીનેટર)

સદભાવના વૃધાશ્રમમાં ૬૦૦ થી વધારે સીનીયર સીટીઝનોની સેવા કરનાર એવાશ્રી વિજયભાઈ ડોબરીયા જેઓએ ૨૦ લાખથી વધારે વૃક્ષો ઉછેર્યા છે. સુરતના અનેક રસ્તો ઉપર સદભાવના ટ્રસ્ટ દ્વારા ૫૦ હજાર થી વધારે વૃક્ષો રોપી અને તેને ઉછેરવાનું કામ ચાલુ છે. નવા ૧૫ કરોડ વૃક્ષો ઉછેરવાના લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છે, રાજકોટમાં ૩૦ એકરમાં ૨ હજાર નિરાધાર વડીલોને માન સન્માન સાથે રાખી શકાય તેવા કેમ્પસનું નિર્માણ કાર્ય ચાલુ છે. આવી અનોખી સેવા કરનાર એવા શ્રી વિજયભાઈ ડોબરીયા નું માનનીય આરોગ્યમંત્રી શ્રી  અને કિરણ હોસ્પિટલ દ્વારા  સન્માન કરવામાં આવ્યું હતું

July 4, 2023
WhatsApp-Image-2023-07-04-at-16.22.12-1280x710.jpeg
1min1989

કિરણ મેડીકલ કોલેજને એમબીબીએસની 150 સીટ સાથે માન્યતા

આ વર્ષે 150 સીટ અને આવતા વર્ષથી એમબીબીએસની 200 સીટ પર ગુજરાત સરકાર એડમિશન ફાળવશે

રાજ્યમાં સૌથી વધુ બાયોલોજીના વિદ્યાર્થીઓ ધરાવતા સુરત શહેરમાં ચાલુ વર્ષથી જ ત્રીજી મેડીકલ કોલેજ શરૂ થઇ જશે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે આજે સુરતના વરીયાવ ખાતે કિરણ મેડીકલ કોલેજને ફર્સ્ટ એમબીબીએસની 150 સીટ સાથે ચાલુ વર્ષથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેની મંજૂરી આપી છે.

વધુ માહિતી આપતા કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણી તેમજ કિરણ મેડીકલ કોલેજના ડીન ડો.આર.ડી. પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રના આરોગ્ય વિભાગે આ વર્ષથી એમબીબીએસની 150 સીટ તેમજ આગામી વર્ષથી ફર્સ્ટ એમબીબીએસની 200 સીટની માન્યતા આપી છે. ગુજરાત સરકારની મેડીકલ એડમિશન કમિટીને પણ સૂચના આપી દેવામાં આવી છે કે સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન કમિટીમાં સુરતની ત્રીજી મેડીકલ કોલેજ તરીકે કિરણ હોસ્પિટલની 150 સીટો પર પ્રવેશાર્થીઓની ફાળવણી કરવામાં આવે. કિરણ મેડીકલ કોલેજમાં 150 સીટ પૈકી 75 ટકા સીટ સ્ટેટ ક્વોટા તેમજ 25 ટકા સીટમાં અનુક્રમે 10 ટકા મેનેજમેન્ટ ક્વોટા અને 15 ટકા સીટ એન.આર.આઇ. ક્વોટા તરીકે પ્રવેશ આપવામાં આવશે. મેડીકલ કોલેજની સાથે કિરણ હોસ્પિટલનું જોડાણ રહેશે. મેડીકલ કોલેજ વરીયાવ મુકામે ચાલશે તેમજ વિદ્યાર્થીઓ કિરણ હોસ્પિટલમાં પ્રેક્ટીકલ તાલિમ મેળવશે. એમબીબીએસ અભ્યાસક્રમની સાથે આગામી વર્ષથી એમ.ડી. તેમજ એમ.એસ.ના માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમો પણ કિરણ મેડીકલ કોલેજ ખાતે શરૂ કરવામાં આવશે.

વધુમાં સુરત શહેરમાં સરકારી મેડીકલ કોલેજ, સ્મીમેર મેડીકલ કોલેજ પછી હવે ત્રીજી મેડીકલ કોલેજના સ્વરૂપમાં કિરણ મેડીકલ કોલેજ આગામી ઓગસ્ટ માસથી કાર્યરત થઇ જશે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં સુરતની ત્રણ, નવસારી, વલસાડ, ભરૂચ અને સેલવાસની એક-એક મળીને મેડીકલ કોલેજોની સંખ્યા 7ની થઇ ગઇ છે.

March 24, 2023
tb5.jpg
1min205

ટીબી દીવસ નિમિતે કિરણ હોસ્પિટલ – સુરત દ્વારા ટીબી(TB) મુક્ત ભારત અભિયાન અંતર્ગત, લોકોમાં ટીબી ની વિશેષ જાગૃતિ લાવવા માટેનો અનોખો પ્રયાસ.

ટીબીનું સમયસરનું નિદાન મટાડી શકે, વિલંબ મૃત્યુ નિપજાવી શકે લોકોને આ વાત સમજાવવા કિરણ હોસ્પિટલના સ્ટાફનું રોડ સાઇડ ટીબી કેમ્પેન અનેક લોકો ટીબીનું ચેકઅપ કરાવવા તૈયાર થયા,

આપણે સૌ જાણીએ છીએ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્રારા ભારતને ટીબી મુક્ત કરવા માટે અભિયાન ચલાવવામાં આવ્યુ છે, જેમનુ લક્ષ્ય 2025 સુધી માં ભારતને સંપૂર્ણ પણે ટીબી મુક્ત કરવાનું છે. જેમાં કિરણ હોસ્પિટલ દ્રારા The Union સંસ્થા સાથે મળીને પ્રતિજ્ઞા લેવામાં આવી છે કે 10,000 ટીબી દર્દી નું તપાસ કિરણ હોસ્પિટલના મેડિકલ ચેકપ કેમ્પ દ્વારા કરવામાં આવશે .

24 માર્ચ વિશ્વભરમાં ટીબી દિવસ તારીખે ઉજવવામાં આવે છે. સુરતના કતારગામ સ્થિત મેગા હોસ્પિટલ, કિરણ હોસ્પિટલના સ્ટાફ દ્વારા સુરતના લોકોને જાગૃત કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. 24 માર્ચ, શુક્રવારના દિવસે કિરણ હોસ્પિટલના સ્ટાફ દ્વારા સુરતના અણુવ્રત દ્વાર સર્કલ, SVNIT સર્કલ અને અડાજણ સર્કલ પર ટીબી રોગની લોકોમાં વિશેષ જાગૃતિ આવે એવા પોસ્ટર લઈને આખો દિવસ ઉભા રહીને ટીબી નિદાન, તપાસ માટે લોકો જાગૃત થાય તે માટે પુરુષાર્થ કર્યો, કિરણ હોસ્પિટલના સ્ટાફનું આ અભિયાન રંગ લાવ્યું અને હજારો વાહનચાલકો, રાહદારીઓનેને ટીબી વિષે માહિતી મળી અને લોકોએ ટીબી વિષે જાણકારી મેળવી અને અનેક લોકો તપાસણી માટે પણ તૈયાર થયા.

કિરણ હોસ્પિટલ દ્રારા કરવામાં આવતા બધાજ મેડિકલ ચેકપ કેમ્પ માં ટીબીની તપાસ ઉપર ભાર આપવમાં આવશે, જેથી કોઈ સામાન્ય માણસ ને ટીબી છે તો તેનું નિદાન તે કરાવી શકે. કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુર ભાઈ સવાણીએ આવતા વર્ષમાં 10,000થી વધુ સામાન્ય લોકોની મેડિકલ ચેકઅપ કેમ્પ દ્વારા ટીબીની તપાસ કરવામાં આવશે.

કિરણ હોસ્પિટલ દ્વારા એવો પ્રયાસ કરવામાં આવે છે કે આ ભયંકર બીમારી ટીબી, જેનું સમય પર તપાસ અને નિદાન ના મળે તો માણસ નું મુત્યુ પણ થઇ શકે છે, અગર એ રોગ માંથી મુક્તિ જોતી હોય તો તેનો એક જ ઈલાજ છે જાગૃતતા, જેટલી માણસમાં જલ્દી જાગૃતતા આવશે એટલી જ સ્પીડે આપણે આપણા દેશને ટીબી મુક્ત કરી શકીશું. કિરણ હોસ્પિટલે ટીબીની જાગૃતતા લાવવા માટે અનોખો પ્રયાસ કર્યો છે.

December 27, 2022
cia_multi-1280x1045.jpg
1min172

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દક્ષિણ ગુજરાત કે ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતમાં તબીબી સેવા, સુવિધા ક્ષેત્રમાં ખૂબ જ ટૂંકાગાળામાં ખ્યાતિપ્રાપ્ત કરનાર સુરતના કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલના દ્વિતીય ફેઝનું ઉદઘાટન આગામી તા.22મી જાન્યુઆરી 2023ના રોજ કરવામાં આવશે. ગુજરાતની જ નહીં પણ દેશની મોટામાં મોટી ગણાતી હોસ્પિટલો પૈકીની એક કિરણ હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઉદઘાટન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું હવે દ્વિતીય ફેઝનું ઉદઘાટન રક્તદાતાઓના હસ્તે કરવામાં આવશે એવી જાહેરાત કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણીએ કરી છે. રક્તદાતાઓનું આવું સન્માન ભાગ્યે જ ક્યાંય મળી શકે…

Thumbnail image

સુરત શહેરના કતારગામ ખાતે આવેલી કિરણ હોસ્પિટલ કે જે હાલમાં 550 બેડની સુવિધા ધરાવે છે તેનું હવે એક્સપાન્શનની તમામ પૂર્વતૈયારીઓ આટોપી લેવામાં આવી છે અને આગામી 22મી જાન્યુઆરી 2023ના રોજ વધુ 350 બેડની હોસ્પિટલને લોકસમર્પિત કરવામાં આવશે. સેકન્ડ ફેઝનું ઉદઘાટન સુરત શહેરમાં બે કે તેથી વધારે વખત રક્તદાન કરનારા રક્તદાતાના હસ્તે કરવામાં આવશે એવુ કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણીએ જણાવ્યું હતું. રક્તદાન કરનારા લોકોના નામ નંબર મેળવવામાં આવશે તેમજ ત્રણ મહિલાઓ અને ત્રણ પુરૂષોના નામ લક્કી ડ્રો દ્વારા નક્કી કરવામાં આવશે.

કિરણ હોસ્પિટલ બ્લડ બેન્ક દ્વારા રકતદાતાઓના માનમાં દક્ષિણ ગુજરાતની કોઇપણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને વિના મુલ્યે બ્લડ આપવામાં આવે છે.

કિરણ હોસ્પિટલનો હેતુ દેશના લોકોને કવોલીટી સારવાર આપવાનો છે, પાછલા ૬ વર્ષમાં ૨૧ લાખથી વધારે દર્દીઓએ કિરણ હોસ્પિટલની સેવાનો લાભ લીધો છે. સારવાર લેનાર દર્દીઓ ખૂબજ ખુશ થયા અને તેઓએ કિરણ હોસ્પિટલની ઉતમ સારવાર અન્ય લોકોને વારંવાર ધ્યાન ઉપર મુકી તેથી કિરણ હોસ્પિટલના તમામ વિભાગોમાં સારવાર લેનાર લોકોનો વર્ગ ખુબ મોટો થયો જેથી હોસ્પિટલની ૫૫૦ બેડની વ્યવસ્થા નાની પડવા લાગી તેથી ૩૫૦ બેડના વધારા સાથે ૯૦૦ બેડની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. સુરતની ધરતી ઉપર કદી નથી થયા તેવા ઓપરેશનો કિરણ હોસ્પિટલમાં થાય છે. કિરણ હોસ્પિટલના ૪૩ વિભાગો જટીલ બીમારીની સારવાર કરવા માટે સક્ષમ છે.

બે થી વધારે વખત રકતદાન કર્યુ હોય તેવા રકતદાતાઓએ ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
રજીસ્ટ્રેશન થયેલ રકતદાતાઓનો ડ્રો કરવામાં આવશે જે પૈકી 3 ભાઈઓ અને ૩ બહેનોના નામ સિલેક્ટ થશે.
સિલેક્ટ થયેલ રકતદાતાઓના વરદ્‌ હસ્તે હોસ્પિટલના બીજા ફેઝ નું આપનીંગ કરવામાં આવશે.
આપ રકતદાતા છો તો હોસ્પિટલ ઓપનીંગનું આ ઉતમ કાર્ય આપના વરદ હસ્તે પણ થઇ શકે તેમ છે તો આપ www.kiranhospital.com પર જરૂરથી રજીસ્ટ્રેશન કરાવશો.

February 18, 2022
kiran-logo.jpg
1min535

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના કતારગામ ખાતે આવેલી કિરણ હોસ્પિટલમાં હવેથી અનેક ઓપરેશન માટે આશીર્વાદ રૂપ બનેલી રોબોટીક સર્જરીની માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી છે. પ્રાઇવેટ હોસ્પિટલોમાં થતાં ખર્ચથી 50 ટકા ઓછા ખર્ચમાં કોઇપણ નાગરીક કિરણ હોસ્પિટલ ખાતેની આ સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.

સાઉથ ગુજરાતમાં સૌપ્રથમવાર વિશ્વની શ્રેષ્ઠ રોબોટીક ટેક્નોલૉજી દ્વારા વિવિધ પ્રકારની સર્જરી હવે કિરણ હોસ્પિટલ સુરતમાં મલ્ટી ટાસ્ક રોબોટ દ્વારા થશે. કિરણ હોસ્પીટલમાં હવે જટીલ-ખૂબ જ અઘરી સર્જરી પણ રોબોટ દ્વારા વધુ સરળતાથી અને ખૂબ જ ચોકસાઇ સાથે અને ચીવટપૂર્વક થઈ શકશે. સામાન્ય રીતે સર્જન ઓપરેશન દરમિયાન આંખથી જે જોઈ શકે છે તેના કરતાં 10 ગણું મોટું અને 3D ઇમેજ સાથે રોબોટ થી સ્ક્રીન પર જોઈ શકાય છે અને સર્જરી ખૂબ સરળતાથી અને ચોકસાઇ પૂર્વક થશે. એટલે કે રૉબોટ સર્જનની આંખ બનીને સર્જરી કરશે.

આ ઉપરાંત રોબોટ સર્જનના હાથ તરીકે કામ કરશે પરંતુ તેની વિશેષતા એ છે કે સર્જન પોતાનો હાથ ફક્ત 180 ડિગ્રી સુધીની જ મુવમેન્ટ કરી શકે છે જ્યારે રોબોટ 540 ડિગ્રી ની મુવમેન્ટ સાથે ઓપરેશન કરી શકે છે જેના કારણે ખૂબ જ જટીલ સર્જરી પણ આસાનીથી થઈ શકે છે. ઘણા ઓપરેશનોમાં સર્જન ને ઊંડાણમાં રહેલા અમુક ભાગો સુધી પહોચીને કામ કરવું ઘણું મુશ્કેલ થતું હોય છે એવું કામ રોબોટ સરળતાથી કરી શકે છે.

રોબોટથી કરવામાં આવતી સર્જરી કાપ-કૂપ વગર નાના છિદ્રો દ્વારા ખૂબ જ ચોકસાઇથી શક્ય બને છે જેથી દર્દીઓને ઇન્ફેકશન લાગવાની શક્યતા રહેતી નથી, ઓપરેશન પછી દુખાવો નહિવત થાઈ છે, લોહી ચડાવવાની જરૂર પડતી નથી, હોસ્પીટલમાં રોકાણ ઓછું થાય છે અને ઝડપ થી રીકવરી આવવાથી દર્દીને પોતાનું રેગ્યુલર કામકાજ પણ ઓપરેશન પછી વહેલા શરૂ કરી શકે છે.

વધુમાં કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી માથુરભાઇ સવાણી જણાવ્યું હતું કે મલ્ટી ટાસ્ક રોબોટથી કેન્સરના વિવિધ પ્રકારના ઓપરેશન જેમકે યુરોલોજી – મૂત્રાશય, પ્રોસ્ટેટ તેમજ કિડનીને લગતી સર્જરી, પેટ અને આંતરડા, લિવર, પિત્તાશય, હર્નિયા(સારણ ગાંઠ), બિરિયાટ્રિક (વજન ઘટાડવાની) સર્જરી, સ્ત્રી રોગોને લગતી તમામ પ્રકારની સર્જરીઓ ખૂબ જ સરળતાથી ચોકસાઇ પૂર્વક કરી શકાઈ છે.

કિરણ હોસ્પિટલ શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં 16 લાખ લોકો જુદી જુદી આરોગ્ય સેવાઓનો લાભ લઇ ચૂક્યા છે

કિરણ હોસ્પિટલ દેશની ટોપ-૧૦ હોસ્પિટલો પૈકી એક છે, પાંચ વર્ષમાં ૧૬ લાખથી વધારે લોકોએ કિરણ હોસ્પિટલની સેવાનો લાભ લીધો છે. હોસ્પિટલમાં અતિઆધુનિક સુવિધાઓ ધરાવતા ૪૨ વિભાગો ૨૪ કલાક લોકોની સેવામાં ઉપલબ્ધ હોય છે. દક્ષિણ ગુજરાતમાં કદી ન થયા હોય તેવા ઓપરેશનો જેવા કે લીવર ટ્રાન્સપ્લાન્ટ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવા ઓપરેશનો કિરણ હોસ્પીટલમાં થઈ રહ્યા છે. કિરણ હોસ્પિટલ અતિઆધુનિક સાધનો ઉપલબ્ધ કરવા માટે હમેશાં પ્રયત્નશીલ રહે છે તેથી દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ મલ્ટી ટાસ્ક રોબોટિક સર્જરી કિરણ હોસ્પીટલમાં ઉપલબ્ધ થઈ છે.