જયેશ બ્રહ્મભટ્ટ 98253 44844
ઉચ્ચ શિક્ષણની હાટડી માંડીને બેઠેલા ધંધાદારી સંચાલકોને પ્રવેશાર્થીઓ કેવો ઝાટકો આપે છે એ જો જાણવું હોય તો સુરતમાં ભગવાન મહાવીર નામે પ્રાઇવેટ યુનિવર્સિટી ખોલીને બેઠેલા સંચાલકોને પૂછવું પડે. એક સમયે જુદી જુદી કોલેજોમાં પ્રવેશાર્થી પાસેથી તોતિંગ ડોનેશન લઇને પ્રવેશ આપનારા ભગવાન મહાવીર યુનિવર્સિટીના સંચાલકોને આ વખતે ઇજનેરી અને હવે આર્કિટેક્ચરના પ્રવેશાર્થીઓએ જાકારો તો એવો આપ્યો છે કે સમખાવા પૂરતો એક પણ વિદ્યાર્થી મળ્યો નથી.
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી)એ બી.આર્ક.માં હાથ ધરેલી પ્રવેશ પ્રક્રિયા દરમિયાન પહેલો અને બીજો, આખરી રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂરી થઇ ગયા બાદ સુરતની ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજમાં કુલ 90માંથી 90 સીટ ખાલી પડી છે. ખુદ એડમિશન કમિટીના ડેટા દર્શાવી રહ્યા છે કે બી.આર્કિટેક્ચરમાં એક પણ પ્રવેશાર્થીએ ન તો પહેલા રાઉન્ડમાં ન તો બીજા રાઉન્ડમાં ભગવાન મહાવીર કોલેજમાં એડમિશન તો દૂરની વાત પણ પસંદગીના લિસ્ટમાં પણ નથી મૂકી. એક પણ વિદ્યાર્થીએ ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજને ચોઇશ ફિલિંગમાં સામેલ કરી.
આ બાબત દર્શાવે છે કે ધંધાદારી સંચાલકો કે જેઓ વિદ્યાર્થીઓને સુવિધામાં વાઇફાઇ ફ્રી આપે છે પણ જ્યાં પ્રયોગ કરવાના હોય છે એ લેબોરેટરીના ઠેકાણા હોતા નથી, ફેકલ્ટીઓની યોગ્ય રીતે નિમણૂંકો કરતા નથી. ભગવાન મહાવીર યુનિવર્સિટીના સંચાલકો વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપવામાં પણ અખાડા કરવા માટે પંકાયેલા છે. જોકે, હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ એ બાબતથી વાકેફ થવા માંડ્યા છે કે અન્ય કોઇપણ કોલેજ કે યુનિવર્સિટી ચાલે પણ ભગવાન મહાવીર તો નહીં જ, આ બાબત આર્કિટેક્ચર અને ઇજનેરી કોલેજને વિદ્યાર્થીઓએ આપેલા સખત જાકારા પરથી જણાયને રહે છે.
ગુજરાતમાં 2022 બી.આર્ક.ની બે રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી બાદ કોલેજવાર ખાલી બેઠકોનું ચિત્ર
