12/4/21 : Sensex-Nifty સમેતના વૈશ્વિક શેરબજારોના સૂચકાંકોમાં ધરખમ ઘટાડો
તા.૧૨ એપ્રિલ ૨૦૨૧ને ઉઘડતા સપ્તાહ, સોમવારની સવારે સવા નવ વાગ્યે જ્યારે ભારતીય શેરબજારોમાં કારોબાર શરૂ થયો ત્યારે પહેલી જ મિનિટે બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 634.67 પોઇન્ટ અને નિફ્ટી 190.2 પોઇન્ટ ઘટીને ખૂલતા સપ્તાહનો વર્તારો જોવા મળી ગયો છે. બપોરે બાર વાગ્યા બાદ સેન્સેક્સ અને નીફ્ટી બન્નેમાં તોતિંગ ઘટાડો નોંધાયો હતો. સાડા બાર વાગ્યાના અરસામાં સેન્સેક્સમાં ૧૭૦૦થી વધુ પોઇન્ટનું ગાબડું જોવાયું હતું. એવી જ રીતે નીફ્ટી ૫૦૦ જેટલા પોઇન્ટ ડાઉન ટ્રેડ કરતો જોવાયો હતો.
એ પૂર્વે આજે સપ્તાહના આરંભની સવારના પહેલા જ સેશનના ટ્રેડિંગની પહેલી જ મિનિટમાં સેન્સેક્સમાં 1000 પોઇન્ટ અને નિફ્ટી 350 પોઇન્ટથી વધુ નીચે ગયો હતો. બેંકીંગ અને ફાયનાન્સ શેરો જેવા કે RBL, IOB, પંજાબ સિંધ બેંકના શેરોમાં લગભગ 10% નો ઘટાડો છે.
વૈશ્વિક શેરબજારોમાં પણ નોંધાયો ઘટાડો

– હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 373 પોઇન્ટ તૂટીને 28,305ની સપાટીએ બંધ રહ્યો છે.
– ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 24 પોઇન્ટ ઘટીને 3,425 પર બંધ રહ્યો છે.
– કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં 1 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે 3,130 પર બંધ થયો.
– ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ 37 પોઇન્ટ ઘટીને 7,214 પર પહોંચી ગયો છે.
– જાપાનનો નિક્કેઇ ઈન્ડેક્સ 172 અંક નીચે 29,596 પર બંધ રહ્યો છે.
આજે તા.૧૨મી એપ્રિલ ૨૦૨૧ના રોજ શેરમાર્કેટમાં ઘટાડા પાછળ ટોચના નબળા શેર્સમાં ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, એસબીઆઈ, બજાજ ઓટો, આઈસીઆસીઆઈ બેંક, કોટક બેંકના નેગેટીવ અહેવાલો જવાબદાર મનાય છે. ઇન્ફોસિસ એક માત્ર શેર એવો છે જે ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યો હતો. તેની પાછળનું કારણ આઈટી મેજર રુ. 12000 કરોડના શેર બાયબેક કરવા અંગે વિચારી રહી હોવાના અહેવાલો આવ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
