10/6/21 ગુરુવારે શનિ જયંતી અને સૂર્યગ્રહણનો સંયોગ
2021ના વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય, ધાર્મિક રીતે પાળવાનું નથી: કોરોનામાં રાહત મળશે

સૂર્યપુત્ર શનીની જન્મજયંતિ આપણે દર વરસે વૈશાખની અમાસના દિવસે ઉજવાય છે. આ વરસે શનિ જયંતિ વૈશાખ વદ અમાસ ગુરુવાર 10મી જૂને છે. દાયકાઓ બાદ આ વરસે આ દિવસે સૂર્યગ્રહણ હોવાથી સૂર્યગ્રહણ અને શનીજયંતિનો સંયોગ ઉભો થાય છે. શની સૂર્ય પુત્ર હોવાથી પુત્રના જન્મના દિવસે જ પિતા પર ગ્રહણની કાળી છાયા આવવાથી આવનારા દિવસોમાં કુદરતી આફતો, વાવાઝોડું, પૂર પ્રકોપ, ભૂકંપ, આગ લાગવી જેવા બનાવો બનશે. રાજકારણમાં ભારે ઉથલ પાથલ, અર્થતંત્રમાં તેજી લાવનારું તેમજ કોરોના જેવી મહામારીમાં રાહત આપશે.
મૃગશીર્ષ નક્ષત્ર અને વૃષભ રાશિમાં થનારું આ ગ્રહણ ભારતમાં દેખવાનું નહીં હોવાથી તેને ધાર્મિક રીતે પાળવાનું નથી તેમજ સૂતક લાગશે નહીં. ગ્રહણ એ ખગોળીય ઘટના છે.
સૂર્યગ્રહણમાં જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે ત્યારે સૂર્યગ્રહણ થાય જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના રોજ અને ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. સૂર્યગ્રહણ ત્રણ પ્રકારના જોવા મળે છે. જેમાં પૂર્ણ સૂર્યગ્રહણ કે ખગ્રાસ સૂર્યગ્રહણ, બીજું ખંડગ્રાસ સૂર્યગ્રહણ અને ત્રીજા પ્રકારમાં કંકણાકૃતિ સુર્યગ્રહણ ચંદ્રએ પૃથ્વી અને સૂર્ય દૂર હોવાથી તેનો પડછાયો પૃથ્વી પર પડતો નહીં હોવાથી પણ ચંદ્ર સૂર્યની અને પૃથ્વીની લાઇનમાં આવી જતા સૂર્યનો વચ્ચેનો ભાગ ઢંકાઈ જતો હોવાથી સૂર્ય કંગન અથવા કંકણાકૃતિ જેવો દેખાય છે.
ચંદ્ર કે સૂર્યગ્રહણ જાતકની જન્મરાશિથી 1લે, 4થે, આઠમે અને બારમી રાશિમાં થાય ત્યારે તે અશુભ થાય છે. આ સુર્યગ્રહણ વૃષભ, મિથુન, તુલા અને કુંભ રાશિ માટે અશુભ ફળ આપનારું રહેશે જ્યારે કર્ક, સિંહ, ધન અને મીન રાશિના જાતકો માટે શુભ ફળ આપશે.
વર્ષો પછી શની પોતાની સ્વરાશિ મકર રાશિમાં ભ્રમણ કરે છે અને ઉચ્ચનો ચંદ્ર, નીચનો મંગળનો યોગ થયો છે.
શની એ કર્મ અને ન્યાયના દેવતા હોવાથી શનીની પનોતીના જાતકો ધન, મકર, કુંભ, મિથુન, તુલા, વૃષભ રાશિના જાતકોએ શનીદેવને તેલ, કાળા અડદ, શમીના પુષ્પોથી પૂજન કરી ઓમ શં શનૈશ્વરાયના મંત્રનો જાપ કરવો. શિવપૂજા અને હનુમાનજીની પૂજા કરવાથી શનીની પીડામાંથી મુક્તિ મળે છે.

દાન, જપ, તપ અને સ્નાન કરવાથી અશુભ ફળમાંથી મુક્તિ મળે છે. ગ્રહણની પીડામાંથી બચવા માટે ઘઉં, ત્રાંબુ, ચોખાનું સુપાત્રને દાન કરવું. રાશિવાર ફળ જોઈએ તો,
- મેષ રાશિના જાતકોને બીજા સ્થાનમાં થનારું ગ્રહણ અપયશ અને નુકસાન આપે.
- વૃષભ રાશિના જાતકોને પ્રથમ સ્થાનમાં થનારું ગ્રહણ આરોગ્ય, આર્થિક ક્ષેત્રે નોકરી ધંધા માટે અશુભ રહેશે.
- મિથુન રાશિના જાતકોને બારમાં સ્થાનમાં થનારું ગ્રહણ સંબંધો બગાડે, ખર્ચા વધે નોકરી, ધંધા આરોગ્ય સંભાળવું.
- કર્ક રાશિના જાતકોને અગિયારમા ભાવમાં થનારું ગ્રહણ આકસ્મિક લાભ આપે, વાણી પર નિયંત્રણ રાખવું.
- સિંહ રાશિના જાતકોને કર્મભાવમાં થનારું ગ્રહણ નોકરી ધંધામાં આકસ્મિક લાભ આપે.
- કન્યા રાશિના જાતકોને ભાગ્ય સ્થાનમાં થનારું ગ્રહણ ભાગ્યમાં વૃદ્ધિ, ધાર્મિક યાત્રા થાય.
- તુલા રાશિના જાતકો માટે આઠમાં મૃત્યુ સ્થાનમાં થનારું ગ્રહણ આરોગ્ય સંભાળવું. પતિ કે પત્નીની તબિયત બગડે.
- વૃશ્ચિક રાશિના જાતકોને સાતમાં ભાવમાં થનારું ગ્રહણ આરોગ્ય સંભાળવું, સંબધો બગડે નહીં તેમજ નકારાત્મક વિચારોથી સંભાળવું.
- ધન રાશિના જાતકોને 6ઠા સ્થાનમાં થનારું ગ્રહણ જ્ઞાન, શિક્ષણમાં સફળતા – ઉન્નતિ આપે.
- મકર રાશિના જાતકોને પમાં સંતાન ભાવમાં થનારું ગ્રહણ પુત્ર – સંતાનની ચિંતા કરાવે. શરીર સંભાળવું. ઉતાવળા નિર્ણયો ન લેવા.
- કુંભ રાશિના જાતકોને 4થા સ્થાનમાં થનારું ગ્રહણ હરીફોથી સાવધ રહેવું. માતાનું સ્વાસ્થ્ય બગડે. અહંકાર ગુસ્સો ન કરવો.
- મીન રાશિના જાતકોને ત્રીજા પરાક્રમ ભાવમાં થનારું ગ્રહણ સાહસ પરાક્રમ વધે. ભાઈ ભાડુંના સંબંધો સુધરે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
