CIA ALERT

Blood moon Archives - CIA Live

May 15, 2022
bloodmoon.jpg
1min417

બ્લડમૂન તરીકે ઓળખાતી પૂર્ણ ચંદ્રગ્રહણની અસાધારણ અને અદ્ભુત ખગોળીય ઘટના રવિવારની રાતથી સોમવારની સવાર સુધી બનશે. આ ચંદ્રગ્રહણ મુખ્યત્વે સાઉથ અને નોર્થ અમેરિકા, એન્ટાર્કટિકા, યુરોપ, આફ્રિકા અને ઇસ્ટ પૅસિફિકમાં જોવા મળશે, ભારતમાં જોવા નહીં મળે. ભારતીયો આ ખગોળીય ઘટનાને અમેરિકાના નાસા (નેશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન)ના લાઇવ સ્ટ્રીમ પર જોઈ શકશે. 

ઇસ્ટર્ન ટાઇમ પ્રમાણે રવિવાર ૧૫ મેની રાતે ૯.૩૨ વાગ્યા (ભારતીય સમય પ્રમાણે સવારે ૭.૦૨ વાગ્યાથી ) સોમવારે પરોઢ પૂર્વે ૨.૫૦ વાગ્યા (ભારતીય સમય પ્રમાણે બપોરે ૧૨.૨૦ વાગ્યા સુધી) થનારા આ ચંદ્રગ્રહણના નાસા પર જીવંત પ્રસારણની સાથે લાઇવ કોમેન્ટ્રી પણ રહેશે. લાઇવ સ્ટ્રીમિંગનો સમય ઇસ્ટર્ન ટાઇમ પ્રમાણે રવિવારે રાતે ૧૧ વાગ્યા (ભારતીય સમય સવારે ૮.૩૩ વાગ્યા)થી ૧૨ વાગ્યા (ભારતીય સમય પ્રમાણે સવારે ૯.૩૩ વાગ્યા સુધી) રહેશે.  આ ગ્રહણના પૂર્ણરૂપમાં ચંદ્ર ચમકતા નારંગીથી લાલ ઈંટ જેવા ઘેરા રંગનો થતો હોય છે. તેથી તેને બ્લડમૂન પણ કહેવાય છે. આવી ઘટના દાયકાઓમાં ક્યારેક બનતી હોય છે. અગાઉ વર્ષ ૧૯૯૨માં આવું  ગ્રહણ થયું ત્યારે ચંદ્ર દૃષ્ટિમાન થતો નહોતો. એ વખતે ફિલિપાઇન્સમાં માઉન્ટ પિનાટૂબો ફાટવાના થોડા વખત પછી થયું હતું.