Corona 85% New Cases દેશના છ રાજ્યોમાં (Maharashtra, Kerala, Punjab, Karnataka, Gujarat & Tamilnadu)
દેશમાં નોંધાતા નવા દૈનિક કુલ કેસમાં પૈકી ૮૫ ટકા કેસો છ રાજ્યો, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુના હોવાનું આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુ એમ છ રાજ્યમાં કોરાનોના નવા દૈનિક કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કેસની સંખ્યાનો કુલ આંક ૧,૧૩,૦૮,૮૪૬ પર પહોંચી ગયો છે. દેશમાં હાલ કોરોનાના ૧,૯૭,૨૩૭ સક્રિય કેસ છે જે કુલ કેસના ૧.૭૪ ટકા છે.
છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૨૩,૨૮૫ કેસ નોંધાયા હતા જેમાં મહારાષ્ટ્ર ૧૪,૩૧૭, કેરળ ૨૧૩૩, પંજાબ ૧૩૦૫નો સમાવેશ થાય છે.
દેશમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસમાં પાંચ રાજ્યનું યોગદાન ૮૨.૯૬ ટકા, મહારાષ્ટ્ર અને કેરળ બે રાજ્યમાં કુલ યોગદાન ૭૧.૬૯ ટકા હોવાનું તેમણે કહ્યું હતું.
ભારતમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યાનો આંક ૧,૯૭,૩૩૭ પર પહોંચ્યો છે જે કુલ કેસના ૧.૭૪ ટકા જેટલો હોવાનું કોરોના દેખરેખ અધિકારીએ નવી દિલ્હી ખાતેથી કહ્યું હતું.
દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૨૩,૨૮૫ કેસ નોંધાયા હતા જે છેલ્લા ૭૮ દિવસનો સર્વોચ્ચ આંક હતો, એમ કેન્દ્રના આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૧૭ જણનાં મોત થયાં હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે આ સાથે જ દેશમાં કોરોનાનો કુલ મરણાંક ૧,૫૮,૩૦૬ પર પહોંચી ગયો છે.
છેલ્લે ૨૪ ડિસેમ્બરે ૨૪ કલાકમાં કોરોનાના ૨૪,૨૪,૭૧૨ કેસ નોંધાયા હતા એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે છેલ્લા છ દિવસમાં દેશમાં કોરોનાના ૧,૧૬,૭૫૮ કેસ નોંધાયા હતા.
આઈસીએમઆરના જણાવ્યા અનુસાર દેશમાં ૧૧મી માર્ચ સુધીમાં ૨૨,૪૯,૯૮,૬૩૮ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
શુક્રવારે દેશમાં કોરોનાને કારણે નોંધાયેલા કુલ ૧૧૭ જણનાં મૃત્યુ થયાં હતાં અને ૫૭ મૃત્યુ સાથે મહારાષ્ટ્ર મોખરે રહ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
