સુરતના શિક્ષણ જગતને ‘કમ્પલેન’ મોડ પરથી ‘પ્રોગ્રેસ’ ના મોડ પર લાવનાર DEO યુએન રાઠોડની બદલી
સુરતના શિક્ષણાધિકારી ડૉ. યુ.એન. રાઠોડની વડોદરા બદલી, એચ.એચ. રાજ્યગુરુ નવા શિક્ષણાધિકારી
સુરતના જિલ્લા શિક્ષણાધિકારી તરીકે નિર્વિવાદ કામગીરી બજાવી રહેલા ડૉ. યુ.એન. રાઠોડની બદલી વડોદરા ખાતે કરવામાં આવી છે. તેમની જગ્યાએ હાલમાં અમદાવાદ રૂરલ શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી રહેલા શ્રી એચ.એચ.રાજ્યગુરુની સુરત ડી.ઇ.ઓ. તરીકે બદલી કરવામાં આવી છે.
ડો. યુ.એન. રાઠોડની બદલીના સમાચાર મળતા જ સુરતના શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોમાં ખાસ્સી ચર્ચા જાગી હતી. શિક્ષણ જગત સાથે સંકળાયેલા દરેક વર્ગના લોકો સાથે ડો.યુ.એન. રાઠોડએ સુમેળ સાધીને સુરતના શિક્ષણ જગતમાં છેલ્લા ત્રણ વર્ષમાં કોઇ મોટા પ્રશ્ન કે સમસ્યાને સર્જાવા દીધા નથી. સુરતના શિક્ષણ જગત માટે કહેવાય છે કે અહીં ફરીયાદો જ ફરીયાદો ઉપસ્થિત થાય, શિક્ષણાધિકારી ફરીયાદો, પ્રશ્નો, સમસ્યાઓના નિરાકરણમાં જ રચ્યા પચ્યા રહે, ખાસ રચનાત્મક કામગીરી થતી ન હતી. પરંતુ, તેમના આગમન બાદ સુરત શિક્ષણાધિકારીની કચેરી કમ્પ્લેન એટેન્ડ કરવા ઉપરાંત પ્રોગ્રેસના મોડ પર આવી જવા પામી છે.
એથી વિશેષ તેમણે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું દુષણ કેવી રીતે અટકાવી શકાય એ માટે ખાસ અભિયાન છેડ્યું હતું. સુરત જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ડો. રાઠોડને રાજ્ય સરકારે આત્મહત્યા વિરોધી અભિયાન અન્વયે પુસ્તક પ્રકાશન કરવાની ખાસ છૂટ આપી હતી.

ડો. યુ.એન. રાઠોડએ સુરતમાં અનેક રચનાત્મક સુધારા કર્યા જેમાં સૌથી મહત્વનું ગ્લોબલ ગુજરાત મિડીયમની સ્કુલને પરવાનગી આપવાનું કામ તેમણે સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ગ્લોબલ ગુજરાતી મિડીયમ એટલે ગુજરાતી મિડીયમના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન જેવા મુખ્ય વિષયો અંગ્રેજીમાં ભણાવવાનું તેમજ તેની પરીક્ષા પણ અંગ્રેજીમાં જ લેવાય તેવી વ્યવસ્થા કરવાનું કામ ડો. રાઠોડ ન હોત તો કદાચ સુરતમાં સાકાર થઇ શક્યું ન હોત. એથી વિશેષ એન.સી.ઇ.આર.ટી.નો સિલેબસ શરૂ કરવાના પાઇલોટ પ્રોજેક્ટ માટે સુરતની પસંદગી અને સુરતમાં તેને મળેલી સફળતાને પગલે સમગ્ર રાજ્યમાં તેનો અમલ થઇ શક્યો છે.
રાઇટ ટુ ઇન્ફર્મેશનથી શરૂ કરીને એફ.આર.સી., કર્મચારીઓની ભરતી, શાળા સંચાલકોના પ્રશ્નો સુધીની તમામ કામગીરી ડો. યુ.એન. રાઠોડએ તેમની ટીમ સાથે સુપેરે પાર પાડી હતી. તેઓ હવે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવશે.
રાજ્યમાં અન્ય જિલ્લા શિક્ષણાધિકારીઓની બદલી ક્યાં થઇ એ આ ઓર્ડર પરથી જાણી શકાશે.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


