CIA ALERT

વાંસ, પાઇનેપલ, લિચી અને ચ્હાના વેપાર-ધંધા માટે ત્રિપુરા ઉત્તમ ડેસ્ટિનેશન : SGCCI

Share On :
  • સુરતના રોકાણકારો તેમજ ઉદ્યોગ-ધંધા માટે અગરતલામાં છે તકોની ભરમાર : ચેમ્બર પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા
  • ચેમ્બરના નેજા હેઠળ વિવિધ ઈન્ડસ્ટ્રી પ્રતિનિધિઓની ત્રિપુરા મુલાકાતે ખોલ્યા નવી દિશાના દ્વાર

સુરતના ઇન્વેસ્ટર્સ અને ઉદ્યોગ-ધંધા સાથે સંકળાયેલા માટે ત્રિપુરા રાજ્યમાં સારામાં સારી તક હોવાની માહિતી સાથે સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખાસ કરીને વાંસમાંથી બનતું લાકડું, પાઇનેપલ, લિચી અને ચ્હાના તમામ પ્રકારના કારોબાર માટે ત્રિપુરા ઉત્તમ હોવાનું સુરતથી ત્રિપુરા ગયેલા પ્રતિનિધિ મંડળને જણાયું છે. પ્રતિનિધિમંડળે ત્રિપુરાની મુલાકાત સાથે ત્યાં રાજ્ય સરકાર તરફથી અનેક પ્રકારના પ્રોત્સાહન પણ આપવામાં આવશે એવી બાંહેધરી પણ આપવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું છે કે જે ઉદ્યોગ સાહસિકોએ ત્રિપુરા ખાતે ઉદ્યોગ ધંધો સ્થાપવા માટે ઇચ્છુક હોય તેમણે ચેમ્બર ઓફ કોમર્સનો સંપર્ક કરવો.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડીયા સમેત સુરતના 8 ઉદ્યોગપતિઓનું એક પ્રતિનિધિ મંડળ, કેન્દ્રના આરોગ્ય મંત્રી મન્સુખ માંડવીયાની આગેવાની હેઠળ તાજેતરમાં અગરતલા, ત્રિપુરાની મુલાકાતે ગયુ હતુ. ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી બિપ્લવકુમાર દેબ અને સ્થાનિક સરકારી અધિકારીઓ સાથે અનેક મિટીંગો યોજીને સુરત કે ગુજરાતથી ઉદ્યોગ સાહસિકો જો ત્રિપુરા આવે તો તેમને કેવી રીતે પ્રોત્સાહન મળે તે અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

ત્રણ દિવસની આ મુલાકાત દરમિયાન ડેલીગેશન ત્રિપુરાના ઈન્ડસ્ટ્રીઝ સેકે્રટરી ડો. પી. કે. ગોયલ, ઈન્ડસ્ટ્રીઝ ડાયરેકટર તરીત ચકમા, એડીશનલ પ્રિન્સીપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ પ્રવિણ અગ્રવાલ, હોર્ટીકલ્ચર એન્ડ સોઈલ કન્ઝર્વેશન ડાયરેકટર ડો. પી. બી. જમાતીયા, હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફટ ડાયરેકટર પી. એલ. ચકમા, મેનેજિંગ ડાયરેકટર, ત્રિપુરા રીહેબીલીટેશન પ્લાન્ટેશન કોર્પોરેશન પ્રસાદ રાવ વદરાપુ, ત્રિપુરા ફોરેસ્ટ ડેવલપમેન્ટ એન્ડ પ્લાન્ટેશન સેકટરના એકિઝકયુટીવ ડાયરેકટર બી. દેબરામના, મેડીકલ પ્લાન્ટ બોર્ડ, ત્રિપુરાના ડી.સી.એફ વાંગડુપ ભુતીયા, ત્રિપુરા ટી–બોર્ડના ચેરમેન સંતોષ સાહા સાથે મિટીંગ કરી હતી. આ ઉપરાંત ડેલીગેશને ટી એસ્ટેટ, મેગા ફુડ પાર્ક, ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, હેન્ડલુમ હેન્ડીક્રાફટ કલ્સ્ટર, બામ્બુ પ્રોસેસીંગ અને ફર્નીચર મેકીંગ યુનિટ, રબર પ્રોસેસીંગ યુનિટ, ફુડ પ્રોસેસીંગ યુનિટ, અગરવુડ પ્લાન્ટેશન, બામ્બુ વિલેજ, ટુલ રૂમ વિગેરેની પણ મુલાકાત લઈ ઇન્ડસ્ટ્રી અને તેમાં ઉપલબ્ધ વિવિધ તકોની માહિતી મેળવી હતી.

ધુપ,ઓઇલ અને પરફ્યુમમાં અત્યંત ઉપયોગી અગર વૃક્ષની ચીપ્સ 

ડેલીગેશનના સભ્ય અને રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા વેલજી શેટા જણાવે છે કે, ત્રિપુરામાં અગરવુડના વૃક્ષ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ વૃક્ષમાં ઈન્ફેકશન લાગતા તે એક પ્રકારના એન્ટીબોડીઝ બનાવવાનું ચાલુ કરે છે અને ૩–૪ વર્ષના સમયગાળા બાદ આ વૃક્ષને પ્રોસેસ કરી તેમાંથી ચીપ્સ અને ઓઈલ કાઢવામાં આવે છે. ચીપ્સ ધુપ તરીકે અને ઓઈલ પરફયુમમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત આ વૃક્ષનો ઉપયોગ દવામાં પણ કરી શકાય છે. હાલમાં આ ચીપ્સ અને ઓઈલનું એક્ષ્પોર્ટ બંધ છે પણ ટુંક સમયમાં સરકાર આ માટેની પોલીસી જાહેર કરશે. તદુપરાંત બામ્બુ ફર્નિચર, રબરવુડ જેવી આઈટમો રીયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીમાં લાકડાના સારા વિકલ્પ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેમ છે, જે વધુ ટકાઉ છે અને તેમાં પાણી/ઉધઈથી કોઈ સમસ્યા ઉભી થતી નથી. આ તમામ ક્ષેત્રમાં ખુબજ સારી તકો રહેલી છે. આ ઉપરાત, સભ્યો દ્વારા ટી માર્કેટીંગ, એકઝોટિક ફુ્રટનું વાવેતર, રબરની પ્રોડકટ, હેન્ડલુમ હેન્ડીક્રાફટ તથા બામ્બુ પ્રોડકટમાં રહેલી તકો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

પાઇનેપલ, લિચી અને જેકફ્રુટનો વિપુલ જથ્થો અનેક બિઝનેસ ખેંચી લાવે

ડેલીગેશન સભ્ય અને ફુડ  ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મનહર સાંસપરા જણાવે છે કે, ત્રિપુરામાં પાઈનેપલ, લીચી, જેકફ્રુટ જેવા ફળો ખુબજ મોટા પ્રમાણમાં થાય છે અને તેની ગુણવત્તા પણ ખુબજ સારી છે, પરંતુ ટ્રાન્સપોર્ટના વિકલ્પ મર્યાદિત  હોવાથી આ ફળોનો ઉપયોગ પુરતો થઈ શકતો નથી. જો પલ્પીંગ પ્લાન્ટ, ફ્રુટ પાવડર મેકિંગ પ્લાન્ટ, કેન ફુડ પ્લાન્ટ સ્થાપવામાં આવે તો વિપુલ પ્રમાણમાં જે જથ્થો છે તેનો ખુબજ સારો ઉપયોગ થઈ શકે અને માત્ર ભારતની ફુડ ઈન્ડસ્ટ્રી જ નહીં વિદેશમાં એક્ષ્પોર્ટ પણ કરી શકાય તે માટેની તકો રહેલી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :