Gujarat Corona Update : 21 June : સૌથી વધુ 580 નવા કેસ

રાજયમાં છેલ્લાં 24 કલાકમા કોરોનાના નવા 580 કેસ નોંધાયા હતા. એક દિવસની અંદર આ સૌથી વધારે કેસ છે. સામાન્ય રીતે જ્યાં ઓછા કેસ નોધાય છે તે સુરતમાં કેસનો રાફડો ફાટયો હોય તેમ 176 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં દરરોજ 300થી વધુ કેસ આવતા હોય છે જ્યારે રવિવારે 273 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 27,000ને પાર થઇને 27,317 પર પહોચ્યો છે.
રાજયના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં કુલ 580 કેસમાંથી 176 કેસ સુરતમાંથી મળતાં તંત્ર દોડતુ થઇ ગયુ હતું. રાજયમાં રવિવારે 25 દર્દીના મૃત્યું થયા હતા તેમાં અમદાવાદમાં 20 અને સુરતના ત્રણ સાથે રાજયમાં કુલ મૃત્યુઆંક 1664 પહોંચ્યો છે. અરવલ્લી અને છોટા ઉદેપુરમાં 1-1 મૃત્યું નોંધાયા છે. અમદાવાદમાં જૂન મહિનામાં પહેલી વખત 300થી ઓછા કેસ નોંધાયા છે.
જિલ્લાવાર સ્થિતી જોઇએ તો વડોદરામાં 41 નવા કેસ, ગાંધીનગરમાં 15 કેસ, ભરૂચમાં 10, અરવલ્લીમાં 9, ભાવનગર અને જામનગરમાં 8-8, વલસાડમાં 5, રાજકોટ, આણંદ, પંચમહાલ, પાટણ, અમરેલીમાં 4-4, બનાસકાંઠા, સાબરકાંઠામાં 3-3 કેસ, મહેસાણા, જુનાગઢમાં 2-2 કેસ, ખેડા, બોટાદ, દાહોદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા 1-1 નવા કેસ નોંધાયા છે. રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં 655 ડિસ્ચાર્જ થતાં કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીની સંખ્યા 19,357 થઇ છે. કુલ 6,296 એક્ટિવ દર્દીમાંથી 59 વેન્ટીલેટર ઉપર છે જ્યારે 6,237 સ્ટેબલ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


