CIA ALERT

ચેમ્બર ઓફ કોમર્સના ટ્રેઝરર CA મિતિશ મોદી મુંબઇમાં યોજાયેલી 6th IMC Business Connect માં વિવિધ દેશોના પ્રતિનિધિઓને મળ્યા

Share On :

આગામી પાંચ વર્ષમાં ૨૦૦ બિલીયન ડોલરનું ઈ-કોમર્સ એક્ષ્પોર્ટ કરવાનો ભારતનો સરકારનો લક્ષ્યાંક છે: મુંબઈ સ્થિત ફોરેન ટ્રેડના એડિશનલ ડિરેક્ટર જનરલ શ્રી આર. કે. મિશ્રા

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના માનદ્ ખજાનચી શ્રી CA મિતીષ મોદીએ સોમવારે તા. ૧૬ જૂન ૨૦૨૫ના રોજ મુંબઈ ખાતે ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત 6th IMC Business Connect – “Unlocking Global Market: Trade Opportunities for Indian Business” માં ઈજિપ્ત, આર્યલેન્ડ, મેક્સિકો, વિયેતનામ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, મલેશિયાના કમિશનરો / કાઉન્સિલ જનરલ તેમજ તેઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.

સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા મુંબઈ સ્થિત ફોરેન ટ્રેડના એડિશનલ ડિરેક્ટર જનરલ શ્રી આર. કે. મિશ્રાએ જણાવ્યું હતું કે, ‘ભારતીય એમએસએમઈ ઉદ્યોગો માટે વિશ્વના અનેક દેશોમાં રોકાણ માટેની વિશાળ તકો રહેલી છે. વિશ્વની વાત કરવામાં આવે તો જર્મનીના વિકાસમાં એમએસએમઈ એ મહત્વની ભૂમિકા પ્રદાન કરી છે, જીડીપીમાં ૬૦% જેટલું યોગદાન માત્ર એમએસએમઈ સેક્ટર આપે છે તેમજ ૫૮% લોકોને રોજગારી આ ક્ષેત્ર પ્રદાન કરે છે. ભારતની એમએસએમઈ સેક્ટરે ગુણવત્તા અને પ્રોડક્ટમાં ઈનોવેશનની દિશામાં વધુ ભાર આપવાની જરૂર છે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘પ્રોડક્ટની ગુણવત્તા, પેકેજિંગને હંમેશા ધ્યાને રાખવું આવશ્યક છે, જેથી કંપનીની બ્રાન્ડિંગ અને માર્કેટિંગ બની રહે તેમજ એક્ષ્પોર્ટમાં વૃદ્ધિ કરી શકાય છે. આગામી પાંચ વર્ષમાં ૨૦૦ બિલીયન ડોલરનું ઈ-કોમર્સ એક્ષ્પોર્ટ કરવાનો ભારત સરકારનો લક્ષ્યાંક છે. ભારતીય ઉદ્યોગ સાહસિકોએ ભારત દ્વારા વિવિધ દેશોમાં કરવામાં આવેલા વ્યાપારિક કરારોનો લાભ લેવો જોઈએ. વિદેશમાં નવો બિઝનેસ શરૂ કરવા પહેલા ભારતીય ઉદ્યોગ સાહસિકોને તે દેશમાં મળનાર લાભો વિશે, યોજનાઓ વિશે અને માર્ગદર્શિકા વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ તેમ જણાવ્યું હતું.’

મુંબઈ સ્થિત આરબ રિપબ્લિક ઓફ ઈજિપ્તના કાઉન્સલ જનરલ મિસ. દહિલલા તવાકોલે જણાવ્યું હતું કે, માઈક્રો અને સ્મોલ ઈન્ડસ્ટ્રી માટે ઈજિપ્ત અને ભારતની વચ્ચે ખાસ એમઓયુ કરાયા છે. જેથી ભારતીય રોકાણકારો સરળતાથી ઈજિપ્તમાં બિઝનેસ માટેનું રોકાણ કરી શકે છે.

આર્યલેન્ડના કાઉન્સલ જનરલ મિસ. અનિતા કેલીએ જણાવ્યું હતું કે, આર્યલેન્ડમાં ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી, ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સ, એગ્રીકલ્ચર, એજ્યુકેશન અને ટુરિઝમ ક્ષેત્રે રોકાણની તકો રહેલી છે. ભારતની અનેક મોટી કંપનીઓએ આર્યલેન્ડમાં રોકાણ કર્યું છે અને તેઓએ દેશમાં બિઝનેસમાં સફળતા મેળવી છે.

મેક્સિકોના કાઉન્સલ જનરલ મિ. અડોલ્ફો જર્સિયા એસ્ટ્રડાએ જણાવ્યું હતું કે, ‘મેક્સિકો લેટિન અમેરિકાનું એક મહત્વપૂર્ણ અને સૌથી મોટું અર્થતંત્ર ધરાવતું દેશ છે. મેક્સિકોમાં ઔદ્યોગિક ઉત્પાદન અને ઓટોમોબાઇલ્સ, ટેક્ષ્ટાઈલ, ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેર, આઈટી અને સેવા ક્ષેત્ર તેમજ એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે રોકાણની અનેક તકો રહેલી છે.’

આ ઉપરાંત મિટીંગમાં મુંબઈ સ્થિત વિયેતનામના કાઉન્સલ જનરલ મિ. લે ક્વાન્ગ બિયેન, સાઉથ એશિયાના ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કમિશનર તેમજ ઓસ્ટ્રેલિયાના કાઉન્સલ જનરલ મિસ. મેરી ઓવેરીન્ગટોન, ટ્રેડ કમિશનર તેમજ કેનેડાના કાઉન્સલ જનરલ મિસ. એલૈની ડી’સોઝા સીઆઈટીપી, ટ્રેડ કમિશનર તેમજ મલેશિયાના કાઉન્સલ જનરલ મિ. શાહરુલમિઝા ઝાકરિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દેશમાં રહેલી રોકાણની વિવિધ તકો વિશે માહિતી આપી હતી.

આ પ્રસંગે ચેમ્બરના માનદ્ ખજાનચી શ્રી CA મિતીષ મોદીએ ફોરેન ટ્રેડના એડિશનલ ડિરેક્ટર જનરલ શ્રી આર. કે. મિશ્રાને અને IMC ના પ્રેસિડેન્ટ ઈલેક્ટ શ્રીમતી સુનિતા રામનાથકરને ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાત લેવા અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો એક્ષ્પોર્ટમાં વૃદ્ધિ કરી શકે તે માટે માર્ગદર્શન આમંત્રણ આપ્યું હતું. જેનો તેઓએ સહર્ષ સ્વીકાર કર્યો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :