Surat-Ahmedabadમાં 19/3/21થી રાત્રે 9થી સવારનાં 6 સુધી કરફ્યૂ

સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ અને પોઝિટિવ કેસ વધવા માંડતાં જ સાવચેતીનાં પગલા લેતાં રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને લોકલ ઓથોરિટીઓએ બન્ને મહાનગરોમાં રાત્રિ કરર્ફ્યુની અવધિ રાત્રે ૧૦ વાગ્યાને બદલે ૯ વાગ્યાથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આજરોજ તા.૧૯મી માર્ચથી રાત્રિ કરર્ફ્યુ રાત્રે ૯થી શરૂ થશે તેમજ બન્ને્ શહેરોમાં શનિવાર-રવિવારનાં રોજ તમામ મોલ-થિયેટરો બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાતના શહેરોમાં કોરોનાને વકરતો રોકવા માટે અને અસરકારક પગલા લેવા માટે રાજય સરકારે વધુ સનદી અધિકારીઓને મેદાનમાં ઉતાર્યા છે. બન્ને શહેરોમાં આજે મ્યુનિ.નાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને શહેરમાં વ્યાપી રહેલી કોરોના મહામારીને ફરી કઇ રીતે અંકુશમાં લઇ શકાય તેની ચર્ચા વિચારણા કરી હતી.
મ્યુનિ.નાં કમિશનર મુકેશકુમાર તથા ડે.કમિશનરો, હેલ્થ ઓફિસર, સોલીડ વેસ્ટ ખાતાનાં ડાયરેકટર વગેરે સાથે યોજાયેલી બેઠકમાં ડો.રાજીવકુમાર ગુપ્તાએ કોરોના કેસ વધે તેવા સંજોગોમાં નાગરિકોને સમયસર સારવાર મળી રહે તે માટે સંપાદિત હોસ્પિટલો અને બેડ, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફની પૂરતી વ્યવસ્થા, ટેસ્ટીંગ માટેની સુવિધા વધારવા તેમજ દવાની ઉપલબ્ધતા અને કોરોના રસીકરણની કામગીરી વગેરે બાબતોની માહિતી મેળવી હતી અને ચર્ચા કરી હતી.
બેઠકમાં ચર્ચાવિચારણાનાં અંતે જાહેરહિતમાં શહેરમાં આવતીકાલ શુક્રવારથી રાત્રિ કરફ્યુનો સમય ૧૦ વાગ્યાને બદલે નવ વાગ્યાથી સવારનાં છ વાગ્યા સુધી રાખવાનો અને તેનો કડકાઇથી અમલ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તદઉપરાંત શહેરમાં શનિ-રવિવારે જુદા જુદા વિસ્તારોમાં આવેલાં મોલ-મલ્ટીપ્લેકસ તેમજ થિયેટરોમાં ભીડ જામતી હોવાથી કોરોના સંક્રમણ ફેલાવી શક્યતા વધી જવાની બાબતને ધ્યાને લઇ ઉચ્ચ અધિકારીઓએ શનિવાર-રવિવારે તમામ મોલ અને થિયેટરો સંપૂર્ણપણે બંધ રખાવવાનો નિર્ણય લીધો હતો અને બાકીનાં દિવસોમાં મોલ-થિયેટરોમાં કોરોના ગાઇડલાઇનનો કડકાઇથી પાલન કરાવવાની તાકીદ કરવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
