મનઘડંત નીતિઓ અને ગ્રીડ અવરોધોના વિરોધમાં સાઉથ ગુજરાત સોલાર એસોસીએશનની સરકારના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ

અવાસ્તવિક DCR નિયમો, દૈનિક 70% સુધીનો પાવર કાપ અને ડિસ્કોમ દ્વારા બિનજરૂરી ચાર્જિસ ભારતના નેટ-ઝીરો લક્ષ્યાંકો અને અબજોના રિન્યુએબલ રોકાણો માટે જોખમરૂપ
સુરત-
દેશના કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ (C&I) સોલાર સેક્ટરમાં ગંભીર કટોકટી સર્જાઈ છે, જેના કારણે ખાનગી મૂડી રોકાણો અને દેશના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકો જોખમમાં મુકાયા છે. સોલાર પ્રોજેક્ટ ડેવલપર્સ અને ઔદ્યોગિક ગ્રાહકોના સંગઠનોએ સંયુક્ત રીતે ગંભીર વહીવટી, નિયમનકારી અને નાણાકીય અવરોધો અંગે ચિંતા વ્યક્ત કરી છે, જેના કારણે ચાલુ પ્રોજેક્ટ્સ અટકી પડ્યા છે. આ ગંભીર સમસ્યા અંગે સાઉથ ગુજરાત સોલાર એસોસીએશન દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપની માંગણી કરવામાં આવી છે.
મનઘડત નિયમો, સ્થાનિક સ્તરે સોલાર સેલના પુરવઠાની ભારે અછત, નીતિગત અસ્થિરતા અને જેટકો (GETCO) તથા ડિસ્કોમ (DISCOMs) દ્વારા કરવામાં આવતા પાવર કાપને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ઉદ્યોગ જગતે ચેતવણી આપી છે કે જો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે, તો ઉદ્યોગોને ગ્રીન એનર્જી તરફ વાળવાની યોજના નિષ્ફળ જશે જેમાં કોઇ શંકાને સ્થાન નથી. સોલાર ઉદ્યોગ એવા વળાંક પર છે કે જ્યાં વગર વિચારે લેવાયેલા નિર્ણયો ઉદ્યોગના જ રિન્યુએબલ એનર્જીના પ્રોગ્રેસને નુકસાન પહોંચાડી રહ્યા છે. પ્રોજેક્ટ્સના ખર્ચમાં રાતોરાત 30% સુધીનો વધારો થયો છે, જ્યારે કાર્યરત પ્લાન્ટમાંથી આધુનિક ગ્રીડના અભાવે 70% જેટલી સ્વચ્છ ઊર્જા ગુમાવવી પડે છે. સોલાર ઉદ્યોગને બંધ થતો બચાવવા સરકારને આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની પણ અમારી માંગણી છે.
સોલાર ઉદ્યોગ દ્વારા ઉઠાવવામાં આવેલા 8 મુખ્ય મુદ્દાઓ:
- 1. સપ્લાય ચેઈનની સમસ્યા (DCR અને ALCM નીતિ): હાઈ-એફિશિયન્સી સોલાર સેલના સ્થાનિક ઉત્પાદનની અછત હોવા છતાં DCR નિયમો ફરજિયાત કરાતા પ્રોજેક્ટ ખર્ચમાં 25% થી 30% નો તોતિંગ વધારો થયો છે.
- 2. નીતિગત ગૂંચવણ (DCR સેલ્સ વિરુદ્ધ ALMM મોડ્યુલ્સ): સ્થાનિક સ્તરે સેલ ઉત્પાદન ક્ષમતા મર્યાદિત હોવાથી, આ નિયમના કારણે બજારમાં જૂજ ઉત્પાદકોની મોનોપોલી (Monopoly) સર્જાવાનું અને ભાવવધારો થવાનું જોખમ છે.
- 3. ગ્રીડની બિનકાર્યક્ષમતા અને ભારે પાવર કાપ: GETCO અને ડિસ્કોમ દ્વારા પીક અવર્સ દરમિયાન સોલાર પાવર જનરેશનને 60% થી 70% સુધી ઘટાડી દેવા અથવા બંધ કરવા દબાણ કરવામાં આવે છે, જેનાથી રોકાણકારોને ભારે આર્થિક નુકસાન થઇ રહ્યુ છે.
- 4. વીકએન્ડ દરમિયાન અનપેક્ષિત શટડાઉન: શનિવાર અને રવિવાર દરમિયાન કોઈપણ પૂર્વ સૂચના વગર ગ્રીડ બ્રેકડાઉન અને શટડાઉન કરવામાં આવે છે. ઉદ્યોગ જગત આ માટે અગાઉથી નોટિસ અને વળતરની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગણી પણ કરવામાં આવે છે.
- 5. ડિજિટલ મીટર રીડિંગના નામે ઉઘાડી લૂંટ: સોલાર પ્લાન્ટ્સ ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમથી સજ્જ હોવા છતાં, ડિસ્કોમ દ્વારા મીટર રીડિંગ દીઠ આશરે ₹5,000 નો જંગી ચાર્જ વસૂલવામાં આવે છે, જે તદ્દન ગેરવાજબી છે.
- 6. જટિલ અને અસ્પષ્ટ બિલિંગ સિસ્ટમ: C&I, કુસુમ (KUSUM) અને ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ્સમાં બિલ જનરેટ થવામાં વિલંબ, બેંકિંગ ગણતરીમાં ભૂલો અને અસ્પષ્ટ ફોર્મેટને કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગી રહ્યો છે.
- 7. લાઈવ હિતધારક પરામર્શનો અભાવ: પાયાની વાસ્તવિકતાઓ સમજ્યા વિના જ બંધ બારણે મોટા નીતિગત નિર્ણયો લેવાય છે. સરકારે ગ્રાહકો અને ડેવલપર્સ સાથે ચર્ચા કરીને પછી જ નિર્ણય લેવો જોઈએ આ અમારી માંગણી છે.
- 8. લાંબા ગાળાની નીતિગત સ્થિરતાની માંગ: સોલાર પ્રોજેક્ટ્સમાં કરોડોનું રોકાણ લાંબા ગાળા માટે થતું હોય છે. વારંવાર બદલાતી નીતિઓ અસ્થિરતા લાવે છે, તેથી મુખ્ય નીતિઓ ઓછામાં ઓછા 5 વર્ષ માટે સ્થિર રાખવી જરૂરી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

