ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીનું ઇલેક્શન 13/9/20 એ ફાઇનલ
સરસાણા કન્વેન્શન સેન્ટરના મેઇન ડોમમાં 30 બુથ બનાવીને ખાસ સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ લાગૂ કરીને યોજાશે મતદાન : હેતલ મહેતા (ચૂંટણી અધિકારી)
આખરે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની નવા વર્ષ માટેની મેનેજિંગ કમિટીની ચૂંટણી તા.13મી સપ્ટેમ્બર 2020ના રોજ યોજવાનું સત્તાવાર એલાન ચૂંટણી અધિકારી હેતલ મહેતાએ આજે ઇલેક્શન કમિટીની બેઠક બાદ કર્યું છે. અગાઉ તા.29મી માર્ચે ચૂંટણી યોજાવાની હતી જે લૉકડાઉનને કારણે મુલતવી રાખવામાં આવી હતી. સુરતમાં કોવીડ-19 સિચુએશન દરમિયાન સુમુલ ડેરીની ચૂંટણી બાદ બીજી મોટી ચૂંટણી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની યોજાશે.
9000 પ્લસ મેમ્બરશીપ ધરાવતા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં મેનેજિંગ કમિટીની કુલ 44 પોસ્ટ અને ચીફ પેટ્રનની 10 પોસ્ટ માટે તા.13મી સપ્ટેમ્બરને રવિવારે સવારે 11થી 5 દરમિયાન મતદાન યોજાશે અને એ જ દિવસે મતદાન બાદ મતગણતરી યોજવામાં આવશે.
મેનેજિંગ કમિટીની 44 પોસ્ટ માટે 54 ઉમેદવારો મેદાનમાં છે
ચીફ પેટ્રનની 10 પોસ્ટ માટે હાલ 13 ઉમેદવારો મેદાનમાં છે
હેતલ મહેતાએ જણાવ્યું કે ચૂંટણી યોજવા અંગેની મંજૂરી મળ્યા બાદ હાલની કોવીડ-19ની પરિસ્થિતિને ધ્યાને લઇને સરસાણાના મેઇન ડોમમાં કુલ 30 બુથ ઉભા કરવામાં આવશે. પાંચ મતદાન કુટીર ઉભી કરવામાં આવશે અને ખાસ સેન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ લાગૂ કરીને ચૂંટણી યોજવાની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
મતદાતાઓએ માસ્ક સાથે અને પોતાની બોલપેન લઇને મતદાન કરવા માટે આવવાનું રહેશે. આ માટે દરેક મતદાતાને એસ.ઓ.પી. પાલન કરવા અંગેના સંદેશાઓ પહોંચતા કરી દેવામાં આવશે.
મતદાન પ્રીમાઇસીસમાં કોઇપણ પ્રકારે પ્રચાર નહીં થઇ શકે
ચેમ્બરની ચૂંટણીના અધિકારી હેતલ મહેતાએ જણાવ્યું કે જ્યાં મતદાન મથક છે ત્યાં ફક્ત ઉમેદવારની એન્ટ્રી જ એલાવ કરવામાં આવશે. કોઇપણ પોલિંગ એજન્ટ નહીં હોય અને પ્રીમાઇસીસમાં કોઇપણ પ્રકારે ચૂંટણી પ્રચાર નહીં થઇ શકે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


