CIA ALERT

23/8/25 આજે શ્રાવણ માસની પૂર્ણાહુતિ, ભાદરવી મેળાઓનો ધમધમાટ

Share On :

શનિવારે (23 ઓગસ્ટ) શિવભક્તિના પવિત્ર માસ શ્રાવણની પૂર્ણાહુતિ થશે અને તે સાથે જ સૌરાષ્ટ્રમાં ભાદરવી મેળાઓનો પ્રારંભ થશે. આ મેળાઓ સાતમ-આઠમના લોકમેળાની જેમ મુખ્યત્વે મનોરંજન માટે નહીં પરંતુ, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા મેળાઓ છે. જેમાં શ્રાવણી અમાસના દિવસે પાટણવાવ પાસે ઐતિહાસિક ઓસમ ડુંગર ખાતે માત્રી માતાજી તેમજ મોરબી પાસે રફાળેશ્વરના મેળાઓ અને દ્વારકાના પીંડારામાં પુરાતન મેળાનો આરંભ થયો છે. આ મેળો આગામી મંગળવાર ત્રીજથી ઋષિપાંચમ સુધી સૌરાષ્ટ્રની પાંચાળ ભૂમિની પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વવિખ્યાત તરણેતરના મેળાનો પ્રારંભ થશે.

શ્રાવણી અમાસનો મેળો

મોરબી પાસે ઈ.સ. 1946માં રાજવી લખધીર સિંહજીએ ભવ્ય રફાળેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને આ સ્થળે તે પહેલાથી સ્વયંભુ શિવલિંગ અને સ્વયંભુ પ્રાચીન શિવમૂર્તિ સ્થાપિત છે. આ સ્થળે 60 વર્ષ કરતા વધુ સમયથી શ્રાવણી અમાસે મેળો યોજાય છે અને જૂનાગઢના દામોદર કુંડની જેમ આ સ્થળનું પણ પિતૃતર્પણ માટે સદીથી મહત્ત્વ રહ્યું છે.

આ પણ વાંચોઃ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે ન્યાયની માગ સાથે ધરણાં, વેપારીઓનું બંધનું એલાન

મનોરંજન નહીં પણ ભક્તિ ભાવના

આ ઉપરાંત ખંભાળિયાના શિરેશ્વર મહાદેવ, ભાવનગરના પ્રસિદ્ધ ગોપનાથ મહાદેવ, પાટણવાવ ખાતે ઓસમડુંગર પર માત્રી માતાજીના સાનિધ્યમાં, કાલાવડના રણુજા મંદિર સહિત સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં અનેક સ્થળે ભાદરવી અમાસ સુધી મેળાઓ યોજાશે જે મેળામાં મનોરંજન નહીં પણ ભક્તિની ભાવના સદીઓથી રહેલી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ઋતુચક્ર મુજબ આજથી શરદઋતુનો પ્રારંભ થયો છે.

આ પણ વાંચોઃ અમૂલ ડેરીની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજની અવગણના, ભાજપ સામે પૂર્વ ધારાસભ્યના આક્ષેપ

સૌરાષ્ટ્રમાં ક્યા ક્યા સ્થળે ભાદરવામાં ધાર્મિક મેળા

ઐતહાસિક ધર્મસ્થાનસ્થળ
રફાળેશ્વર મહાદેવમોરબી
તરણેતર મહાદેવતરણેતર, થાનગઢ પાસે
નિષ્કલંક મહાદેવભાવનગર દરિયા પાસે
શિરેશ્વર મહાદેવખંભાળિયા
ગોપનાથ મહાદેવભાવનગર
મોમાઈ માતાજીભેડિયાડુંગર, ભૂજ પાસે
નકલંક રણુજા મંદિરકાલાવડ પાસે
ખોડિયાર માતાજીડાકણિયા ડુંગર, ભાયાવદર
પીંડતારક ક્ષેત્રપીંડારા, દ્વારકા
માત્રી માતાજીઓસમડુંગર, પાટણવાવ
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :