CIA ALERT

Gujarat board exams Archives - CIA Live

March 28, 2022
cia_edu-1280x925.jpg
1min720

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજે તા.28મી માર્ચને સોમવાર સવારના સેશનમાં ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે શરૂ થઇ અને તંત્રવાહકોએ રાહતનો શ્વાસ લીધો. બે વર્ષ પછી શક્ય બનેલી ઓફલાઇન પરીક્ષાનો માહોલ અને બે વર્ષ પહેલાનો માહોલ સાવ જ અલગ હતો.

આજે સવારના સેશનમાં બે પરીક્ષા કેન્દ્ર પર જવાનું થયું. મોટા ભાગના પરીક્ષાર્થીઓના મનમાં એક જ સવાલ મૂઝવતો હતો અને એ કોવીડ રિલેટેડ હતો. કોવીડ-19 કેટલી હદે મન પર છવાઇ ગયો છે તેની પ્રતીતી પણ પરીક્ષાર્થીઓના એક જ કોમન સવાલ પરથી થઇ.

લગભગ સાતેક પરીક્ષાર્થીઓએ પૂછ્યું કે પરીક્ષા ખંડમાં પરીક્ષા ચાલતી હોય ત્યારે માસ્ક પહેરી રાખવાનો કે કાઢી નાંખે તો ચાલે, આ સવાલનો જવાબ વિદ્યાર્થીઓ જયારથી ટાઇમટેબલ જાહેર થયું ત્યારથી પૂછી રહ્યા છે પણ કોઇ તંત્રવાહકોએ ક્લીયરકટ જવાબ આપ્યો નહીં.

ન તો જિલ્લા કક્ષાની પરીક્ષા સમિતિએ ના તો ગુજરાત બોર્ડે સ્પષ્ટતા કરી કે પરીક્ષા દરમિયાન માસ્ક પહેરી રાખવું કે કાઢી નાંખે તો ચાલશે.

પરીક્ષા સમય દરમિયાન માસ્ક પહેરવું કે ન પહેરવું એ અંગે સ્પષ્ટતા કરવાથી બચ્યા તંત્રવાહકો

એક તો બે વર્ષ બાદ બોર્ડની ઓફલાઇન પરીક્ષા યોજાઇ રહી છે, ધો.8ની પરીક્ષા આપનાર વિદ્યાર્થી સીધો જ આ વર્ષે ધો.10ની ઓફલાઇન પરીક્ષા આપી રહ્યો છે અને પરીક્ષા ખંડમાં ત્રણ કલાકની પરીક્ષા દરમિયાન માસ્ક પહેરવો કે નહીં તે અંગે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ હોય કેમકે ઘરે પરીક્ષા પ્રેક્ટીસ માસ્ક વગર જ કરી હતી અને હવે જ્યારે માસ્ક પહેરીને ત્રણ કલાક પેપર લખવાનું આવ્યું હોઇ, વિદ્યાર્થીઓને મુશ્કેલી સર્જાય એ માનવાને કારણ છે. પરંતુ, તંત્રવાહકોએ ન તો ભારપૂર્વક કીધું કે માસ્ક પહેરી રાખવું પડશે ન તો તેમાં રાહત આપતી કોઇ જાહેરાત કરી.

વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ પહોંચ્યા પરીક્ષા સ્થળો પર

આજે સવારે ધો.10ની પરીક્ષાઓ શરૂ થવાના દોઢેક કલાક પહેલાથી જ પરીક્ષાર્થીઓનું સ્કુલ બિલ્ડીંગો પર આવવાનું શરૂ થઇ ગયું હતું. પરીક્ષાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ આવતા અમૂક સ્કુલો કે જે મેઇન રોડ પર આવેલી છે ત્યાં ટ્રાફિક, પાર્કિંગ અને ભીડના પ્રશ્નો સર્જાયા હતા. જે સ્કુલોમાં પ્લેગ્રાઉન્ડ છે ત્યાં ટ્રાફિક કે ભીડભાડ કે પાર્કિંગની કોઇ સમસ્યા જોવા મળી ન હતી. વાલીઓને સ્કુલના દરવાજાના બહાર જ અટકાવી દેવાયા હતા. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે સ્કુલ બિલ્ડીંગમાં પ્રવેશી ચૂક્યા બાદ પણ વાલીઓ જે તે સ્કુલોની બહાર ઉભા રહ્યા હોઇ, ટ્રાફિક અને પાર્કિગના પ્રશ્નો સર્જાયા હતા.

પરીક્ષા સંબંધિત કોઇપણ ઘટના કે બાબત અમને જણાવવા માંગતા હોવ તો 98253 44944 પર સંપર્ક કરવો.

March 7, 2022
cia_edu-1280x925.jpg
1min545

ચાલુ માસથી શરૂ થતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાને અનુલક્ષીને ગુજરાત બોર્ડે દર વર્ષની જેમ આ વર્ષે પણ હેલ્પલાઇન વ્યવસ્થા વિકસાવવાનો નિર્ણય લીધો છે. આ હેલ્પલાઇન વિદ્યાર્થીઓ, વાલીઓથી લઇને શાળાના શિક્ષકો, આચાર્યોને કનડતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે.

ગુજરાત બોર્ડની પરીક્ષા હેલ્પલાઇન નં. 1800 233 5500

February 23, 2022
cia_edu-1280x925.jpg
1min452

Jayesh Brahmbhatt 98253 44944

શીખવાની ખોટ એ બે વર્ષના રોગચાળાના સૌથી ચર્ચિત પરિણામોમાંનું એક હોઈ શકે છે પરંતુ ગુજરાતમાં બીજી મોટી ખોટ નોંધાઈ છે. ગયા વર્ષ 2021ની ગુજરાત બોર્ડની વિદ્યાર્થીઓની સંખ્યાની સરખામણીએ આ વર્ષે આગામી માર્ચ 2022માં લેવાનારી ગુજરાત બોર્ડની પરીક્ષામાં 5 લાખ 80 હજાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઇ છે.

2021માં ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષા માટે કુલ 14 લાખ 3 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તમામને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવ્યા હતા. આ વર્ષે 2022માં આગામી માર્ચમાં લેવાનારી ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષા માટે 9 લાખ 72 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ ધો.10માં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વિદ્યાર્થી સંખ્યામાં 4.31 લાખનો ઘટાડો નોંધાયો છે.

એના પણ આગલા વર્ષે 2020માં કોરોના પેન્ડેમિકની શરૂઆત વખતે ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષા માટે 11 લાખ 50 હજાર વિદ્યાર્થીઓએ નોંધાયા હતા.

ધો.12 સામાન્ય પ્રવાહમાં 2021માં નોંધાયેલા 5.42 લાખ વિદ્યાર્થીઓની સામે આ વર્ષે માર્ચ 2022ની પરીક્ષા માટે કુલ 4.26 લાખ વિદ્યાર્થીઓએ નોંધાયા છે. આમ, ધો.12 સામાન્ય પ્રવાહમાં ગયા વર્ષની તુલનામાં આ વર્ષે 1.16 લાખ વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે.

ધો.12  વિજ્ઞાન પ્રવાહમાં 2021માં નોંધાયેલા 1.4 લાખ વિદ્યાર્થીઓ સામે આ વર્ષે 1.07 લાખ વિદ્યાર્થીઓ જ નોંધાયા છે. ધો.12 સાયન્સમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 33,000 ઓછા વિદ્યાર્થીઓ નોંધાયા છે.

નિષ્ણાતો માને છે કે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સંખ્યામાં આટલો મોટો ઘટાડો અભૂતપૂર્વ છે. મુખ્યત્વે, તેઓ નોંધપાત્ર ઘટાડા પાછળના બે કારણો ટાંકે છે – વિદ્યાર્થીઓએ રોગચાળા દ્વારા પ્રેરિત નાણાકીય અને સામાજિક મુશ્કેલીઓને કારણે શાળાઓ છોડી દીધી હતી અને કોવિડ -19 ના બીજા તરંગ પછી બોર્ડના વિદ્યાર્થીઓને સામૂહિક પ્રમોશન આપવામાં આવ્યું હતું.

બોર્ડના અધિકારીઓએ પણ ધોરણ X અને XII ની પરીક્ષાઓમાં સામૂહિક પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓનું પુનરાવર્તન ન થવાનું કારણ બોર્ડમાં ઓછા વિદ્યાર્થીઓ નોંધણીનું મોટું કારણ ગણાવ્યું છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, “બૉર્ડ રજિસ્ટ્રેશનમાં નાપાસ થનારા લગભગ 20-25% વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગના આવતા વર્ષે પરીક્ષામાં ફરીથી હાજર રહે છે.”