CIA ALERT

Auro university 11th convocation Archives - CIA Live

January 17, 2024
auro.png
1min753

શહેરના ઇચ્છાપોર ખાતે આવેલી ઑરો યુનિવર્સિટીનો 11મો દિક્ષાંત (વાર્ષિક પદવીદાન) સમારોહ આવતીકાલ તા.18મી જાન્યુઆરીને ગુરુવારે યોજવામાં આવશે. દિક્ષાંત સમારોહમાં પોંડીચેરીના પૂર્વ ગર્વનર અને રિટાર્યડ મહિલા આઇ.પી.એસ. કિરણ બેદી ખાસ ઉપસ્થિત રહીને દિક્ષાંત પ્રવચન આપશે.વધુ માહિતી આપતા ઑરો યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એચ.પી. રામા અને પ્રોવૉસ્ટ ડો.પરીમલ વ્યાસે જણાવ્યું હતું કે 11માં પદવીદાન સમારોહમાં કુલ 271 વિદ્યાર્થીઓને અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની જુદી જુદી પદવીઓ એનાયત કરવામાં આવશે. જેમાં સ્કુલ ઓફ બિઝનેસમાંથી કુલ 116 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ હોસ્પિટાલિટીમાંથી 46 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાંથી 36 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ લોમાંથી 32 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ લિબરલ આર્ટસ એન્ડ હ્યુમન સાયન્સમાંથી 24 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ ડિઝાઇનમાંથી 21 વિદ્યાર્થીઓ અને સ્કુલ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનમાંથી 14 વિદ્યાર્થીઓએ તેમની તમામ પરીક્ષાઓ સફળતાપૂર્વક સંપન્ન કરતા તેમને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.આ ઉપરાંત ઑરો યુનિવર્સિટીએ અમેરીકાની કેનસાસ યુનિવર્સિટી અને સેન ડિયેગો યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ. સાઇન કર્યા છે. જે અંતર્ગત ફેકલ્ટી એક્ષચેન્જ, એજ્યુકેશનલ ઇવેન્ટ, ટ્રેનિગ, રિસર્ચ વગેરે મુદ્દા પર ટૂંકાગાળા અને લાંબાગાળાના કાર્યક્રમો યોજવામાં આવશે.