મ્યુનિસિપલ પરફોર્મન્સમાં સુરત દેશનું બીજા ક્રમનું શ્રેષ્ઠ શહેર : જાણો સમગ્ર દેશના શહેરોની સ્થિતિ
દેશમાં 10 લાખ કરતા વધારે વસ્તીવાળા શહેરોમાં રહેનારા બેંગ્લુરુ સૌથી બેસ્ટ શહેર બન્યું છે. જ્યારે 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોમાં શિમલા ટોપ પર છે. કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે ઈઝ ઓફ લિવિંગ રેંકિંગ-2020 (Ease of Living Index India List) જાહેર કર્યું છે.
કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રી હરદીપસિંહ પૂરીએ રિપોર્ટ જારી કર્યો છે. ખાસ વાત એ છે કે દેશની રાજધાની દિલ્હી આ બન્ને કેટેગરીમાં 10મા નંબર સુધી પણ નથી પહોંચી શક્યું. દિલ્હી 13મા નંબર પર રહ્યું છે. આ લિસ્ટમાં અમદાવાદ 10 લાખથી વધારે વસ્તીવાળા શહેરોમાં ત્રીજા નંબર પર છે આ સિવાય અહીં સુરત અને વડોદરાનો પણ સમાવેશ થાય છે. જ્યારે 10 લાખ કરતા ઓછી વસ્તીવાળા શહેરોમાં ગાંધીનગર 7મા નંબર પર છે.
રહેવા માટે બેસ્ટ શહેરોના રેંકિંગમાં ધેશમાં 111 શહેરોનો સર્વે કરવામાં આવ્યો. શહેરને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા. પહેલી કેટેગરીમાં એ શહેર જોડાયા જેમની વસ્તી 10 લાખ કરતા વધારે હતી જ્યારે બીજી કેટેગરીમાં એ શહેરોનો સમાવેશ કરાયો છે જ્યાં 10 લાખ કરતા ઓછી વસ્તી હતી. આ શહેરોમાં એ વાત જોવામાં આવી કે તેમની ગુણવત્તા કેવા સ્તરની છે જ્યાં વિકાસના કામ કરાયા છે, તેની લોકોના જીવ પર કેવી અસર પડે છે.
પહેલી વખત 2018માં રેંકિંગ કરાયું હતું જ્યારે બીજી વખત 2020માં શહેરોનું રેંકિંગ કરાયું. આ કેટેગરીમાં મુખ્ય ત્રણ પિલર્સ છે, આ પિલર્સમાં રહેવાની ગુણવત્તા જેના રેંકિંગ માટે 35 ટકા પોઈન્ટ્સ રાખવામાં આવ્યા છે. બીજો પિલર આર્થિક યોગ્યતા માટે 15% પોઈન્ટ્સ અને વિકાસની સ્થિતિ માટે 20% અંક નક્કી કરાયા છે, પછી 30% લોકો વચ્ચે કરાયેલા સર્વેના આધારે પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે.
આ સાથે શહેરોમાં 14 કેટેગરી બનાવવામાં આવી હતી. આ કેટેગરીમાં એ શહેરનું શિક્ષણ સ્તર, સ્વાસ્થ્ય, રહેવાસ અને આશ્રય, સાફ-સફાઈ, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, સુરક્ષા વ્યવસ્થા, આર્થિક વિકાસનું સ્તર, આર્થિક તકો, પર્યાવરણ, વૃક્ષો, ઈમારતો, એનર્જીનો ઉપયોગ વગેરે જેવી કેટેગરીની સમીક્ષા કરાઈ છે. આ પછી ત્યાં લોકો વચ્ચે સર્વે કરાયો. આ સર્વે 19 જાન્યુઆરી 2020થી 2020 સુધી કરાયો. સર્વેમાં 32,20,000 લોકોએ પોતાનો મત રજૂ કર્યો. આ મંતવ્યો ઓનલાઈન ફીડબેક, ક્યુ આર કોડ, ફેસ ટૂ ફેસ સહિત અન્ય માધ્યમોથી લેવામાં આવ્યા હતા. આ પછી 111 શહેરોની સમીક્ષા કર્યા બાદ તેના રેંકિંગ કરાયા.
10 લાખથી વધારે વસ્તીવાળા શહેરોનું રેંકિંગ લિસ્ટ
1. બેંગ્લુરુ- 66.70
2. પુણે- 66.27
3. અમદાવાદ- 64.87
4. ચેન્નાઈ- 62.61
5. સુરત- 61.73
6. નવી મુંબઈ- 61.60
7. કોયમ્બતુર- 59.24
8. વડોદરા- 59.24
9. ઈન્દોર- 58.58
10. ગ્રેટર મુંબઈ- 58.23
10 લાખ કરતા ઓછી વસ્તીવાળા શહેરોનું રેંકિંગ
1. શિમલા- 60.90
2. ભુવનેશ્વર- 59.85
3. સેલવાસા -58.43
4. કોકિનાડા- 56.84
5. સેલમ- 56.40
6. વલ્લોર- 56.38
7. ગાંધીનગર- 56.25
8. ગુરુગ્રામ -56.00
9. દાવનગેરે -55.25
10. તિરુચિરાપલ્લી- 55.24
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


