Credai Surat Archives - CIA Live

December 22, 2025
image-20.png
1min44

રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)એ એક વિવાદસ્પદ નિર્ણય લીધો હતો. જે મુજબ બિલ્ડરને પ્રોજેક્ટ પર લીધેલી લોનની વિગતો જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતાના નિયમોમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરતા ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) એ બાંધકામ સાઇટ પર પ્રોજેક્ટની માહિતી પ્રદર્શિત કરવા અંગેના તેના તાજેતરના નિર્દેશમાં સુધારો કર્યો હતો.

નવા જાહેર કરાયેલા ઓર્ડર 112-A હેઠળ, ડેવલપર્સ માટે હવે ફરજિયાત ઓન-સાઇટ ઇન્ફોર્મેશન બોર્ડ પર પ્રોજેક્ટ લોનની ચોક્કસ રકમ મુખ્ય રીતે દર્શાવવી જરૂરી રહેશે નહીં. આથી, સંભવિત ખરીદદારો હવે પ્રમોટર દ્વારા લેવામાં આવેલી પ્રોજેક્ટ લોનની રકમ જાણી શકશે નહીં.

આ પહેલા 1 ડિસેમ્બર 2025ના રોજ અમલી થયેલી નિયમ મુજબ, બિલ્ડરોએ તમામ વિગતો ફરજિયાત દર્શાવવાની હતી. તેનો હેતુ ઘર ખરીદનારાઓને સશક્ત બનાવવાનો હતો. જે મુજબ બાંધકામ સાઇટ પર પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો ધરાવતા મોટા વોટરપ્રૂફ બોર્ડ લગાવવા જરૂરી હતા. આ બોર્ડ પર માત્ર RERA રજીસ્ટ્રેશન નંબર અને મંજૂર કરાયેલા પ્લાન જ નહીં, પરંતુ લોનની વિગતો અને RERA કલેક્શન બેંક એકાઉન્ટ નંબર સહિતની પ્રોજેક્ટની ચોક્કસ નાણાકીય સ્થિતિ દર્શાવવાનું નક્કી કરાયું હતું. ઓથોરિટીએ અગાઉ નોંધ્યું હતું કે જ્યારે ખરીદદારોને આ ઝીણવટભરી વિગતો ફક્ત સત્તાવાર RERA પોર્ટલ પર શોધવી પડતી હતી, ત્યારે તેઓ ઘણીવાર મૂંઝવણ અનુભવતા હતા.

20 ડિસેમ્બર, 2025ના રોજ કરવામાં આવેલા સુધારા બાદ, સાઇટ પરના ફરજિયાત બોર્ડના નમૂનામાંથી પ્રોજેક્ટ લોનની રકમની યાદી આપવાની જરૂરિયાત સ્પષ્ટપણે દૂર કરવામાં આવી છે. બિલ્ડરોએ હજુ પણ પ્રોજેક્ટ લોન દ્વારા નાણાકીય સહાય મેળવેલ છે કે કેમ અને ધિરાણ આપનાર સંસ્થાનું નામ જેવી વિગત ફરજિયાત દર્શાવવી પડશે, પરંતુ પ્રમોટર દ્વારા લેવામાં આવેલી પ્રોજેક્ટ લોનની રકમ નહીં લખવામાં આવે.

આ ફેરફારનો અર્થ એ છે કે જે સંભવિત ગ્રાહકો સંપૂર્ણ નાણાકીય જોખમ અથવા ડેવલપરના દેવાના પ્રમાણનું મૂલ્યાંકન કરવા માંગતા હોય, તેમણે હવે ચકાસણીની જૂની પદ્ધતિઓ પર પાછા ફરવું પડશે. લોનની ચોક્કસ રકમ જાણવા માટે, ખરીદદારોએ ગુજરાત RERA ની વેબસાઇટ અથવા તેની કચેરીની મુલાકાત લેવી પડશે, અથવા સાઇટ બોર્ડ પર ફરજિયાત રહેલા સ્કેનેબલ QR કોડનો ઉપયોગ કરવો પડશે.

રિયલ એસ્ટેટના નિષ્ણાતો સૂચવે છે કે, QR કોડ અને પ્રાથમિક ખુલાસાઓ દ્વારા સાઇટ-લેવલની પારદર્શિતા સુધારવાનો પ્રાથમિક ધ્યેય અકબંધ છે, પરંતુ આ વિશિષ્ટ સુધારો ઘર ખરીદનારાઓને અગાઉ આપવામાં આવેલા ‘એક નજરે જોઈ શકાય તેવી વિગતો’ (at-a-glance due diligence) ને મર્યાદિત કરી શકે છે.

October 4, 2023
Cia_business_news-1280x936.jpg
1min563

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત શહેર સહિત ગુજરાતના મોટા ગજાના બિલ્ડરો હાલ ઇજિપ્ત પહોંચ્યા છે. ઇજિપ્ત ખાતે ક્રેડાઇની વાર્ષિક ઇવેન્ટ નેટકૉનનું જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસ ચાલનારી આ ઇવેન્ટ આગામી તા.5 ઓક્ટોબરને શુક્રવારના રોજથી શરૂ થઇ રહી છે.

CREDAI ગુજરાત અને અમદાવાદ ચેપ્ટર દ્વારા સંયુક્ત રીતે ઇજિપ્તમાં 21મી NATCON – CREDAI-ઇન્ડિયાની વાર્ષિક ઇવેન્ટ – હોસ્ટ કરવામાં આવી છે. સંમેલનમાં 1,300 થી વધુ બિલ્ડરો, લેન્ડ ડેવલપર્સ ભાગ લઇ રહ્યા છે. સમગ્ર ભારતના બિલ્ડર્સ અને ડેવલપર્સ ઇજિપ્તની ભૂમિ પર હાલ એકત્રિત થયા છે.
સ્ટેટ રિયલ્ટી એસોસિએશને ભારતથી ડેવલપર્સને ઇજિપ્તના શર્મઅલશેખમાં આવેલા ભવ્યાતિભવ્ય રિક્સોસ પ્રીમિયમ રિસોર્ટ સુધી લઇ જવા માટે 187 થી 250 સીટરની છ ચાર્ટર્ડ ફ્લાઇટ્સ બુક કરવામાં આવી હતી.

વિશ્વના શ્રેષ્ઠ આર્કિટેક્ચર માટે જાણિતા શહેરો પૈકીના ઇજિપ્તના અગ્રણી અદ્ભુત શહેરની અભ્યાસ પ્રવાસની સાથે, CREDAI એ ઈન્ડો-ઈજિપ્ત બિઝનેસ મીટનું પણ આયોજન કર્યું છે જેમાં બે કેન્દ્રીય મંત્રીઓ અને ઈજિપ્તના ટોચના મંત્રીઓ અને બંનેના બિઝનેસ ટાયકૂન્સની હાજરી જોવા મળશે. વિકાસકર્તાઓ રિયલ્ટી, પેટ્રોકેમિકલ્સ, બેન્કિંગ અને ટેક્નોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં રોકાણ અને સહયોગની અપેક્ષા રાખે છે.

નેટકૉનમાં ઇજિપ્તના આર્કિટેક્ચર, વ્યાપાર અને નીતિઓ પર ટેકનિકલ સત્રો યોજશે જેથી તેની કામગીરીની સમજ મળી શકે.

September 15, 2022
Cia_business_news-1280x936.jpg
1min462

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

છેલ્લા ઘણાં દિવસોથી સુરતમાં રેડીયો પર તેજીના ટકોરા, પબ્લિક પ્લેસીસના હોર્ડિંગ પર તેજીના ટકોરા, અખબારોમાં તેજીના ટકોરાની જાહેરાતો જોવા મળી. બિલ્ડરો અને લેન્ડ ડેવલપર્સનું સંગઠન ક્રેડાઇ, સુરત બ્રાન્ચે તેમના ચોથા સ્માર્ટ સિટી સુરત પ્રોપર્ટી ફેસ્ટનું કાબિલેતારીફ પ્રમોશન કર્યું. આજે સર્વત્ર તેજીના ટકોરાની ચર્ચા જોવા મળી રહી છે.

સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ક્રેડાઇ સુરત દ્વારા આયોજિત સ્માર્ટ સિટી પ્રોપર્ટ ફેસ્ટ 2022ના ઉદઘાટન પૂર્વે ક્રેડાઇના ચેરમેન રવજીભાઇ મોણપરા, પ્રમુખ સંજયભાઇ માંગૂકીયા, ઉપપ્રમુખ વિજયભાઇ ધામેલિયા, પ્રોગ્રામ કોઓર્ડિનેટર અમર રાવલ સહિતના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ

ક્રેડાઇ સુરત એ સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના 900 જેટલા સક્રિય ઉદ્યોગપતિઓની બનેલી સંસ્થા છે અને સુરત ક્રેડાઇ તેના ચોથા પ્રોપર્ટી ફેસ્ટીવલનું ઉદઘાટન તા.16મી સપ્ટેમ્બર 2022ના રોજ કરી રહી છે. ક્રેડાઇ સુરતનો પ્રોપર્ટી ફેસ્ટીવલ સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તા.16થી 18 ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં શહેરના દરેક વિસ્તારોના મળીને અંદાજે 200 જેટલા પ્રોપર્ટી પ્રોજેક્ટ્સનું પ્રમોશન કરવામાં આવશે. રેસિડેન્સીયલ, કમર્શિયલ, ફાર્મ હાઉસ, ઓફિસ બિલ્ડીંગ, રો હાઉસ, બંગલોઝ વગેરે પ્રકારની પ્રોપર્ટી માટે એક જ છતની નીચે તમામ માહિતી મળી રહે તેવું આયોજન ક્રેડાઇના પ્રોપર્ટી ફેસ્ટમાં કરવામાં આવ્યું છે.

વધુ વિગતો આપતા ક્રેડાઇ સુરતના ચેરમેન રવજીભાઇ મોણપરા, સંજયભાઇ માંગુકીયા, વિજયભાઇ ધામેલિયા, અમરભાઇ રાવલ સહિતના આયોજકોએ જણાવ્યું હતું કે ક્રેડાઇના પ્રોપર્ટી ફેસ્ટમાં આવનારા દરેક ગ્રાહકને કંઇકને કંઇક મળે તેવું આયોજન છે. પ્રોપર્ટી ફેસ્ટમાં પ્રોપર્ટી ખરીદનારા વ્યક્તિને 31મી ઓક્ટોબર સુધીની વેલિડીટી ધરાવતું રૂ.1લાખની કિંમતનું ગીફ્ટ વાઉચર પણ આપવામાં આવશે. પ્રોપર્ટી ફેસ્ટમાં રજિસ્ટ્રેશન કરાવનારા મુલાકાતીઓ માટે છેલ્લા દિવસે આઇ-ટેન મોટરકારનો ઇનામો ડ્રો પણ રાખવામાં આવ્યો છે.

  • પ્રોપર્ટી ફેસ્ટમાં દર કલાકે 10 હજાર રૂપિયાનું ગીફ્ટ હેમ્પર
  • દરરોજ સાંજે 50 હજાર સુધીની ગીફ્ટ
  • મિલકત ખરીદનારને રૂ.1 લાખની રકમનું ગીફ્ટ વાઉચર
  • છેલ્લા દિવસે લકી ડ્રોમાં એક મોટરકારનું ઇનામ

ક્રેડાઇ સુરતના પ્રોપર્ટી ફેસ્ટમાં શું શું હશે

સુરતમાં કોઇપણ પ્રકારની પ્રોપર્ટી ખરીદવા માંગતા લોકો માટે ક્રેડાઇના પ્રોપર્ટી ફેસ્ટમાં 200થી વધુ પ્રોજેક્ટ્સની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ બનશે. પ્રોજેક્ટના યુનિટના પ્લાનિંગ, સાઇઝ, સ્પેશિફિકેશન, પ્રોજેક્ટ લે આઉટ, પ્રોજેક્ટ લોકેશન તમામ માહિતી ઉપલબ્ધ બનશે. અલગ અલગ જગ્યાની વિઝીટ કર્યા વગર જ એક જ સ્થળે, પ્રોપર્ટી ફેસ્ટમાં એક સાથે રેસિડેન્સીયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, પ્લોટીંગ, ટેક્ષટાઇલ માર્કેટ વગેરેની માહિતી મળી શકશે.

  • બેંકો તરફથી લોન મળી શકે તે માટે બેંકોના પણ સ્ટોલ્સ
  • નાના બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરીયા
  • ફૂડ પ્લાઝા