CBSE સેન્ટ્રલ બોર્ડે નેશનલ એજ્યુકેશન પોલિસીનો હવાલો આપીને આગામી 2026થી અમલમાં આવે એ રીતે ધો.10 એસ.એસ.સી.માં બે વખત વાર્ષિક પરીક્ષા લેવા અંગેનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. એવું જણાય રહ્યું છે કે આ પ્રકારે બે પરીક્ષા લેવાનો નિર્ણય લાંબુ વિચાર્યા વગર જાહેર કરાયો છે. સેન્ટ્રલ બોર્ડની સ્કુલોના શિક્ષકોનો વિચાર કર્યા વગર આડેધડ રીતે કરાયેલી જાહેરાતનો વિરોધ આગામી દિવસોમાં દેશભરમાં જોવા મળે તો નવાઇ નહીં. CBSEની આગામી વર્ષની પરીક્ષાનું શિડ્યુલ જોતા એવું જણાય છે કે શિક્ષકોએ ચાર જ મહિનાના સમયગાળામાં બબ્બે વખત પરીક્ષા લેવી પડશે અને બબ્બે વખત ઉત્તરવહીઓ તપાસીને તેના પરીણામ તૈયાર કરીને CBSEની વેબસાઇટ પર અપલોડ કરવા પડશે. CBSEની હાલમાં 2025માં ચાલી રહેલી પરીક્ષા અને આગામી વર્ષ 2026ની પરીક્ષાના કેટલાક સ્ટેટેસ્ટીક્સન પર નજર કરીએ તો સમજાશે.
2025માં હાલમાં ચાલી રહેલી CBSEની પરીક્ષાના સ્ટેટ્સ

2026માં લેવાનારી CBSEની પ્રપોઝ્ડ પરીક્ષાના સ્ટેટ્સ

2025ની પરીક્ષામાં સેન્ટ્રલ બોર્ડના શિક્ષકોએ ધો.10ની કુલ 1.56 કરોડ ઉત્તરવહીઓની ચકાસણી કરવી પડશે. 2026માં એ વધીને લગભગ 1.73 કરોડ ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવું પડશે. વધારાનો આ વર્કલોડ જેટલો જ અન્ય વર્કલોડ પરીક્ષા લેવામાં વધશે. 2026માં 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ દરમિયાન સેન્ટ્રલ બોર્ડની ધો.10ની ફેઝ-1ની પરીક્ષા લેવાશે જ્યારે 5 મેથી 20 મે દરમિયાન ફેઝ-2ની પરીક્ષા લેવાશે. આમ પરીક્ષા લેવાથી લઇને ઉત્તરવહીઓની ચકાસણી, પરીણામ તૈયાર કરવાથી લઇને સબમિશન સુધીની કામગીરી સીધી ડબલ થઇ જશે.
CBSE ધો.10માં 2026થી આ મુજબ રહેશે વિષય માળખું

CBSE ધો.10ની પરીક્ષા બે વખત લેશે પણ રીઝલ્ટ એક જ જાહેર કરશે
સેન્ટ્રલ બોર્ડ દ્વારા બે વખત પરીક્ષા લેવાની જાહેરાત કરી છે અને તેનો ડ્રાફ્ટ પણ જાહેર કરી દીધો છે. આ ડ્રાફ્ટનો અભ્યાસ કર્યા પછી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે ફેબ્રુઆરી અને મે માસમાં પરીક્ષા લેવાશે પરંતુ, પહેલી પરીક્ષા એટલે કે ફેબ્રુઆરી ફેઝ-1ની પરીક્ષાનું પરીણામ જાહેર કરશે નહીં. જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હશે તેમને સ્કુલ મારફતે જાણ કરવામાં આવશે કે તેમણે નીડ ઇમ્પ્રુવમેન્ટ તરીકે ફેઝ-2ની પરીક્ષા આપવાની રહેશે. CBSE ધો.10નું પરીણામ ફેઝ-2ની મેમાં યોજાનારી પરીક્ષા પછી જ જાહેર કરશે.