CIA ALERT

ટેક્ષટાઇલ ઉદ્યોગમાં ટકી રહેવા માટે ઇનોવેશન અત્યંત જરૂરીઃ ભરત ગાંધી, ફિયાસ્વી ચેરમેન

Share On :

ચેમ્બરના જીએફઆરઆરસી દ્વારા ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવા ટેક્ષ્ટાઇલ વીકની શરૂઆતશ્રી ભરત ગાંધીએ મેનેજમેન્ટ ઓફ ટેક્ષ્ટાઇલ યુનિટ વિષે માર્ગદર્શન આપ્યું

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટરના ઉપક્રમે સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવાના હેતુથી તા. ર૧થી ર૬ જુલાઇ ર૦રપ દરમ્યાન સાંજે પઃ૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ટેક્ષ્ટાઇલ વીકનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવાર, તા. ર૧ જુલાઇના રોજ ટેક્ષ્ટાઇલ વીક અંતર્ગત મેનેજમેન્ટ ઓફ ટેક્ષ્ટાઇલ યુનિટ વિષે સેમિનાર યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ફિઆસ્વીના ચેરમેન તેમજ ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી ભરત ગાંધી ઉપસ્થિત રહયા હતા. જ્યારે નિષ્ણાત વકતા તરીકે લુથરા ગૃપના ચેરમેન શ્રી ગિરીશ લુથરાએ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે નવા ઇનોવેટિવ ઉપક્રમો ખૂબ જ જરૂરી છે. ટેક્ષ્ટાઇલ વીક એ ઉદ્યોગપતિઓ, ડિઝાઈનરો અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે મહત્વનું પ્લેટફોર્મ પુરું પાડી રહ્યું છે, જેનાથી તેઓ ટેકનોલોજી, નવા ટ્રેન્ડ્‌સ અને ગ્લોબલ માર્કેટની માંગને આધારે પોતાના વ્યવસાયને વધુ મજબૂત બનાવી શકે છે.

ફિઆસ્વીના ચેરમેન તેમજ ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી ભરત ગાંધીએ ઉદ્યોગ સાહસિકોને ટેક્ષ્ટાઇલના ડેવલપમેન્ટ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પહેલા ટેક્ષ્ટાઇલમાં નેચરલ ફાઇબર, કોટન, પ્યોર સિલ્ક અને જ્યુટ હતું. આ બધાના કોમ્બીનેશનથી એક વસ્તુ બનતી હતી. ત્યારબાદ ટેક્ષ્ટાઇલમાં પોલિએસ્ટર અને વિસ્કોસનો સમાવેશ થયો. ટેક્ષ્ટાઇલમાં ઇનોવેશન થતા ગયા અને બદલાવ આવતા ગયા. ટેક્ષ્ટાઇલ બિઝનેસની સાયકલ જુદા જુદા દેશોની સાથે સાથે જુદા જુદા સમાજમાં પણ ફરતી રહે છે, આથી તેમણે ઉદ્યોગ સાહસિકોને ટેક્ષ્ટાઇલમાં ટકી રહેવા માટે ઇનોવેશન કરવાની સલાહ આપી હતી.

શ્રી ગિરીશ લુથરાએ જણાવ્યું હતું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં ટેક્ષ્ટાઇલ યુનિટનું સફળ સંચાલન માત્ર ઉત્પાદન પર આધારીત નહીં પણ પ્લાનિંગ, મશીનરીનું સમયસર મેઇન્ટેનન્સ, વર્કફોર્સની ટ્રેઇનીંગ અને માર્કેટની ડિમાન્ડ પર નિર્ભર છે. ટ્રેઇનીંગનો પહેલો નિયમ એટલે બેલેન્સીંગ નોલેજ વીથ બિઝનેસ. નોલેજમાં મશીન, કપડું, માર્કેટીંગ, નેટવર્કીંગ, એફિશિયન્સી પરચેઝ અને મેનેજમેન્ટ નોલેજનો સમાવેશ થાય છે. બિઝનેસ માટે નોલેજ જોઇએ. પૈસો પૈસાને કમાય છે એવી એક મેથડ છે. એવી જ રીતે નોલેજ પૈસા કમાય છે એ બીજી મેથડ છે. પૈસા કમાવવા માટે ત્રીજી મેથડ છે સ્માર્ટ વર્ક. હાલમાં નોલેજ બેઇઝથી જે કમાણી થઇ રહી છે એવી કમાણી અન્ય કોઇ મેથડથી નથી થઇ રહી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બિઝનેસમાં સફળ થવા માટે ૩૬૦ ડીગ્રી નોલેજ હોવું જરૂરી છે. નોલેજથી કોન્ફીડન્સ વધે છે અને વિચાર બદલાય છે. વિચાર બદલાવવાથી બિઝનેસમાં રિઝલ્ટ બદલાય છે. તેમણે કહયું કે, ઉદ્યોગ સાહસિકોએ ઓપન માઇન્ડ મેનેજમેન્ટથી બિઝનેસ કરવો જોઇએ. ગ્રાહકની જરૂરિયાતને સમજીને તેને ગમતી પ્રોડકટ આપીશું તો બિઝનેસમાં સફળ થઇશું. ઉદ્યોગ સાહસિકોએ બિઝનેસની સફળતા માટે નોલેજ પર તથા સરકારની વિવિધ યોજનાઓ અને બિઝનેસ માટે બનતી પોલિસી ઉપર ધ્યાન આપવું જોઇએ.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, બિઝનેસ કરતા પહેલા પ્રોડકટનું એનાલિસિસ જરૂરી છે. ટેક્ષ્ટાઇલમાં સાહસ કરવા માગતા યુવાઓને તેમણે એરજેટ અને વોટરજેટ મશીન નાંખવા માટે વિચારવાની સલાહ આપી હતી.

ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી ગિરધર ગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, સુરત બ્રાન્ડ બનાવવાના હેતુથી ચેમ્બરના જીએફઆરઆરસી દ્વારા ટેક્ષ્ટાઇલ વીકનું આયોજન કરવામાં આવે છે. ટેક્ષ્ટાઇલ વીક દરમ્યાન ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના એક્ષ્પર્ટ દ્વારા વિવિધ સેકટરની માહિતી અને માર્ગદર્શન ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવે છે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, ઇન્ચાર્જ માનદ્‌ મંત્રી શ્રી ભાવેશ ટેલર, ફિઆસ્વીના ચેરમેન શ્રી ભરત ગાંધી તથા ઉદ્યોગ સાહસિકો સેમિનારમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના જીએફઆરઆરસીના કો–ચેરમેન શ્રી અમરિષ ભટ્ટે સેમિનારનું સંચાલન કર્યું હતું. શ્રી ગિરીશ લુથરાએ ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :