27/06/25એ અમદાવાદમાં નીકળશે 148મી રથયાત્રાઃ સુરક્ષા-વ્યવસ્થા સમેતની તૈયારીઓ પૂર્ણ
અમદાવાદમાં ભગવાનની શ્રી જગન્નાથની ભવ્યાતિભવ્ય 148મી રથયાત્રા 27/06/2026 નીકળવાની છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ના બને તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રથયાત્રા દરમિયાન માર્ગ પર આગ કે પછી અકસ્માતની ઘટના ના બને તે માટે ફાયરવિભાગ માત્ર 2 થી 4 મિનિટમાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રથયાત્રા દરમિયાન રૂટને સમયાંતરે ટ્રાફિક ફ્રી રાખવામાં આવશે. કારણ કે જો કોઈ અકસ્માતની ઘટના ના બને તે માટે પૂરતી વ્યવસ્થા થઈ શકે.
ફાયર વિભાગે એઆઈની મદદથી રોડ મેપ તૈયાર કર્યો
અમદાવાદ પોલીસ અને રાજ્ય ગૃહ પ્રધાને હર્ષ સંઘવીએ પણ રથયાત્રા રૂટનું પરિક્ષણ કર્યું હતું. રથયાત્રામાં પહેલી વખત ફાયરવિભાગે એઆઈની મદદ લીધી અને રોડ મેપ તૈયાર કર્યો છે. એઆઈ દ્વારા 13 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યાં છે. જ્યાં ફાયર વિભાગના કર્મચારીઓને તૈનાત રાખવામાં આવશે. જેથી જરૂર પડે ત્યારે સત્વરે તેમની મદદ લઈ શકાય. ફારયવિભાગ સિવાય 23,884 જવાનો પણ બંદોબસ્ત માટે ખડેપગે રહેવાના છે. આ સાથે સાથે સમગ્ર રથયાત્રા દરમિયાન ગુજરાત પોલીસે 3500 સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ પણ કરશે. તેનો અર્થ એ છે કે, રથયાત્રા પહેલા વ્યવસ્થા અને સુરક્ષાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
રથયાત્રા દરમિયાન કેટલા આ રૂટ સંપૂર્ણ રીતે બંધ રહેશે
દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, કાલુપુર ઘી બજાર, કાલુપુર રેલવે સ્ટેશન, આસ્ટોડિયા ચકલા, કોર્પોરેશન ઓફિસ, રાયખડ ચાર રસ્તા, લોકમાન્ય તિળક બાગ, એમ.જે. લાઈબ્રેરી, જીસીએસ હોસ્પિટલ, અરવિંદ મિલ, જીનિંગ પ્રેસ, અશોક મિલ, નરોડા ફૂટ માર્કેટ, મેમ્કો ક્રોસ રોડ, મ્યુનિ. ઉત્તર ઝોન ઓફિસ, સૈજપુર ટાવર અને નરોડા એસટી વર્કશોપ કેબિન. બસના આ રૂટ સંપૂર્ણપણ બંધ રહેશે.
રૂટમાં કરવામાં આવેલા આંશિક ફેરફારની તો તેમાં બસ એસપી રિંગ રોડથી ઈસ્કોન ક્રોસ રોડના બદલે ઇસ્કોન ક્રોસ રોડથી લો ગાર્ડન જશે. ભાડજ સર્કલથી નરોડા ગામ જતી બસ ભાડજ સર્કલથી સરકારી લીથો પ્રેસ જશે, જ્યારે મણિનગરથી ગોતા વસંતનગરની બસ ગોતાથી એલ.ડી. કોલેજ સુધી જશે. ઓઢવ રિંગ રોડથી એલડી સુધીની બસ આસ્ટોડિયા સુધી જશે. માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. જેથી બસમાં મુસાફરી કરતા લોકોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું
કેટલીક જગ્યાને નો પાર્કિંગ ઝોન જાહેર કરાઈ
રથયાત્રા દરમિયાન જો તમે વાહન લઈને જવાના છો તો આ રૂટનું ખાય ધ્યાન રાખવું જેમાં ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર ફૂલ બજાર, રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા, આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલ, સારંગપુર સર્કલ, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજ, સરસપુર, શારદાબહેન હોસ્પિટલ, અમદુપુરા, કાલુપુર સર્કલ, પ્રેમદરવાજા, દરિયાપુર દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આર. સી. સ્કૂલ, ઘી કાંટા, પાનકોર નાકા, માણેકચોક, ગોળ લીમડા સહિત 31 જગ્યાઓને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
