અનાવિલ સમાજનું કાબિલેતારીફ ‘સોશ્યોનોમિક્સ’ !! : અન્ય સમાજો અનુસરે તો જ્ઞાતિજનો અને સુરત બન્નેની ઇકોનોમીને સુધરતા વાર નહીં લાગે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
આજે ચંદી પડવાના સુરતીઓના પોતિકા તહેવારે સુરતના અનાવિલ સમાજે એક પહેલ કરી છે અને આ પહેલને અમે www.cialive.in Digital Media એ નામ આપ્યું છે સોશ્યોનોમિક્સ.
સોસાયટી (સમાજ) અને ઇકોનોમિક્સ (અર્થતંત્ર)ને ભેળવીને તૈયાર કરાયેલો શબ્દ એટલે સોશ્યોનોમિક્સ.
સુરતના અનાવિલ સમાજે પોતાના સમાજ (સોસાયટી)ના પરિવારજનોને અર્થોપાર્જન માટે જે સપોર્ટ આપ્યો છે તેને સોશ્યોનોમિક્સ કહેવાય.
સહાય અને સપોર્ટ બન્ને વચ્ચે દયા અને સેલ્ફ રિસ્પેક્ટ જેટલો મોટો ફર્ક હોય છે

સુરતના મજૂરાગેટ પર દયાળજી આશ્રમ સાથે સંકળાયેલા અનાવિલ સમાજની પ્રવર્તમાન ટીમે દિવાળીના તહેવારો દરમિયાન પોતાના જ્ઞાતિજનો ટ્રેડિંગ માટે પ્લેટફોર્મ આપ્યું છે. તહેવારોમાં સૂકા નાસ્તા, મીઠાઇ, ગૃહ સુશોભન વગેરે ગૃહ બનાવટની ચીજવસ્તુઓનું નાના પાયે ટ્રેડિંગ કરતા અનાવિલ સમાજના પરિવારોને મજૂરાગેટ ખાતે સમાજની વાડીમાં જ સ્ટોલ ફાળવીને તેઓ ત્યાં દિવાળી સુધી પોતાની ચીજવસ્તુઓનું વેચાણ કરી શકે તેવી અપટુ ડેટ વ્યવસ્થા ફ્રી ઓફ કોસ્ટ કરી આપી છે. એટલું નહીં પણ જ્ઞાતિજનોને આ ટ્રેડિંગ પ્લેશની મુલાકાત લેવા પણ અપીલ કરી છે એટલે કે તેનું માર્કેટિંગ પણ કરી આપ્યું છે. અને એટલે જ અમે અનાવિલ સમાજના આ સ્તૃત્ય પગલાને સોશ્યોનોમિક્સનું નામ આપી રહ્યા છીએ.
આ પહેલ કેમ પ્રેરક
- જ્ઞાતિજનો જો હંગામી રીતે પણ જગ્યા ભાડે લેવા જાય તો સહેજેય 15 દિવસનું 10 હજાર ભાડું ચૂકવવું પડે. જ્ઞાતિજનોને વિનામૂલ્યે સ્ટોલ મળતા તેમને મોટી બચત થશે.
- મજૂરાગેટ જેવા સેન્ટર ઓફ ધ સિટી વિસ્તારમાં વેપારની તક મળી
- જ્ઞાતિજનો આ ટ્રેડ ફેરની મુલાકાત લેશે એટલે એક પ્રકારે માર્કેટિંગ પણ સમાજ દ્વારા કરાયું
- જ્ઞાતિજનો તેમજ શહેરીજનોને એક સ્થળેથી દિવાળી માટેની ચીજવસ્તુઓની ઉપલબ્ધી
- સમાજનું કાર્ય જ એ છે કે જ્ઞાતિજનોના વેલ્ફેર માટે સતત પ્રયત્નશીલ રહે, અહીં અનાવિલ સમાજે આ મૂળભૂત ખ્યાલને ચરિતાર્થ કર્યો છે.

શહેરમાં એવા અનેક સમાજો છે જેઓ આર્થિક રીતે સદ્ધર છે, સમાજો પાસે પ્રોપર્ટીઓ મોકાના સ્થળે આવેલી છે, આ સમાજમાં ગરીબ મધ્યવર્ગીય પરિવારો છે, તેમણે આ પ્રકારે પહેલ કરવી જોઇએ.
દયાળજી આશ્રમના ફેસબુક પર આજે તા.1લી નવેમ્બર 2020ના રોજ મૂકાયેલા પોસ્ટમાં જણાવ્યું છે કે પ્રવર્તમાન કોરોના મહામારી ના કપરા કાળ મા અનાવિલ સમાજના ગૃહ ઉદ્યોગ ચલાવતા અનાવિલો કે જેઓ દિવાળી નિમિતે સૂકા નાસ્તા નો તેમજ ગૃહ સુશોભન નો વ્યવસાય કરે છે તેઓને મદદરૂપ થવા ના આશયથી આપણી સંસ્થા ના કેમ્પસમાં સૂકા નાસ્તા અને ગૃહસુશોભનની વસ્તુઓના વેચાણ માટેની વ્યવસ્થાનો આરંભ આજ રોજ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી તેમજ હોદ્દેદાર અને કમિટી સભ્યો ની હાજરીમાં શુભારંભ કરાયો છે.

Note : અનાવિલ સમાજના આ સ્તૃત્ય અને પ્રેરક કર્તવ્ય અંગે આ અહેવાલ પ્રકાશિત કરવા માટે અમને કોઇપણ વ્યક્તિ એ સંપર્ક કર્યો નથી. ફેસબુક પોસ્ટ પરથી અમે સ્વયં આ સ્ટોરી ડેવલપ કરીને અન્ય સમાજને પ્રેરણા મળે તે માટે આ સ્ટોરીનું સોશ્યલ મિડીયા માર્કેટિંગ કરી રહ્યા છીએ.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
