25. September 2022

સુરતમાં સર્વત્ર તેજીના ટકોરાની ચર્ચા : 200 બિલ્ડીંગ પ્રોજેક્ટ્સનું પ્રમોશન : પ્રોપર્ટી ખરીદનારાઓ માટે ફાયદેમંદ સોદાની તક

Share On :

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

છેલ્લા ઘણાં દિવસોથી સુરતમાં રેડીયો પર તેજીના ટકોરા, પબ્લિક પ્લેસીસના હોર્ડિંગ પર તેજીના ટકોરા, અખબારોમાં તેજીના ટકોરાની જાહેરાતો જોવા મળી. બિલ્ડરો અને લેન્ડ ડેવલપર્સનું સંગઠન ક્રેડાઇ, સુરત બ્રાન્ચે તેમના ચોથા સ્માર્ટ સિટી સુરત પ્રોપર્ટી ફેસ્ટનું કાબિલેતારીફ પ્રમોશન કર્યું. આજે સર્વત્ર તેજીના ટકોરાની ચર્ચા જોવા મળી રહી છે.

સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ક્રેડાઇ સુરત દ્વારા આયોજિત સ્માર્ટ સિટી પ્રોપર્ટ ફેસ્ટ 2022ના ઉદઘાટન પૂર્વે ક્રેડાઇના ચેરમેન રવજીભાઇ મોણપરા, પ્રમુખ સંજયભાઇ માંગૂકીયા, ઉપપ્રમુખ વિજયભાઇ ધામેલિયા, પ્રોગ્રામ કોઓર્ડિનેટર અમર રાવલ સહિતના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ

ક્રેડાઇ સુરત એ સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના 900 જેટલા સક્રિય ઉદ્યોગપતિઓની બનેલી સંસ્થા છે અને સુરત ક્રેડાઇ તેના ચોથા પ્રોપર્ટી ફેસ્ટીવલનું ઉદઘાટન તા.16મી સપ્ટેમ્બર 2022ના રોજ કરી રહી છે. ક્રેડાઇ સુરતનો પ્રોપર્ટી ફેસ્ટીવલ સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તા.16થી 18 ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં શહેરના દરેક વિસ્તારોના મળીને અંદાજે 200 જેટલા પ્રોપર્ટી પ્રોજેક્ટ્સનું પ્રમોશન કરવામાં આવશે. રેસિડેન્સીયલ, કમર્શિયલ, ફાર્મ હાઉસ, ઓફિસ બિલ્ડીંગ, રો હાઉસ, બંગલોઝ વગેરે પ્રકારની પ્રોપર્ટી માટે એક જ છતની નીચે તમામ માહિતી મળી રહે તેવું આયોજન ક્રેડાઇના પ્રોપર્ટી ફેસ્ટમાં કરવામાં આવ્યું છે.

વધુ વિગતો આપતા ક્રેડાઇ સુરતના ચેરમેન રવજીભાઇ મોણપરા, સંજયભાઇ માંગુકીયા, વિજયભાઇ ધામેલિયા, અમરભાઇ રાવલ સહિતના આયોજકોએ જણાવ્યું હતું કે ક્રેડાઇના પ્રોપર્ટી ફેસ્ટમાં આવનારા દરેક ગ્રાહકને કંઇકને કંઇક મળે તેવું આયોજન છે. પ્રોપર્ટી ફેસ્ટમાં પ્રોપર્ટી ખરીદનારા વ્યક્તિને 31મી ઓક્ટોબર સુધીની વેલિડીટી ધરાવતું રૂ.1લાખની કિંમતનું ગીફ્ટ વાઉચર પણ આપવામાં આવશે. પ્રોપર્ટી ફેસ્ટમાં રજિસ્ટ્રેશન કરાવનારા મુલાકાતીઓ માટે છેલ્લા દિવસે આઇ-ટેન મોટરકારનો ઇનામો ડ્રો પણ રાખવામાં આવ્યો છે.

  • પ્રોપર્ટી ફેસ્ટમાં દર કલાકે 10 હજાર રૂપિયાનું ગીફ્ટ હેમ્પર
  • દરરોજ સાંજે 50 હજાર સુધીની ગીફ્ટ
  • મિલકત ખરીદનારને રૂ.1 લાખની રકમનું ગીફ્ટ વાઉચર
  • છેલ્લા દિવસે લકી ડ્રોમાં એક મોટરકારનું ઇનામ

ક્રેડાઇ સુરતના પ્રોપર્ટી ફેસ્ટમાં શું શું હશે

સુરતમાં કોઇપણ પ્રકારની પ્રોપર્ટી ખરીદવા માંગતા લોકો માટે ક્રેડાઇના પ્રોપર્ટી ફેસ્ટમાં 200થી વધુ પ્રોજેક્ટ્સની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ બનશે. પ્રોજેક્ટના યુનિટના પ્લાનિંગ, સાઇઝ, સ્પેશિફિકેશન, પ્રોજેક્ટ લે આઉટ, પ્રોજેક્ટ લોકેશન તમામ માહિતી ઉપલબ્ધ બનશે. અલગ અલગ જગ્યાની વિઝીટ કર્યા વગર જ એક જ સ્થળે, પ્રોપર્ટી ફેસ્ટમાં એક સાથે રેસિડેન્સીયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, પ્લોટીંગ, ટેક્ષટાઇલ માર્કેટ વગેરેની માહિતી મળી શકશે.

  • બેંકો તરફથી લોન મળી શકે તે માટે બેંકોના પણ સ્ટોલ્સ
  • નાના બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરીયા
  • ફૂડ પ્લાઝા
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Share On :