CIA ALERT
17. May 2024
October 23, 20211min713

Related Articles



ટેક્ષટાઇલ પ્રોસેસર્સનો પરિપક્વ નિર્ણય : સુરતની ટેક્ષટાઇલ મિલો એક મહિનો બંધ રાખવાનો નિર્ણય મૌકૂફ

Share On :
Print Friendly, PDF & Email

તા.15મી નવેમ્બરથી ટેક્ષટાઇલ મિલ માલિકો જોબ ચાર્જિસમાં વધુ 15 ટકા ભાવ વધારો અમલી કરશે, ભાવ વધારા અંગે ટ્રેડર્સને કરાયેલી આગોતરી જાણ

Jayesh Brahmbhatt 98253 44944

કોલસો, ડાઇઝ, કેમિકલ વગેરે રો મટિરિયલમાં થઇ રહેલા ભાવ વધારાના વિરોધમાં આગામી તા.1લી નવેમ્બરથી એક મહિનો ટેક્ષટાઇલ મિલો બંધ રાખવી કે નહીં તે અંગે સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની આજે તા.23મી ઓક્ટોબર 2021ની સાંજે યોજાયેલા બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા સભામાં પ્રોસેસર્સ એસોસીએશનના પ્રમુખ જીતુભાઈ વખારીયા, પાંડેસરા એસોસીએશનના પ્રમુખ કમલવિજય તુલસિયાન તેમજ એસજીટીપીએના વાઇસ પ્રેસિડેન્ટ વિપુલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગત મીટીંગમાં નક્કી થયા મુજબ આગામી નવેમ્બર માસમાં સંપૂર્ણ યુનિટો બંધ રાખવાનું નક્કી કરવામાં આવેલ હતું પરંતુ, હાલ વાતાવરણમાં સુધારો થઇ રહ્યો હોઇ, તેમજ ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય ઘટકોના હિતને ધ્યાનમાં રાખીને મિલો બંધ કરવાના નિર્ણયમાં આજરોજ ફેર વિચારણા કરવામાં આવી હતી. જેમાં પ્રોસેસર્સ એસોસીએશનના તમામ સભ્યોએ જણાવ્યું હતું કે તેમના ગ્રાહકો મિલ બંધ નહીં રાખવા માટે આગ્રહ કરી રહ્યા છે, જેને પ્રતિસાદ આપતા એક મહિનો ટેક્ષટાઇલ મિલો સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આજની મિટીંગમાં મિલો બંધ રાખવી કે કામકાજ ચાલુ રાખવું એ સંદર્ભે તંદુરસ્ત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. કુલ 195 જેટલા મિલ માલિકો અને તેના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલા પ્રોસેસર્સ એસોસીએશનની ભરચક સભામાં કેટલાક પરિપકવ નિર્ણયો લેવામાં આવ્યા હતા. મોટા ભાગે પ્રોસેસર્સ દ્વારા પોતાના ગ્રાહકોના હિતમાં મિલ બંધ નહીં કરવા માટે સૂચન કરવામાં આવ્યા હતા.

તા.15મી નવેમ્બરથી અમલમાં આવે એ રીતે જોબ ચાર્જિસમાં વધુ 15 ટકાનો વધારો

ટેક્ષટાઇલ મિલ માલિકોની બેઠકમાં લેવાયેલા અન્ય નિર્ણયમાં આગામી તા. ૧૫-૧૧-૨૦૨૧થી અમલમાં આવે એ રીતે હયાત જોબ ચાર્જ ઉપર ૧૫% નો વધારો કરવાનું નક્કી કરવામાં આવેલ છે, ઉપરાંત તા. ૧૫-૧૧-૨૧ નાં રોજ સામાન્ય સભા બોલાવી નક્કી કરવામાં આવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :