23/04/2026: ભારતીય શેરબજારમાં તોતિંગ કડાકા, Sensex & Nifty Crash
ભારતીય શેરબજારમાં સપ્તાહના ચોથા કાર્યકારી દિવસ 23 એપ્રિલ, 2026ના રોજ ઘટાડો નોંધાયો છે. ખુલતાની સાથે શેરબજાર ક્રેશ થયું છે. જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)ના 30 શેર વાળા સેન્સેક્સ 852 અંકથી બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના નિફ્ટી ઇન્ડેક્સ 205 અંકે ક્લોઝ થયો છે. શેરબજારમાં ભૂકંપ આવતા ટાટાના ટ્રેન્ટ લિમિટેડના શેર સહિત ઇન્ફોસિસ, M&M, ટેક મહિન્દ્રા, HDFC બૅંક, વગેરે શેરમાં ઘટાડો નોંધાતા રોકાણકારોના રૂ. 3 લાખ કરોડ સ્વાહા થયા છે! ચાલો જાણીએ સેન્સેક્સ-નિફ્ટીના ઘટાડા પાછળના કારણો.
શેરબજારમાં આ મોટા ઘટાડા વચ્ચે રોકાણકારોને ભારે નુકસાન થયું છે, જેમાં તેમની ₹3 લાખ કરોડથી વધુ રૂપિયા ડૂબ્યા છે. આ સતત બીજા દિવસે શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયું છે.
BSE સેન્સેક્સે ગુરુવારે(23 એપ્રિલ) શેરબજારમાં ટ્રેડિંગ સ્ટાર્ટ હોવાના કારણે અગાઉ 78,516 બંધ થયાની તુલનાએ સેન્સેક્સ 77,983 સ્તરે રહ્યો અને તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં 30 શેર વાળો ઇન્ડેક્સ 852.49થી 77,664 સ્તરે ક્લોઝ થયો છે.
સેન્સેક્સની જેમ જ NSE નિફ્ટીમાં પણ ઘટાડો થવાની સાથે રેડ ઝોનમાં ખુલ્યો. 50 શેર વાળા ઇન્ડેક્સ બુધવાર(22 એપ્રિલ) 24,378 બંધ રહ્યો હતો, જેમાં ઘટાડો થતાં તે હવે 24,202 પર ખુલ્યો અને સતત ઘટાડો નોંધાતા અંતે 24,173.05 પર ક્લોઝ થયો છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડા વચ્ચે અનેક હેવીવેઇટ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેમાં BSEના માર્કેટ કેપમાં ઘટાડો થતાં ₹4,66,35,326 કરોડ પર પહોંચ્યું, જે પાછલા કાર્યકારી દિવસે ક્લોઝિંગના સમયે ₹4,69,36,824 કરોડ નોંધાયું. આ સંદર્ભમાં જોઈએ તો શેરબજારમાં રોકાણકારોને એક જ દિવસમાં ₹3,01,498 કરોડનો ફટકો પડ્યો છે.
શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે સૌથી વધુ ઘટાડો જોવા મળતા શેરો પર નજર કરીએ તો, BSE લાર્જ-કેપ કેટેગરીમાં ટ્રેન્ટ શેર (4.21%), M&M (3.30%), બજાજ ફિનસર્વ (2.93%), ટેક મહિન્દ્રા (2.90%), ઇન્ફોસિસ (2.04%), અને HDFC બૅંક (1.93%) શેર નુકસાન સાથે બંધ થયા. આ સાથે મિડ-કેપ કેટેગરીમાં અશોક લેલેન્ડ (4.61%), ડિક્સન (3.65%), અને MFSL (2.35%) નીચા સ્તરે બંધ થયા. જ્યારે સ્મોલ-કેપ શેરોમાં IIFLને 10.12% સૌથી વધુ ઘટાડો સહન કર્યો હતો.
શેરબજારમાં આવેલા નોંધપાત્ર ઘટાડા પાછળના કારણોની વાત કરીએ તો, અમેરિકા અને ઈરાનમાં હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ફરીથી ઉછાળો આવવાનું શરૂ થયું છે. જેના કારણે મોંઘવારીનું જોખમ વર્તાઈ રહ્યું છે. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રાઇઝ 103 ડૉલર પ્રતિ બેરલ પહોંચી હતી.
આ ઉપરાંત, વિદેશી બજારમાં મળેલા નેગેટિવ સિગ્નલના કારણે પણ ભારતીય શેરબજારમાં અસર પડી છે. શરૂઆતથી જ જાપાન નિક્કી, હોંગકોંગ હેંગ સેંગ અને દક્ષિણ કોરિયા KOSPI ઇન્ડેક્સ સહિત ગિફ્ટ નિફ્ટી રેડ ઝોનમાં ટ્રેડ થતું જોવા મળ્યું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

