CIA ALERT

બચત કરવા અંગે સમાજમાં જાગૃતિ વધારવાની નેમ સાથે 20/2/22 એ યોજાશે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો 63મો સમૂહલગ્ન સમારોહ

Share On :

સમૂહલગ્ન પ્રવુતિના માધ્યમથી જનજાગૃતિનું નોંધનીય કાર્ય કરનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી ૨૦મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ સમુહલગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સુરત ખાતે દર વર્ષે સમુહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવે છે. ૧૯૮૩ થી અત્યાર સુધીમાં ૫૧૧૦ યુગલો લગ્ન ગ્રંથીથી જોડાયા છે. સમાજ તરફથી આગામી મહા વદ ૪ ને રવિવાર તા. ૨૦/૦૨/૨૦૨૨ ના રોજ ૬૩માં સમૂહલગ્ન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ભાગ લેવા માટે લગ્ન નોંધણીના ફોર્મ વિતરણ ૧૦૧/૧૦૨, સુપર ડાયમંડ માર્કેટ, વરાછા રોડ, ખાતે શરૂ થઇ ચૂક્યું છે. તે સમયે કોવિડ-૧૯ ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી વિવિધ વિકલ્પો સાથે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ભારતને આર્થિક વ્યવસ્થા તંત્રની સ્થિતિ જોતા આર્થિક અસમાનતા વધતી જાય છે. ક્યારેક જન સમાજ માટે નાણાકીય જાગૃતતા ખુબ જરૂરી છે. તે બાબતને ધ્યાનમાં રાખી બચત ની  થીમ ઉપર સમગ્ર આયોજનની વિચારણા કરવામાં આવી રહી છે. શક્ય તેટલા ખોટા ખર્ચ બંધ કરી તે રકમની બચત થાય તે બાબત માં માહિતી સાથે જાગૃતિ લાવવાનો પ્રયાસ થયો. કરકસર સાથે બચત કરી સુખી અને સલામત જીવન જીવતા રોલ મોડલ પરિવારોનું સન્માન કરવામાં આવશે.

જે અન્ય માટે પ્રેરણા બનશે. સમૂહલગ્ન પ્રવૃત્તિ માં જોડાનારા પરિવારો ખર્ચ ઓછો કરી દીકરી ના નામે બચત કરે તે માટે પ્રોત્સાહન તથા સહાય આપવામાં આવશે. વધુમાં સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ આર. ભાલાળા તથા ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા અને ખજાનચીશ્રી મનહરભાઈ સાસપરા એ જણાવ્યું હતુ કે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ની સાથે જરૂરી ૨૦૦ સેવા ભાવી સંસ્થા અને ૧૦૦૦ યુવાનો જોડાયેલા છે. તેઓ દ્વારા જેટલા ૨૦૦ થી વધુ સભાઓ કરી આર્થિક બચત માટે વ્યાપક જન જાગૃતિ નો પ્રયાસ કરી સમાજ ને દિશા આપવામાં આવે છે.              

તાજેતર માં જ સુરત ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા ૨૦૦ કરોડ ના ખર્ચે હોસ્ટેલ પ્રોજેક્ટ નું ખાતમુહુર્ત થયું છે. તેનું બાંધકામ કાર્ય દિવાળી પછી તરત શરુ કરવામાં આવનાર છે. લોક સહયોગથી નિર્માણ થનાર આ સુવિધા ના માધ્યમથી જન સમાજ ના સુખાકારી  માટે પ્રયાસ થશે. સંસ્થાના મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક તથા શ્રી કાન્તીભાઈ ભંડેરી અને હરિભાઈ કથીરીયા તથા ભવાનભાઈ નવાપરા તથા સમાજની યુવા ટીમ સમુહલગ્ન આયોજન ની તૈયારી માં લગ્ન થયા છે. વહેલા તે પહેલા ના ધોરણે ૧૫૧ યુગલો ની નોંધણી કરાશે. કોવીડ-૧૯ ની જે પરિસ્થિતિ હશે તે પ્રમાણે સમારોહ નું આયોજન થનાર છે.

દરેક કન્યાને રૂ. ૩૦૦૦૦/- ની સહાય

બચત જાગૃતિ ના ભાગરૂપે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી કરિયાવર અને અન્ય વ્યવસ્થા ખર્ચમાં કાપ મૂકી રૂ. ૧૦૦૦૦ કન્યાને બચત સ્વરૂપે આપવાનું નક્કી કરેલ છે. ઉપરાંત ગુજરાત સરકારશ્રી ની કુંવરબાઈ મામેરું યોજના માંથી રૂ. ૧૦૦૦૦ અને સાતફેરા સમુહલગ્નના યોજના માંથી રૂ. ૧૨૦૦૦ ની સહાય મળવા પાત્ર છે. કન્યાને કુલ રૂપિયા ૩૦ હજાર મળવા પાત્ર છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :