રાત્રિ કરફ્યુ દરમિયાન યાત્રીઓને ઘરે પહોંચાડવા SGCCIના વોરિયર્સ રસ્તા પર : પહેલા દિવસે રેલવે સ્ટેશને 25થી વધુ મોટરકારોનો કાફલો ખડકી દીધો
સિનિયર સિટીઝન્સ, મહિલાઓ, નાના બાળકો સાથેના પરિવારજનો કરફ્યુ વેળાએ સુરત પરત ફરવાના હોય તો ચેમ્બર ઓફ કોમર્સને આગોતરી જાણ કરીને વ્યવસ્થા મેળવી શકાશે
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાની આગેવાની હેઠળ અત્યાર સુધી ચેમ્બરે જે નથી કર્યું એવા લોકહિતના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. કોરોનાકાળમાં શ્રમિકો માટે શ્રેણીબદ્ધ પગલાંઓ ભરનાર દિનેશ નાવડીયાની ટીમે હાલ રાત્રિ કરફ્યુની સ્થિતિમાં બહારગામથી સુરત આવતા લોકો ટ્રાન્સ્પોર્ટેશન બંધ હોવાના કારણે રઝળી ના પડે તે માટે વિનામૂલ્યે પરિવહનની સેવા શરૂ કરી છે. પહેલા જ દિવસે આ કામમાં 25થી વધુ મોટરકારોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
હાલના રાત્રિ કરફ્યુની પરિસ્થિતિમાં સુરત રેલ્વે સ્ટેશને આવતા સિનિયર સીટીઝન્સ, નાની વયના બાળકો અને એકલી મહિલા મુસાફરો કે જેઓ પાસે પોતાના વાહનની સગવડ નહિ હોય તેઓને સુરત રેલ્વે સ્ટેશનથી ઘર સુધી પહોંચાડવા માટે ચેમ્બર દ્વારા વિના મૂલ્યે સેવાકાર્ય શરૂ કરાયું છે. જે અંતર્ગત મંગળવાર, તા. ૨૪ નવેમ્બર, ૨૦૨૦ના રોજ કુલ ૨૫ કારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને લગભગ ૧૨૫ મુસાફરોને રેલ્વે સ્ટેશનથી તેમના ઘર સુધી સુવ્યવસ્થિત પહોંચાડાયા હતા. આ અભિયાન હાલમાં ચાલુ રહેશે.

આ સેવાકાર્યમાં આપ પણ આપનું નામ નોંધાવી શકો છો. આપ આપની કાર અને કાર ચાલક સહિત આપના નામો નોંધાવવા માટે દીપક શેઠવાળા – ૯૮૨૪૧૩૭૭૦૫, બીજલ જરીવાળા – ૯૧૭૩૩૪૨૬૧૦, અનિલ સરાવગી – ૯૮૨૫૦૭૭૬૭૮ નો સંપર્ક કરી શકો છો.

પ્રથમ દિવસે સુરત પોલીસ કમિશ્નર શ્રી અજયકુમાર તોમર, ડે. કમિશ્નર ઓફ પોલીસ સુશ્રી ભાવનાબેન પટેલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર કામગીરી નિહાળી હતી. ચેમ્બર દ્વારા માસ્ક અને હેન્ડસેનિટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. દરેક કારને પોતાનો એક રાઉન્ડ સમાપ્ત થયા પછી સંપૂર્ણ સેનિટાઈઝ કરવામાં આવતી હતી અને ત્યાર પછી જ બીજા રાઉન્ડ માટે કારને મોકલવામાં આવતી હતી. આ સેવાકાર્યમાં ચેમ્બરના પ્રમુખ શ્રી દિનેશ નાવડીયા, ઉપ પ્રમુખ શ્રી આશીષ ગુજરાતી, માનદ્દ મંત્રી શ્રી નિખિલ મદ્રાસી, માનદ્દ ખજાનચી શ્રી મનિષ કાપડીયા, ગ્રુપ ચેરમેન શ્રી દીપક શેઠવાળા, ડૉ. અનિલ સરાવગી, શ્રી બીજલ જરીવાલા, શ્રી રાકેશ જૈન, શ્રી પરેશ લાઠીયા તેમજ મેનેજિંગ કમિટીના સભ્યો શ્રી લાલજીભાઈ હિરાણી, ઉપસ્થિત રહ્યા હતા.

પાંડેસરાના એકાંત વિસ્તારમાં રહેતી એક ૪૦ વર્ષની મહિલા કે જેમનો સંપર્ક તેમના પરિવાર સાથે થઇ નહોતો શકતો તેમને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ચાર નાની બાળાઓ કે જે મુંબઈથી સુરત આવતી ટ્રેઈનમાં ઉતરી હતી. તેઓના વાલીઓનો સંપર્ક નહોતો થઇ શકતો તેમને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. કામરેજ રહેતા એક પરિવાર પાસે રીક્ષામાં જવા માટેના પૈસા નહોતા તેઓને તેમના કામરેજ નિવાસ સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા.
૮૦ વર્ષના અપંગ વૃદ્ધ તેમના પરિવાર સાથે આશ્રય શોધતા હતા તેમના આઠ વ્યક્તિઓના પરિવારને સહીસલામત તેમના નિવાસ સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા. નવાગામ ડીંડોલીમાં રહેતા રેલવેના મહિલા સ્ટાફ સભ્યોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. રેલ્વે પોલીસ અને રેલ્વેનો સ્ટાફ પણ આ આખી વ્યવસ્થામાં જોડાયા હતા.
આગામી દિવસોમાં શહેરના ઔદ્યોગિક એસોસીએશનો, બેંકો, સહકારી સંસ્થાઓના સહકારથી ૫૦૦ જેટલા બેરીકેડ્સ સુરત પોલીસને ભેટ આપવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
