CIA ALERT

IMA SURAT Archives - CIA Live

September 20, 2024
WhatsApp-Image-2024-09-19-at-18.49.39.jpeg
5min283

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાંચના ઉપક્રમે કૉન્ફરન્સ IMACON SURAT 2024 રવિવાર, તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ લે મેરીડીયન, ડુમસ રોડ, સુરત ખાતે રાખવામાં આવી છે. આ કૉન્ફરન્સમાં હેલ્થના વિવિધ વિષયો પર ખ્યાતનામ ડૉકટરો પ્રેઝન્ટેશન આપશે તેમાં અમદાવાદ, આણંદ, સુરતના ૧૪ જેટલા નિષ્ણાત તબીબો પોતાનું જ્ઞાન પીરસશે. જેથી તબીબોના જ્ઞાનમાં વૃધ્ધિ થઈ દર્દીને સારવાર ઉચ્ચત્તમ કક્ષાની મળી રહે તે હેતુથી આ કૉન્ફરન્સનું આયોજન કરેલ છે. જેમાં સુરતના 500થી વધુ તબીબો ભાગ લેશે. આ કૉન્ફરન્સમાં કોઈપણ જાતના ઝાકઝમાળ વગર ફકત એકેડેમિકને મહત્વ આપવામાં આવશે.

આ કોન્ફરન્સમાં વિવિધ સ્પેશ્યાલીટીના તબીબો તેઓનું વકતવ્ય આપશે જેમાં સુરત ખ્યાતનામ પેટના રોગોના તબીબોની પેનલ ડૉ. સુભાષ નંદવાની, ડૉ. જીગ્નેશ ઘેવરીયા, ડૉ. ચિંતન પ્રજાપતિ, ડૉ. કેયુર ભટ્ટ, ડૉ. રીતેશ પ્રજાપતિ જઠર સંબંધિત રોગોના નિદાન અંગે ચર્ચા કરશે.

ડૉ. અનિલ પટેલ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં પ્રાથમિક શું કાળજી લેવાની તેની માહીતી આપશે. આણંદના ખ્યાતનામ ડૉ. નયનાબેન પટેલ વંધ્યત્વની સારવારમાં સેલ પ્રત્યારોપણની શોધ વિષે માહિતગાર કરશે.

કેન્સરમાં રેડિયોથેરાપીમાં તાજેતરમાં એડવાન્સ સારવારની વિસ્તૃત માહીતી ડૉ. નેહા પટેલ આપશે.

અમદાવાદના ડૉ. ધૈવત વૈષ્ણવ સ્વાદુપિંડની રોબોટિક સર્જરી વિશે માહીતી આપશે.

ડૉ. દિવાકર જૈન લિવર ટ્રાન્સપ્લાન્ટેશનની વિગતવાર માહિતી આપશે.

ડૉ. પ્રાર્થન જોષી યુરોલોજીમાં ઈનોવેટીવ ટેકનોલોજીની જાણકારી આપશે.

સુરતના જાણીતા ડૉ. સંજય વાઘાણી, કાડિયોલોજીમાં એડવાન્સ સ્ટેન્ટની માહિતી આપશે.

ડૉ. અમિત ગુપ્તા કેન્સર વિશેની માહિતી આપશે.

ડૉ. સંદીપ પટેલ, નસકોરાની બીમારીમાં આપણે શું કરી શકીએ તેની સમજ આપશે.

ડૉ. દિપેન ભુવા મેડિકલ ઓન્કોલોજી શું નવું છે? તેની માહિતી આપશે.

ડૉ. શૈલેષ રોહિત, ભવિષ્યની દવામાં સેલ થેરાપી પર પ્રકાશ પાડશે.

શ્રી હુરીન કાંચવાળા ડૉકટર માટે ફાયનાન્સીયલ પ્લાનીંગ વિશે માહિતી આપશે.

આ કૉન્ફરન્સને સફળ બનાવવા માટે

  • ડૉ. દિગંત શાસ્ત્રી,
  • ડૉ. વિનેશ શાહ,
  • ડૉ. પ્રશાંત કારીયા,
  • ડૉ. વિનોદ સી. શાહ,
  • ડૉ. હિરલ શાહ,
  • ડૉ. નીતીન ગર્ગ,
  • ડૉ. દિપક તોરાવાલા,
  • ડૉ. હેમંત પટેલ,
  • ડૉ. હિરેન મકવાણા,
  • ડૉ. પ્રશાંત દેસાઈ(સીનીયર),
  • ડૉ. હેતલકુમાર યાશિક,
  • ડૉ. દિપ્તી પટેલ,
  • ડૉ. રોનક નાગોરીયા,
  • ડૉ. પ્રફુલ છાસટીયા,
  • ડૉ. ગીરીશ મોદી,
  • ડૉ. પારૂલ વડગામા,
  • ડૉ. રજનીકાંત પટેલ,
  • ડૉ. નવીન પટેલ,
  • ડૉ. પ્રજ્ઞેશ જોષી,
  • ડૉ. યોગેશકુમાર દેસાઈ,
  • ડૉ. નરેન્દ્ર શિરોયા,
  • ડૉ. મનસુખ ગટીવાલા,
  • ડૉ. મોના શાસ્ત્રી,
  • ડૉ. જાગૃતિદેસાઈ,
  • ડૉ. રમેશ જૈન,
  • ડૉ. ધર્મેશ ભુપતાની,
  • ડૉ. મિતાલી ગર્ગ,
  • ડૉ. સુરેન્દ્ર પ્રજાપતિ,
  • ડૉ. સી.બી. પટેલ,
  • ડૉ. યતીશ લાપસીવાલા,
  • ડૉ. મનસુખ ગટીવાલા,
  • ડૉ. સી. બી. પટેલ,
  • ડૉ. ભૂપેશ ચાવડા,
  • ડૉ. જગદીશ વઘાસીયા,
  • ડૉ. પરેશ મુન્શી,
  • ડૉ. કે. એન. શેલાડીયા,
  • ડૉ. હરેશ ભાવસાર,
  • ડૉ. રાજીવ પ્રધાન,
  • ડૉ. તુષાર પટેલએ

ખૂબ જ જહેમત ઉઠાવી છે.

August 21, 2022
cia_multi-1280x1045.jpg
1min670

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્ડીયન મેડીકલ એસોસીએશન IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટની 2 પોસ્ટ માટે આજરોજ તા.21મી ઓગસ્ટ 2022ને રવિવારે યોજાયેલી ચૂંટણી તબીબી આલમ સમેત શિક્ષણ જગતના લોકોમાં ખાસ્સી ચર્ચાસ્પદ બની હતી. કેટલાક જાણિતા તબીબોએ આ ચૂંટણીમાં પોતાના ઉમેદવારને જીતાડવા માટે અદ્દલ રાજકીય સ્ટાઇલથી ચૂંટણી લડી હતી પરંતુ, આખરે પરીણામ તેમની ધારણાથી વિપરીત આવ્યું હતું.

ઇન્ડીયન મેડીકલ એસોસીએશન સુરતના પ્રમુખ સમેતના અન્ય હોદ્દેદારો માટે સર્વસંમતિ સધાઇ ચૂકી હતી પરંતુ, વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે સર્વસંમતિ નહીં સધાતા આજે ચૂંટણી યોજાઇ હતી.

IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટની 2 પોસ્ટ માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં શહેરના જાણિતા સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડો. દિપ્તી પટેલ (લવ એન્ડ કેર હોસ્પિટલ), ડો. હિરેન મકવાણા અને ડો. સુરેન્દ્ર પ્રજાપતિનો સમાવેશ થાય છે. આજે સવારથી નાનપુરા સ્થિત દિલીપ પરેશ રોટરી હોલ ખાતે થયેલા મતદાન બાદ સાંજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

મતગણતરીના અંતે રાંદેર રોડ તાડવાડી ખાતે હોસ્પિટલ ધરાવતા ગાયનેકોલોજીસ્ટ ડો.દિપ્તી પટેલને કુલ 971 મતો મળ્યા હતા. IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટની દ્વિતીય પોસ્ટ માટે ડો. હિરેન મકવાણાને 859 મતો મળ્યા હતા. જ્યારે ડો. સુરેન્દ્ર પ્રજાપતિને 357 મતો મળ્યા હતા.

IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટ માટેની ચૂંટણી ટાળી શકાઇ હોત, પરંતુ, કેટલાક તબીબોને ડો. દિપ્તી પટેલ વાઇસ પ્રેસિડેન્ટ બને તે સ્વીકાર્ય ન હતું. આથી પરાણે ચૂંટણી યોજવી પડી હતી. જેમાં ડો. દિપ્તી પટેલ હાઇએસ્ટ મતથી ચૂંટાઇને IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટ પદે ચૂંટાઇ આવ્યા છે.

July 20, 2022
cia_multi-1280x1045.jpg
1min503

બાંધકામ અંગે ગુજરાત સરકારે વખતો વખત બહાર પાડેલા નિયમોથી ગુજરાતભરના તબીબોમાં નારાજગી ફેલાયેલી છે. બાંધકામના કેટલાક નીતિ નિયમોને કારણે હોસ્પિટલથી લઇને આઇસીયુ સુધીની કામગીરી તબીબો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગુજરાત સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે આગામી તા.22મી જુલાઇ 2022ને શુક્રવારના રોજ સવારે 8 કલાકથી તા.23મી જુલાઇને શનિવારે સવારે 8 વાગ્યા સુધી સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતભરના તબીબો 24 કલાકની સંપૂર્ણ હડતાળ પાડશે.

ઇન્ડીયન મેડિકલ એસોસીએશનની સુરત બ્રાન્ચની સત્તાવાર અખબારી યાદીમાં કહેવાયું છે કે ગુજરાતના તમામ પ્રાઇવેટ ડોક્ટર્સ આ હડતાળમાં જોડાશે. ગુજરાતમાં પહેલી વખત પ્રાઇવેટ હોસ્પિટલોમાં તા.22મીએ તબીબોની હડતાળના દિવસે ઓપીડી, આઉટ ડોર પેશન્ટ માટે તબીબી સેવા સુવિધા તેમજ ઓપરેશન થિયેટરની કામગીરી પણ બંધ રહેશે.

ઇમરજન્સીમાં તબીબી સેવા સુવિધા જળવાય રહે તે માટે સરકારી તેમજ ટ્રસ્ટની હોસ્પિટલોમાં તબીબી સારવાર ઉપલબ્ધ બની શકશે.