CIA ALERT

સ્મીમેરમાં MBBSની 50 સીટ વધીને કુલ 250 થશે : PGની 50 સીટ વધશે : અધ્યાપકોને પ્રમોશન મળશે : CR પાટીલે ઉપર રહીને લેવડાવ્યો નિર્ણય

Share On :

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર (મેડીકલ કોલેજ)માં હાલ એમ.બી.બી.એસ.ની 200 બેઠકો છે, આગામી વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષથી એમબીબીએસની 50 વધુ સીટ મળે એ માટે સુરત મહાનગરપાલિકાએ તા.15મી ડિસેમ્બર 2020ના રોજ એમ.એન.સી.માં અરજી કરી દીધી છે. મેડીકલ કોલેજમાં નવી બેઠકોની મંજૂરી માટેની અરજી કરવાની અંતિમ તા.15મી ડિસેમ્બર હતી. હવે આગામી વર્ષથી સ્મીમેર (મેડીકલ કોલેજ)માં એમબીબીએસની કુલ 250 સીટોનો લાભ સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાતના વિદ્યાર્થીઓને મળશે.

સી.આર. પાટીલે રસ દાખવીને સ્મીમેરમાં 50 સીટ વધે એ માટે નિર્ણય લેવડાવ્યો

Surat Municipal Institute of Medical Education and Research - Wikipedia

સ્મીમેર (મેડીકલ કોલેજ)માં એમબીબીએસની 50 સીટ વધવાને કારણે તેના સ્ટેટસમાં બદલાવ તો આવશે જ પરંતુ, તેનાથી અનેક ફાયદાઓ મળે એમ હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ આ બાબતથી વાકેફ હતા. તેમણે અંગત રસ લઇને સ્મીમેર (મેડીકલ કોલેજ)માં એમબીબીએસની 50 સીટ વધારવા માટે સ્થાનિક સ્તરે મિટીંગ યોજીને નિર્ણય લેવડાવ્યો હતો.

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, સ્મીમેરના ડીન, સુરત મહાનગરપાલિકાના મેયર જગદીશભાઇ પટેલ, સ્થાયી સમિતિના ચેરમેન અનિલભાઇ ગોપલાણી વગેરેએ દીર્ઘદ્રષ્ટીપૂર્ણ નિર્ણય પાલિકાની સામાન્ય સભાની ટર્મ પૂરી થાય એ પહેલા લઇ લીધો હતો.

સ્મીમેર (મેડીક કોલેજ)માં એમબીબીએસની 50 સીટ વધવાથી શું ફાયદા

  • સુરત સમેત ગુજરાતના વિદ્યાર્થીઓને આગામી વર્ષથી એમબીબીએસની 50 સીટો વધુ મળશે, સ્મીમર મોટી મેડિકલ કોલેજ કે જેની 250 સીટની સ્ટ્રેન્થ છે એ ક્લબમાં સામેલ થશે.
  • 35 એસોસીએટ પ્રોફેસર્સને પ્રોફેસર તરીકેનું પ્રમોશન મળશે. વર્ષોથી સ્મીમેર કોલેજના અધ્યાપકોની ડિમાંડ હતી કે તેમને બઢતી આપવામાં આવે.
  • એવી જ રીતે કમસે કમ 30 જેટલા આસિસ્ટન્ટ પ્રોફેસરને એસોસીએટ પ્રોફેસર તરીકેની બઢતી મળશે.
  • સ્મીમેર (મેડીકલ કોલેજ)માં પોસ્ટ ગ્રેજ્યુએશનની 50 જેટલી બેઠકો વધશે.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :