સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 273 કેસ, એકલા રાજકોટમાં વિક્રમી 79 નવા કેસ
સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 273 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ રાજકોટ શહેરમાં વધુ 49 કેસ સાથે કુલ આંક એક હજારને પાર કરી 103ર થયો છે. રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત વિક્રમી 79 કેસ થયા છે. રાજકોટના જસદણ તાલુકાના નાના એવા સાણથલી ગામે કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે. પ્લોટ વિસ્તારમાં પાણીના ટાંકા પાસે જ અત્યાર સુધીમાં આઠ કેસ નોંધાયા છે. ધોરાજીમાં હિરપરા વાડી, વઘાસીયા ચોરા, કુંભારવાડા અને દરબારગઢ પાસે વધુ 4ને કોરોના થયો છે.
અમરેલી શહેરમાં વૃંદાવન પાર્ક,’ જિલ્લામાં જાફરાબાદ, સાવરકુંડલાના અમૃતવેલ, સાજીયાવદર, ખજુરી, લાસા, બગસરા, ડેરી પીપળીયા વગેરે પંથકમાં વધુ કુલ’ ર6 કેસ નોંધાયા છે. કુલ 378 કેસમાંથી 148 સારવાર હેઠળ છે.
જામનગર શહેરમાં સત્યસાંઈ રોડ, વિઝન ટાવર, સેના નગર, ઈન્દીરા માર્ગ, દિગ્વિજય પ્લોટ, રણજીત રોડ, સેતાવાડ, મામા શેરી, નાગરપરા, ખંભાળીયા ગેઈટ, જલાની જાર રોડ, એમ પી શાહ મેડિકલ કોલેજ, 98 મેડિકલ કેમ્પસ, ખોડિયાર કોલોની, વાણીયા વાડ, જોગર્સ પાર્ક વગેરે વિસ્તારોમાં બે ડોક્ટર રામદેવ ઓડેદરા, ડો. વિરેન્દ્ર શાહ તેમજ એક પત્રકાર સહિત વધુ ર3 અને જિલ્લામાં લાલપુર અને ખિલોસમાં 1-1 જામજોધપુરમાં ર મળી ર7 કેસ થયા હતા.
પોરબંદરમાં કોરોના બ્લાસ્ટ થતા એક સાથે ર3 કેસ આવ્યા છે. આજે મેમણવાડ, કેદારેશ્વર, છાંયા, મહેર સમાજ, રેલવે સ્ટેશન કોલોની, નગીના મસ્જીદ પાસે, બોખીરા, ઝવેરી બંગલો, બિરલા રોડ, છાંયા ચોકી વિસ્તારોમાં 1ર વર્ષની સગીરાથી 78 વર્ષના વૃધ્ધ તેમજ યુવા ભાજપ પ્રમુખ અને તેમના પત્નીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
ગીર સોમનાથમાં વધુ 16 કેસ આવતા કુલ આંક 437 થયો છે. વેરાવળમાં 1ર, સુત્રાપાડામાં 1, ઉનામાં 1, તાલાલામાં ર કેસ થયા છે. વેરાવળમાં અલખીજર પેલેસ-દાદા ભટ્ટી વાળી શેરી, કટલેરી બજાર, વખારીયા બજાર, તાલાલા રોડ સોમનાથ ટોકીઝ પાસે, સોમનાથ સોસાયટી જલારામ ટોકીઝ રોડ, તાજ સોસાયટી ધોબી વાડી, ગીતાનગર ર-મંગલમ નજીક વગેરે વિસ્તારમાં કેસ થયા છે.
ભાવનગર શહેરમાં 18 અને અઘેવાડા, કોબડી, અધેલાઈ, બેલમપર, કંટાસર, પાલીતાણા,’ મણાર, યોગઠ, નવાગામ અને વલભીપુર ખાતે એક-એક, બોડા ગામે ર તથા સિહોર ખાતે 4 અને સથરા ગામે 3 કેસ થયા છે. દીવમાં’ વણાંકબારા, સાઉદવાડી, ઘોઘલા અને દીવ વિસ્તારમાં વધુ 10 કેસ થયા હતા.
બોટાદ શહેરમાં હરણકુઈ, મંગળાપરા, ઝવેર નગર, તુરખા રોડ, કેકે નગરમાં છ તેમજ તાલુકામાં તાજપર અને નાગનેશ મળી આઠ કેસ નોંધાયા હતા.
ચોટીલા શહેરમાં વધુ 1 અને ગ્રામ્યમાં વધુ 3 કેસ આવ્યા છે. થાનગઢ રોડ પર સુખનાથ મહાદેવ મંદિર નજીક, તેમજ ગામડામાં રામપરા (ચોબારી)એ બે બહેનો અને છેવાડાના પીપળીયા ઢોરામાં એક મુકબધિર કિશોરને કોરોનાએ ઝપટે લીધો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે 3ર કેસ થયા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
