ચેમ્બરના ટ્રસ્ટમાં કલેક્ટર અને મ્યુનિ. કમિ.ને સમાવવાનો ઠરાવ 2005થી ટલ્લે ચઢાવીને કરોડોના સરકારી ખર્ચે સરસાણા ડોમ તાણી બંધાયો ! ચેમ્બરના માજી પ્રમુખો શંકાના દાયરામાં !
Jayesh Brahmbhatt 98253 44944
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના 2005 પછીના પ્રમુખોએ દાખવેલી ગંભીર બેદરકારી ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની આંખે ચઢી છે. સરસાણા ખાતે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરનો પ્રોજેક્ટ હાથ ધરાય એ પહેલાની કાગજકીય કાર્યવાહીમાં રાજ્ય સરકારે સ્પષ્ટ જણાવ્યું હતું કે સુરત કલેક્ટર, સુરત મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાતના ઉદ્યોગ કમિશનરને હોદ્દાની રૂએ ચેમ્બર ઓફ કોમર્સના ટ્રસ્ટ (સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર) માં સરકારી પ્રતિનિધિ તરીકે સમાવવામાં આવે.
પત્ર સ્વરુપે જુલાઇ 2004માં આ પ્રકારની સ્પષ્ટ અને લેખિતમાં સૂચના રાજ્ય સરકારે આપી હતી. આ અંગે ચેમ્બરના તત્કાલિન પ્રમુખ દિનેશ માંડલેવાલાએ 2 ફેબ્રુઆરી 2005ના રોજ ઠરાવ પણ કર્યો હતો. એ પછી જ સારને સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ બનાવીને સુરત ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરના નિર્માણની પ્રક્રિયા હાથ ધરાવી જોઇતી હતી. પરંતુ, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર કે રાજ્યના ઉધોગ કમિશનરને ચેમ્બરના ટ્રસ્ટ કે કમિટીમાં લીધા વગર કરોડોનો વહીવટ ચેમ્બરના કેટલાક કારભારીઓએ મનસ્વી રીતે કરી નાંખ્યો છે અને હજુ પણ તેના વહીવટ, મેઇન્ટેનન્સ વગેરેમાં સરકારી પ્રતિનિધિઓને સમાવવાની દરકાર લેવામાં નથી આવી રહી.
આ કોઇપણ પ્રકારના સિમેન્ટ સિલિંગ (સ્લેબ) વગર બનાવવામાં આવેલા સરસાણા કન્વેશન સેન્ટરના નિર્માણમાં કહેવાય છે કે રૂ.46 કરોડ જેવી માતબર રકમ ખર્ચી નાંખવામાં આવી છે. જેમાં 80 ટકા જેટલી રકમ સરકારે આપી છે. આમ છતા, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાતના ઉદ્યોગ કમિશનરને સમાવ્યા વગર ચેમ્બરના કેટલાક વ્હાઇટ કોલર કારભારીઓએ સમગ્ર વહીવટ મનસ્વી રીતે કર્યો છે. પરંતુ, હવે આ વાત સરકારના ધ્યાને આવી છે અને ટૂંક સમયમાં જ ચેમ્બર, સાર અને ટ્રસ્ટ તમામના વહીવટમાં એકસૂત્રતા જળવાય તે અંગે માર્ગદર્શક સૂચનાઓ ચેમ્બર ઓફ કોમર્સને આપવામાં આવે તેમ છે.
46 કરોડના ખર્ચે સરસાણા ડોમ બને એ પહેલા ચેમ્બરના ટ્રસ્ટમાં મ્યુનિ. કમિશનર, કલેક્ટર અને રાજ્યના ઉદ્યોગ કમિશનરને હોદ્દાની રૂએ સમાવવા રાજ્ય સરકારે સૂચના આપી હતી, તત્કાલિન ચેમ્બર પ્રમુખ દિનેશ માંડલેવાલાએ 5/2/2005ના રોજ ઠરાવ પણ કરાવ્યો હતો, જેનું પાલન આજદિન સુધી કરાયું નથી

ચેમ્બરના માજી પ્રમુખો દૂધે ધોયેલા હોત તો કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનરને કમિટીમાં સરકારી પ્રતિનિધિ તરીકે કેમ ન લીધા
સરસાણા ખાતે સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર sieccના નિર્માણ ખર્ચમાં 80 ટકા જેટલો હિસ્સો સરકાર આપવાની હતી, પરીણામે રાજ્ય સરકારે તા.3 જુલાઇ 2004ના પત્રથી ચેમ્બર ઓફ કોમર્સના ત્રણ સભ્યોની સરકારી પ્રતિનિધિ તરીકે ચેમ્બરના ટ્રસ્ટમાં નિમણૂંક કરવા લેખિત સૂચના આપી હતી. કરોડો રૂપિયાના સરકારી ખર્ચ થવાનો હોય તો સ્વાભાવિક છે કે સરકારી પ્રતિનિધિની દેખરેખમાં માલસામાનની ખરીદી, કોન્ટ્રાક્ટ, ટેન્ડરિંગ પ્રક્રિયા વગેરે થવી જોઇએ. પરંતુ, 2005થી લઇને siecc બનીને તૈયાર થઇ ગયું ત્યાં સુધી સુરત કલેક્ટર, સુરત મ્યુનિસિપલ કમિશનર કે ઉદ્યોગ કમિશનરને ટ્રસ્ટમાં કે કન્સ્ટ્રક્શન કમિટીમાં પ્રતિનિધિત્વ કેમ ન આપ્યું એ બાબત શંકાપ્રેરક બની છે.
ચેમ્બરના ટ્રસ્ટને સરકારે સુપરસીડ કરવું પડે તેવી સ્થિતિ, નકરી લાલીયાવાડી ચાલી રહી હોઇ ચેરિટી કમિશનરે એકપણ ફેરફાર રિપોર્ટ મંજૂર કર્યા નથી
સરસાણા ખાતે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરના નિર્માણમાં સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે તે માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ કારભારીઓએ મનસ્વી રીતે નિર્ણયો કર્યે રાખ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સ હોવા છતાં તેને રેગ્યુલરાઇઝ કરવાની જગ્યાએ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું, ટ્રસ્ટની જો તપાસ કરાવવામાં આવે તો આજે પણ એના બંધારણમાં અનેક છીંડાઓ અને લાલીયાવાડીઓ મળી આવે તેમ છે. ચેરિટી કમિશનરે એક પણ ફેરફાર રિપોર્ટ મંજૂર કર્યા નથી તેના પરથી પ્રથમદર્શી નજરે ખ્યાલ આવી જાય કે બધો કારભાર મનસ્વી રીતે થઇ રહ્યો છે.
હવે સમગ્ર મામલો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અધિકારીઓના ધ્યાનમાં આવ્યો છે અને ટૂંક સમયમાં આ મુદ્દે સરકાર દરમિયાન થાય તેવું જણાય રહ્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


