જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
હાલમાં ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વની પ્રવેશ પરીક્ષાની તારીખોની ઘોષણા અને રજિસ્ટ્રેશ શરૂ થઇ ગયા છે.
આર્કિટેક્ચર કોર્સમાં પ્રવેશ માટે નાટા આ વર્ષથી ત્રણ ફેઝમાં લેવાશે
ધો.12 પીસીએમ પછી પાંચ વર્ષના બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ માટે રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવતી નેશનલ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર (નાટા) પ્રવેશ પરીક્ષા આ વર્ષે ત્રણ ટ્રાયલમાં લેવાની ઘોષણા કરવામાં આવી છે.
- નાટા ફેઝ વન- 12-06-2022
- નાટા ફેઝ ટુ – 03-07-2022
- નાટા ફેઝ થ્રી – 24-07-2022

ટૂંક સમયમાં નાટા માટે રજિસ્ટ્રેશન શરૂ થશે
નેશનલ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર પ્રવેશ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન આગામી તા.22મી માર્ચ બાદ ગમે ત્યારે શરૂ થઇ જશે. નાટા અગર તો કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરની વેબસાઇટ સતત જોતા રહેવું.
બિરલા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી- પીલાની, ગોવા, હૈદરાબાદ અને દુબઇ કેમ્પસમાં પ્રવેશ માટેની પરીક્ષા બીટસેટ
ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપ બાદ દેશમાં આઇ.આઇ.ટી. જેટલી જ ગુણવત્તાસભર એન્જિનિયરિંગ કોલેજ બિરલા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (બીટ) પીલાની રાજસ્થાન, ગોવા અને હૈદરાબાદ કેમ્પસ ઉપરાંત દુબઇ કેમ્પસમાં ચાલતા ઇજનેરીના જુદા જુદા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે બીટસેટ નામની પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. આ વખતે આ પરીક્ષા બે વખત લેવાનું આયોજન છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ જણાવવાનું કે બીટસેટ માટેના રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યા છે.
- બીટસેટ ફેઝ વન – 20થી 26 જૂન, 2022
- બીટસેટ ફેઝ ટુ – 22થી 26 જુલાઇ, 2022


