ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટી દ્વારા પ્લેસમેન્ટના તમામ રેકોર્ડ તુટી ગયા છે.
આઈઆઈટી ખડગપુરના 1100 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ઓફર કરાયુ છે.બીજી તરફ દિલ્હીના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટની 400 ઓફરો મળી છે.આ વખતે કંપનીઓએ જંગી સેલેરી પેકેજનો પણ વરસાદ કર્યો છે.
આ વખતે સેલેરી પેકેજના મામલે આઈઆઈટીના તમામ રેકોર્ડ તુટી ગયા છે અને ખડગપુરના વિદ્યાર્થીને અત્યાર સુધીનુ સૌથી વધારે 2.40 કરોડ રુપિયાનુ પેકેજ આપવામાં આવ્યુ છે.ઉપરાંત ખડગપુરના 1100 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યુ છે તે પણ રેકોર્ડ છે.
આ વખતે પણ આઈઆઈટીમાં ઓનલાઈન પ્લેસમેન્ટ ચાલી રહ્યા છે. પ્રી પ્લેસમેન્ટ ઓફર ડિસેમ્બરમાં પૂરી થશે.બાકીના વિદ્યાર્થીઓ માટે ફેબ્રુઆરીમાં પ્લેસમેન્ટનો વધુ એક રાઉન્ડ યોજાશે.
આઈઆઈટી દિલ્હીના 400 વિદ્યાર્થીઓને નોકરીઓ મળી છે અને સૌથી વધારે પેકેજ એક કરોડ રુપિયાનુ રહ્યુ છે.આઈઆઈટી રુરકીમાં સૌથી હાઈએસ્ટ પેકેજ 2.15 કરોડ રુપિયાનુ રહ્યુ છે.
આઈઆઈટી ગૌહાટીના 200 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ અપાયુ છે જ્યારે આઈઆઈટી મદ્રાસના પ્લેસમેન્ટમાં 43 ટકાનો વધારો થયો છે.