સુરતમાં સતત On the Field દેખાતા SMC કમિશનર બંછા નિધી પાનીનું 1 વર્ષ પૂર્ણ : તેમની લિડરશીપમાં જ સુરત 14માં પરથી બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર બન્યું
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછા નિધી પાનીએ આજે તા.5મી સપ્ટેમ્બર 2020ના રોજ એક વર્ષ પૂર્ણ કર્યું. 365 દિવસના ફરજ કાળ દરમિયાન બંછા નિધી પાની સતત સુરતના માર્ગો પર જોવા મળ્યા એટલે કે તેમને ઓન ધ ફિલ્ડ સતત સુરતવાસીઓએ જોયા છે. તેમની આ ફરજમાં અડધું વર્ષ તો કોવીડ-19 પેન્ડેમિક બાદ ઉદ્ભવેલી વિપરીત પરિસ્થિતિમાં વ્યવસ્થાપનમાં નીકળી ગયું. આમ, છતાં પણ સુરતને તેમના કાર્યકાળ દરમિયાન જ ભારતનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર બનવાનો ખિતાબ મળ્યો. તેમની લિડરશીપમાં જ સુરત 14માં નંબર પરથી એક જ વર્ષમાં બીજા નંબરના ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા બની શક્યું છે.
બંછાનિધી પાનીની સૌથી મોટી ક્વોલિટી : Captain is leading from the Front

સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યાના પહેલા જ દિવસથી બંછાનિધી પાનીની એક ખાસિયતથી આજ દિન સુધીમાં તો હરકોઇ સુરતી વાકેફ થઇ ચૂક્યો છે અને એ છે સતત ઓન ધ ફિલ્ડ રહેવું. કોવીડ પેન્ડેમિક દરમિયાન સુરતનો એવો એકેય વિસ્તાર નહીં હોય જ્યાં તેઓ પગપાળા ગયા નહીં હોય. લૉકડાઉન પાલનથી લઇને સોશ્યલ ડિસ્ટન્સિંગ તેમજ મ્યુનિસિપલ આરોગ્ય સેવાઓ પરત્વે તેઓ સતત ઓફિસની બહાર રહીને જ મેનેજમેન્ટ કરવામાં પાવરધા જણાયા છે.
આખુ વર્ષ આ રીતે બંછાનિધી પાની સુરતના માર્ગો પર જોવા મળ્યા છે

2019ની 13મી સપ્ટેમ્બરે ટર્શરી પ્લાન્ટનું પાણી સૌના આશ્ચર્ય વચ્ચે ગટગટાવી ગયા

2019ની 13મી સપ્ટેમ્બરે એટલે કે સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ લીધાના એક અઠવાડીયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રદૂષિત પાણીને ટર્શરી પ્લાન્ટથી શુધ્ધ કરવાના પ્લાન્ટની મુલાકાતે ગયા અને ત્યાં તેમને કહેવામાં આવ્યું કે આ પાણી પીવાલાયક છે અને સૌ અધિકારીઓના આશ્ચર્ય વચ્ચે તેઓ પાણીનો ગ્લાસ ગટગટાવી ગયા હતા. સામાન્ય લોકોની વાત કરીએ તો પ્રદૂષિત પાણી છે એવું જાણ્યા પછી ભલેને ગમે તેટલું ટ્રીટેડ કરાયું હોય, આવું ટ્રીટેડ પાણી પીવાનું કોઇપણ ટાળતા હોય છે.
2019માં 14મી સપ્ટેમ્બરે સ્વચ્છ સર્વેક્ષણ માટે મિટીંગ યોજી હતી

સુરતને તાજેતરમાં ભારતના બીજા નંબરના સ્વચ્છ શહેરનો ખિતાબ કંઇ બેઠા બેઠા મળ્યો નથી. ગઇ તા14મી સપ્ટેમ્બર 2019ના રોજ તેમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચાધિકારીઓની મિટીંગ યોજીને એક પ્લાન બનાવ્યો હતો. સતત તેના પર કામ કરીને એક વર્ષમાં 14માં નંબરના સ્વચ્છ શહેર પરથી સુરતને બીજા નંબરના સ્વચ્છ શહેર પર લઇ આવવાનું શ્રેય તેમના શિરે જાય છે.
ખુશીઓનો પટારો પ્રોજેક્ટ ભૂલી શકાય નહીં

સુરતના લાખો લોકોને ખુશીઓનો પટારો કાર્યક્રમ અંતર્ગત કપડા, રમકડા, ફટાકડા, મીઠાઇ વગેરે જેવી ચીજવસ્તુઓ વિતરીત કરીને કાર્યક્રમને સુપર યુઝફુલ બનાવ્યો હતો.
મ્યુનિસિપલ કમિશનરે ટ્વીટ કરીને સૌનો આભાર માન્યો
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


