સેલવાસ મેડીકલ કોલેજને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી, આ વર્ષથી 150 સીટ્સ પર એડમિશન
કેન્દ્રના નાણાંમંત્રી અરુણ જેટલીએ આજરોજ તા.22મી નવેમ્બર 2018ના રોજ બપોરે એક કલાકે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની મંજૂરી આપતા જણાવ્યું હતું કે ગુજરાત નજીક આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ-દાદરાનગર હવેલી ખાતે મેડીકલ એજ્યુકેશનની સુવિધા સાથે જાહેર આરોગ્યની લગતી સેવાઓ લોકોને મળી શકે તે માટે નવી મેડીકલ કોલેજ શરૂ કરવાની દરખાસ્ત પર મંજૂરીની મહોર મારવામાં આવી છે.
અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને સેલવાસ ખાતે શરૂ થનારી આ નવી મેડીકલ કોલેજને પહેલા વર્ષે એમ.બી.બી.એસ.ની કુલ 150 સીટ્સ પર પ્રવેશ ફાળવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સેલવાસ ખાતે નવી મેડીકલ કોલેજ શરૂ કરવા માટેની માળખાગત સુવિધાઓ બિલકુલ તૈયાર છે. અને કેન્દ્રીય મંત્રી મંડળની મંજૂરીની રાહ જોવાતી હતી. આજરોજ કેન્દ્રીય કેબિનેટે સેલવાસ મેડીકલ કોલેજની ફાઇલ મંજૂર કરતા હવે દક્ષિણ ગુજરાતમાં વધુ એક મેડીકલ કોલેજ આગામી શૈક્ષણિક વર્ષ 2019-20ના વર્ષ માટે શરૂ થશે.
કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરીષદમાં કરેલી જાહેરાત. જુઓ વિડીયોમાં.
LIVE: Arun Jaitley
Posted by ABP Live on Wednesday, 21 November 2018
VNSGU Affiliation letter

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


