UK : નાતાલ પૂર્વે જ કડક લૉકડાઉનનો અમલ શરૂ
કોરોનાના નવા વાઇરસના વધેલા કેસને ધ્યાનમાં લઇને યુનાઇટેડ કિંગ્ડમમાં નવેસરથી કડક લૉકડાઉન લાગુ કરાયું હતું. જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચતી દુકાનો અને ઉદ્યોગો સિવાયની બધી જ દુકાનો વગેરે બંધ રાખવાના અને લોકોને ઘરમાં રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

વડા પ્રધાન બોરીસ જોહનસને શનિવારે સાંજે નવા નિયમો વિશેની જાહેરાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ જાહેરાતનો અર્થ એ થયો કે ક્રિસમસ માટે અગાઉ પાંચ દિવસ માટે અપાયેલી છૂટ રદ કરાઇ છે અને અગાઉ થ્રી ટાયર પ્રતિબંધો હતા, પણ હવે એમાં વધારો કરીને ફોર ટાયર પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. આ પ્રતિબંધો રોગચાળાને કાબૂમાં રાખવાના પગલાં તરીકે લાદવામાં આવ્યા છે.
જોહનસને જણાવ્યું હતું કે એવું લાગે છે કે કોરોનાનો નવો વાઇરસ ફેલાઇ રહ્યો છે. અમે આની જાણ હૂને કરીને આ નવા વાઇરસ વિશે ઉપલબ્ધ માહિતી અને એને રોકવા ક્યાં પગલાં લેવા એ વિશે માહિતી મગાવી છે.
જોકે, નવા વાઇરસથી વધુ લોકો મરણ પામતા હોવા વિશે અથવા રસી પર આડઅસર થતી હોવા વિશે કોઇ માહિતી મળી નથી.
ક્રિસમસના દિવસે લોકોને ફાઇઝરની કોરોના માટેની રસી આપવાનું નક્કી કરાયું છે અને અત્યાર સુધીમાં આખા દેશમાં એક લાખથી વધુ લોકોએ રસી મુકાવવા માટે નામ નોંધાવ્યા છે.
નવા નિયમ પ્રમાણે લોકો પોતાના ઘરમાં રહેતી વ્યક્તિ (કુટુંબીઓ) સિવાય અન્ય કોઇને મળી નહીં શકે. ક્રિસમસની ઉજવણી માટે અગાઉ પાંચ દિવસ માટે ત્રણ કુટુંબીને મળવાની પરવાનગી અપાઇ હતી, પણ હવે એ ફક્ત ક્રિસમસના દિવસ પૂરતી જ રખાઇ છે.
આ પ્રતિબંધો બે સપ્તાહ માટેના છે અને ૩૦મી ડિસેમ્બરે સમીક્ષા કર્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


